જૂન ૭
તારીખ
૭ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૦૯૯ – પ્રથમ ધર્મયુદ્ધ: જેરુસલેમની ઘેરાબંધી શરૂ થઈ.
- ૧૮૬૨ – યુ.એસ. અને બ્રિટન ગુલામ વ્યાપાર પર પ્રતિબંધ મુકવા માટે સહમત થયા.
- ૧૮૯૩ – પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને ગાંધીજીને ગાડીની બહાર ફેંકી દેવાની ઘટના બની.
- ૧૯૭૫ – 'સોની'એ 'બિટામેક્ષ' વિડિયો કેસેટ રેકોર્ડર (વીસીઆર) જાહેર વેંચાણમાં મુક્યું.
- ૧૯૭૫ – ઈંગ્લેન્ડમાં પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું આયોજન કરાયું
- ૨૦૦૦ – સંયુક્ત રાષ્ટ્રએ વાદળી રેખા (બ્લુ લાઇન)ને ઈઝરાયલ અને [[લેબેનાન] વચ્ચેની સરહદ તરીકે પરિભાષિત કરી.
જન્મ
ફેરફાર કરો- ૧૮૬૨ – ફિલિપ લેનાર્ડ, સ્લોવાક-જર્મન ભૌતિકશાસ્ત્રી અને શૈક્ષણવિદ, નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૦૫) (અ. ૧૯૪૭)
- ૧૮૯૬ – રોબર્ટ એસ. મુલિકન, અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૬૬) (અ. ૧૯૮૬)
- ૧૯૫૨ – ઓર્હાન પામુક, તુર્કી-અમેરિકન નવલકથાકાર, પટકથા લેખક, નોબેલ પુરસ્કાર વિજેતા (૨૦૦૬)
- ૧૯૭૪ – મહેશ ભૂપતિ, ભારતીય ટેનિસ ખેલાડી.
- ૧૯૭૫ – એકતા કપૂર, ભારતીય ફિલ્મ, ટીવી તથા ડિજીટલ વેબ સિરીઝના નિર્માત્રી
અવસાન
ફેરફાર કરો- ૧૯૭૮ – રોનાલ્ડ જ્યોર્જ રેયફોર્ડ નોરીશ, બ્રિટીશ રસાયણશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (જ. ૧૮૯૭)
- ૨૦૦૮ – અલાદી રામક્રિષ્નન, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ મેથેમેટિકલ સાયન્સ (Matscience)ના સ્થાપક (જ. ૧૯૨૩)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર June 7 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.