ભાવેશ ભટ્ટગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના ગઝલકાર છે. છે તો છે (૨૦૦૯) અને ભીતરનો શંખનાદ (૨૦૧૪) એ તેમના સાહિત્યિક સંગ્રહો છે. ગુજરાતી ગઝલક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ તેમને ૨૦૧૪નો શયદા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[]

ભાવેશ ભટ્ટ
અસ્મિતા પર્વ,૨૦૧૪માં ભાવેશ ભટ્ટ
અસ્મિતા પર્વ,૨૦૧૪માં ભાવેશ ભટ્ટ
જન્મનું નામ
ભાવેશ દિલીપભાઈ ભટ્ટ
જન્મભાવેશ દિલીપભાઈ ભટ્ટ
(1975-01-12) January 12, 1975 (ઉંમર 49)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયગઝલકાર
ભાષાગુજરાતી, ઉર્દૂ
રાષ્ટ્રીયતાભારતીય
લેખન પ્રકારગઝલ
નોંધપાત્ર સર્જનો
  • છે તો છે (૨૦૦૯)
  • ભીતરનો શંખનાદ (૨૦૧૪)
નોંધપાત્ર પુરસ્કારો
સક્રિય વર્ષો૨૦૦૧-વર્તમાન
સહી

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

ભાવેશ ભટ્ટનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ અમદાવાદ ખાતે, દિલીપભાઇ અને જયાબહેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૮૫માં અંકુર હાઇસ્કૂલ, અમદાવાદથી પ્રાથમિક શિક્ષણ (ધોરણ ૧ થી ૫) અને ૧૯૮૯માં દિલ્હી દરવાજા, અમદાવાદ સ્થિત એચ.બી. કાપડિયા હાઈસ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ (ધોરણ ૬ થી ૯) પૂર્ણ કર્યું. તેમણે ૧૯૯૦માં બી.વી. હાઈસ્કૂલ, અમદાવાદથી ધોરણ ૧૦ અને ૧૯૯૨માં આશિષ હાઇસ્કૂલ, અમદાવાદથી ધોરણ ૧૨ સુધીનો પૂર્ણ કર્યો. ૧૯૯૪માં, તેમણે ગુજરાત કોલેજમાં વિનયન શાખામાં પ્રવેશ મેળવ્યો પરંતુ પ્રથમ વર્ષ બાદ અભ્યાસ અધૂરો છોડી દીધો.[]

કારકિર્દી

ફેરફાર કરો

તેમણે ૨૫ વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું. તેમની પ્રથમ [ગઝલ]] ૨૦૦૩માં ગુજરાતી કવિતા સામયિક કવિલોકમાં પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ તેમની ગઝલો ગઝલવિશ્વ, શબ્દસૃષ્ટિ, ધબક, તાદર્થ્ય, શબ્દસર, નવનીત સમર્પણ અને કવિતા સહિતના અનેક ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત થઈ છે. ૨૦૦૭માં, ગઝલ સંગ્રહ વીસ પંચામાં તેમની ગઝલો અન્ય ચાર યુવા ગઝલકારો અનિલ ચાવડા, અશોક ચાવડા, હરદ્વાર ગોસ્વામી અને ચંદ્રેશ મકવાણા સાથે સંકલિત કરવામાં આવી છે. તેઓ ઉર્દૂ ભાષામાં પણ ગઝલ લખે છે.[]

તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે તો છે, ૨૦૦૯માં પ્રકાશિત થયો હતો, ત્યારબાદ ૨૦૧૪માં ભીતરનો શંખનાદ નામે તેમનો દ્વિતીય સંગ્રહ પ્રકાશિત થયો હતો, જેને વિવેચકોએ આવકાર્યો હતો. તેઓ ગુજરાતી ગઝલમાં આધુનિકતાના અગ્રણી છે અને ભાષામાંથી નવીન કૃતિઓ મેળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમની ગઝલ મુખ્યત્વે પ્રેમ, સામાજિક વિરોધાભાસ, સમકાલીન જીવન અને ઈશ્વર જેવા વિષયોની આસપાસ ફરે છે.[]

પુરસ્કાર

ફેરફાર કરો
 
ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ રાવજી પટેલ એવોર્ડ સમારોહમાં નરેન્દ્ર મોદી અને મોરારી બાપુ સાથે ભાવેશ ભટ્ટ

૨૦૧૪માં તેમને શયદા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત સમાચાર અને સમન્વયના સંયુક્ત ઉપક્રમે સ્થાપિત રાવજી પટેલ પુરસ્કાર (૨૦૧૪) અને ભારતીય ભાષા પરિષદ, કોલકાતા દ્વારા અપાતો યુવા પુરસ્કાર (૨૦૧૪) પણ તેમને મળ્યો છે.[] તેમને વર્ષ ૨૦૨૦નો કાવ્ય મુદ્રા યુવા પ્રતિભા અવોર્ડ અને વર્ષ ૨૦૨૨નું હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.[][]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ શુક્લ, કિરીટ (2013). ગુજરાતી સાહિત્યકાર કોશ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. પૃષ્ઠ 244. ISBN 9789383317028.
  2. ૨.૦ ૨.૧ પરીખ, ધીરુ (December 2015). "નવ્ય કવિ નવ્ય કવિતા". કવિલોક.
  3. "કાવ્યમુદ્રા દ્વારા ભાવેશ ભટ્ટ અને યજ્ઞેશ દવેને એવોર્ડની જાહેરાત થઈ". નવગુજરાત સમય. 10 June 2020. મેળવેલ 7 December 2023.
  4. "આયોજન: ભાવેશ ભટ્ટ, આશિષ ભીન્ડે અને સનત વ્યાસને પારિતોષિક". દિવ્ય ભાસ્કર. 30 November 2023. મેળવેલ 5 December 2023.