૪ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૭૮૧ ઇ.પૂ.– ચીનમાં પ્રથમ ઔતિહાસીક સૂર્ય ગ્રહણ (Solar eclipse) નોંધાયું.
  • ૧૭૬૯ – ખગ્રાસ સૂર્ય ગ્રહણ પછી પાંચ કલાક પછી,જે ઇતિહાસમાં નોંધાયેલ ટુંકામાં ટુંકો સમય અંતરાલ છે, શુક્રનું પારગમન (Transit of Venus) થયું.
  • ૧૭૮૩ – 'મોન્ટગોલ્ફૈર ભાઈઓ' (Montgolfier brothers)એ તેમના ગરમ હવાના ગુબ્બારા (Hot air balloon),જેને તેઓએ 'મોન્ટગોલ્ફૈર' નામ આપેલ,નું જાહેર નિદર્શન કર્યું.
  • ૧૭૮૪ – એલિસાબેથ થિબલ હોટ એર બલૂનમાં ઉડતી પ્રથમ મહિલા બની. તેણીની ઉડાન ૪૫ મિનિટમાં ચાર કિલોમીટર ને આવરી લે છે અને ૧૫૦૦ મીટરની ઊંચાઈ (અંદાજિત) સુધી પહોંચી હતી.
  • ૧૯૧૨ – મેસેચ્યુસેટ્સ લઘુતમ વેતન નક્કી કરનારું યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રથમ રાજ્ય બન્યું.
  • ૧૯૧૭ – પ્રથમ પુલિત્ઝર પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા: લૌરા ઇ. રિચાર્ડ્સ, માઉડ એચ. એલિયટ અને ફ્લોરેન્સ હોલને જીવનચરિત્ર માટે પ્રથમ પુલિત્ઝર મળ્યું. જીન જુલ્સ જુસેરાન્ડને અમેરિકન્સ ઓફ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ ડેઝના તેમના કાર્ય માટે ઇતિહાસ માટે પ્રથમ પુલિત્ઝર મળ્યું. હર્બર્ટ બી. સ્વોપને ‘ન્યૂયોર્ક વર્લ્ડ’ માટેના તેમના કાર્ય માટે પત્રકારત્વ માટેનું પ્રથમ પુલિત્ઝર મળ્યું.
  • ૧૯૩૭ – ઓક્લાહોમામાં વિશ્વની પ્રથમ શોપિંગ કાર્ટ રજૂ કરવામાં આવી.
  • ૧૯૪૦ – જનરલ ડાયરની હત્યા બદલ ઉધમસિંહને ફાંસીની સજા જાહેર કરવામાં આવી
  • ૧૯૭૩ – એટીએમ (ATM) (બેન્કોનું સ્વચાલિત નાણા આપનાર યંત્ર)ના પેટન્ટ હક્કો,'ડોન વેત્ઝલ' (Don Wetzel), 'ટોમ બાર્નસ' (Tom Barnes) અને 'જ્યોર્જ ચેસ્ટન' (George Chastain)ને આપવામાં આવ્યા.
  • ૨૦૦૧ – નેપાળના છેલ્લા રાજા, રાજા જ્ઞાનેન્દ્રનો (King of Nepal) રાજમહેલના હત્યાકાંડ પછી રાજ્યાભિષેક કરાયો.
  • ૧૮૭૭ – હેન્રીક ઓટો વીલેન્ડ, જર્મન રસાયણવિદ્ અને નોબલ પુરસ્કાર (૧૯૨૭) વિજેતા (અ. ૧૯૫૭)
  • ૧૯૦૪ – ભગત પુરણ સિંહ, ભારતીય પ્રકાશક, પર્યાવરણવાદી અને સમાજસેવક (અ. ૧૯૯૨)
  • ૧૯૩૬ – નૂતન, ભારતીય ફિલ્મ અભિનેત્રી (અ. ૧૯૯૧)
  • ૧૯૪૬ – એસ. પી. બાલાસુબ્રમણ્યમ, ભારતીય પાર્શ્ચગાયક, અભિનેતા, સંગીત દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા (અ. ૨૦૨૦)
  • ૧૯૫૯ – અનિલ અંબાણી, ભારતીય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચેરમેન
  • ૧૯૮૪ – પ્રિયામણિ, ભારતીય અભિનેત્રી અને મોડેલ
  • ૧૯૧૭ – રણજિતરામ મહેતા, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૮૮૧)
  • ૧૯૯૮ – ડૉ. અશ્વિન દાસગુપ્તા, ભારતીય ઇતિહાસવિદ, શિક્ષણવિદ

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો
  • આક્રમકતાનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ
  • તિયાનાનમેન સ્ક્વેર વિરોધ પ્રદર્શન ૧૯૮૯ આંતરરાષ્ટ્રીય સ્મારક દિવસ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો