જવાહર રવિરાય બક્ષીભારત, ગુજરાતના ગુજરાતી ભાષાના ગઝલકાર છે.

જવાહર બક્ષી
જન્મ(1947-02-19)19 February 1947
જૂનાગઢ, ગુજરાત
વ્યવસાય
  • ગઝલકાર
ભાષાગુજરાતી
નાગરિકતાભારતીય
નોંધપાત્ર સર્જનો
  • તારાપણાના શહેરમાં (૧૯૯૯)
નોંધપાત્ર પુરસ્કારો

જીવનપરિચય

ફેરફાર કરો

જવાહર બક્ષીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ જૂનાગઢ ખાતે નિલાવતી અને રવિરાય બક્ષીને ત્યાં થયો હતો. તેમણે શાળાનું શિક્ષણ સ્વામી વિવેકાનંદ વિનયમંદિરથી પૂર્ણ કર્યું. તેઓ બોમ્બે (હવે મુંબઈ)ની સીડેનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી વાણિજ્ય શાખામાં સ્નાતક થયા અને ૧૯૬૪માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા.[૧] [૨]

બક્ષીએ ૧૯૫૯માં પ્રથમ ગઝલ લખી હતી. તેમણે કુલ ૭૦૦થી વધુ ગઝલ લખી છે. તેમની ગઝલો આધ્યાત્મિકતાની શોધ કરે છે. તારાપણાના શહેરમાં (૧૯૯૯) અને પરપોટાના કિલ્લા (૨૦૧૨) તેમના ગઝલસંગ્રહ છે જેમાં અનુક્રમે ૧૦૮ અને ૧૧ ગઝલ છે. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ઇનામો મળ્યા છે. ૧૯૯૮માં તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ૨૦૦૬માં તેમની ગઝલો માટે તેમને કલાપી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.[૧][૨] ૨૦૧૯માં તેમને કવિશ્વર દલપતરામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૩]

અંગત જીવન

ફેરફાર કરો

બક્ષીએ દક્ષા સાથે લગ્ન કર્યા હતા અને તેમને પૂજા નામની પુત્રી છે.[૨]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ 125–126. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "જવાહર બક્ષીનો પરિચય : આદિકવિ નરસિંહ મહેતાના વંશજ, સફળ કવિ - ગઝલકાર અને આધ્યાત્મિક ગુરુ". DailyHunt (અંગ્રેજીમાં). મેળવેલ 2019-01-08.
  3. "2019 અને 2020ના કવિશ્વર દલપતરામ એવોર્ડ જાહેર". Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | દિવ્ય ભાસ્કર. 23 December 2018. મેળવેલ 2 May 2020.

બાહ્ય કડી

ફેરફાર કરો