ટાંગલિયા શાલ એ હાથવણાટની, ભૌગોલિક ઓળખ વડે સુરક્ષિત, ગુજરાતની અનુસૂચિત જાતિ ડાંગસિયા વડે બનાવવામાં આવે છે.[૧]

આ ૭૦૦ વર્ષ જૂની કળા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાની છે. આ જિલ્લામાં રામરાજ, ચારમાલિયા, ધુંસળું અને લોબડી જેવા હાથવણાટના વસ્ત્રો દેદાદરા, વસ્તડી અને વડલા ગામોના સમૂહમાં વણવામાં આવે છે.[૨]

આ વસ્ત્રો મોટાભાગે શાલ અને લપેટવાના સ્કર્ટ હોય છે, જે વાંકાનેર, અમરેલી, દહેગામ, સુરેન્દ્રનગર, જોરાવર નગર, બોટાદ, ભાવનગર અને કચ્છ વિસ્તારની ભરવાડ કોમની સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવે છે.[૩]

પદ્ધતિ ફેરફાર કરો

આ શાલને ઘરમાં લૂમ પર વણવામાં આવે છે અને દોરાઓમાં એકબીજાંથી અલગ રંગ વાપરવામાં આવે છે. તેમાં ઉપસેલા ટપકાંઓની ભાત ઉપજાવવામાં આવે છે જે આ વણાટની ખાસિયત છે. ટપકાં સિવાય બીજી ભૌમિતિક આકૃતિઓ પણ બનાવવામાં આવે છે.[૨]

પુન:નિર્માણ ફેરફાર કરો

૨૦૦૭માં ગાંધીનગરની નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન (NIFT)ની મદદથી ટાંગલિયા હસ્તકલા સંગઠન (ટાંગલિયા હેન્ડીક્રાફ્ટ એશોસિએશન)ની રચના કરવામાં આવી હતી જેમાં ૫ ગામોમાંથી ૨૨૬ ટાંગલિયા સભ્યોનો સમાવેશ થતો હતો. પછીના વર્ષોમાં NIFT દ્વારા કારીગીરી, ગુણવત્તા અને ભાત બનાવવાના વર્ગો ચલાવવામાં આવ્યા અને ટાંગલિયા હસ્તકલા સંગઠનની GI (ભૌગોલિક ઓળખ) હેઠળ નોંધણી થઇ.[૧][૨]

હાલમાં આ વણાટનો દુપટ્ટા, પોષાક અને ઘર વપરાશની વસ્તુઓ જેવી કે ચાદર અને તકિયામાં ઉપયોગ થાય છે. હવે પરંપરાગત રૂ અથવા ઘેટાંના ઉનને બદલે મરિનો ઉન અને એરી રેશમ પણ વાપરવામાં આવે છે.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Tangaliya gets GI status". The Times of India. ૧૬ નવેમ્બર ૨૦૦૯. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૪.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Bhargava, Vikas (૧૧ જાન્યુઆરી ૨૦૧૦). "GI registration adds strength to efforts of reviving Tangaliya". Business Standard. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૪.
  3. ૩.૦ ૩.૧ "Tangaliya Work". Gurjari, Gujarat State Handloom & Handicrafts Development Corporation Ltd. મૂળ માંથી 2014-04-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૪.
  • "Tangaliya Shawl" (PDF). Geographical Indications Journal, Government of India. ૧૯ માર્ચ ૨૦૦૯. પૃષ્ઠ 66–72. મૂળ (PDF) માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૪.