ભીતરનો શંખનાદ
ગુજરાતી ગઝલસંગ્રહ
ભીતરનો શંખનાદ ભાવેશ ભટ્ટનો ગુજરાતી ભાષાનો ગઝલસંગ્રહ છે. તે રન્નાદે પ્રકાશન, અમદાવાદ દ્વારા જાન્યુઆરી, ૨૦૧૪માં પ્રકાશિત થયો હતો. પુસ્તકની પ્રસ્તાવના રાજેશ વ્યાસ 'મિસ્કીન', અંકિત ત્રિવેદી અને શરદ ઠાકરે લખી છે.[૧]
લેખક | ભાવેશ ભટ્ટ |
---|---|
પૃષ્ઠ કલાકાર | કુરંગ મહેતા |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | ગઝલ |
પ્રકાશક | રન્નાદે પ્રકાશન |
પ્રકાશન તારીખ | જાન્યુઆરી ૨૦૧૪ |
પાનાં | ૧૨૬ |
પુરસ્કારો |
|
OCLC | 862629692 |
દશાંશ વર્ગીકરણ | 978-93-82456-64-3 |
સામગ્રી
ફેરફાર કરોઆ પુસ્તકમાં ૧૧૨ ગઝલ છે. પુસ્તકની મોટાભાગની ગઝલો અરબી છંદ જેવા કે રમલ, મુત્કારિબ, મુતદરીક, મઝારિયા અને ખફીફમાં રચાયેલી છે.[૨]
આવકાર
ફેરફાર કરોકવિ ભાવેશ ભટ્ટને તેમની કૃતિઓ છે તો છે (૨૦૦૮) અને ભીતરનો શંખનાદ માટે ૨૦૧૪ ના શયદા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંગ્રહની કેટલીક ગઝલો જેમ કે "અચનાક વહેણમાં બદલાવ આવે", "આરતી ઉતારવાની એમને આદત હતી" અને "એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે" મુશાયરાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.[૨]