જેઠા વાવ
ઘુમલી ગામમાં આવેલી એક પૌરાણિક વાવ
જેઠા વાવ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘુમલી ગામે આવેલી એક પૌરાણિક વાવ છે. આ વાવ વિકીયા વાવની નજીકમાં આવેલી છે અને ભગ્ન પરિસ્થિતિમાં છે.[૧]
સ્થાપત્ય
ફેરફાર કરોજેમ્સ બર્ગેસના મતે આ વાવ નિશ્ચિત કોઈક શાહી કામ હોવું જોઈએ. જો કે અત્યારે એ માનવામાં આવે છે કે આ વાવ કોઈ રાજાએ નહીં પરંતુ ઘુમલીના એક સજ્જન શ્રેષ્ઠી જેઠાજીએ બંધાવી હતી. પ્રવેશદ્વારની નજીક મળેલ શિલાલેખની મુજબ વિક્રમ સંવત ૧૩૮૩ (સન ૧૩૨૬-૨૭)માં તેનું નિર્માણ થયેલું હતું. સ્થાપત્યની ગોઠવણ જેવી કે પગથિયાંવાળી પરસાળની લંબાઈ અને પહોળાઈ, મંડપનું બાંધકામ, અને સ્તંભ પરની કોતરણી વિકિયા વાવને મળતી આવે છે. વિકિયા વાવથી અલગ તારવવાવાળું પરિબળ માત્ર સ્તંભનું નિર્માણ છે, જે આ વાવને નવલખા મંદિરના નિર્માણ સમયથી નજીક લાવે છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Jutta Jain-Neubauer (જૂત્તા જૈન-ન્યૂબર) (૧ જાન્યુઆરી ૧૯૮૧). The Stepwells of Gujarat: In Art-historical Perspective (ગુજરાતની વાવો: કલા-ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં). Abhinav Publications. પૃષ્ઠ ૫૧. ISBN 978-0-391-02284-3.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |