ડોગરા રેજિમેન્ટ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. અગાઉ બ્રિટિશ કાળમાં તે ૧૭મી ડોગરા રેજિમેન્ટ તરીકે ઓળખાતી હતી.

ડોગરા રેજિમેન્ટ
ચિત્ર:Dogra Regiment Insignia.gif
રેજિમેન્ટ ચિહ્ન
સક્રિય૧૮૭૭ - હાલ સુધી
દેશભારત ભારત
શાખાભારતીય ભૂમિસેના
પ્રકારપાયદળ
રેજિમેન્ટલ કેન્દ્રફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ
યુદ્ધ ઘોષકર્તવ્યમ્ અનવાત્મા (મૃત્યુ પહેલાં ફરજ)
યુદ્ધ ઘોષજ્વાલા માતાની જય
Decorationsએક અશોક ચક્ર
નવ મહાવીર ચક્ર
ચાર કીર્તિ ચક્ર
ચાર યુદ્ધ સેવા મેડલ
૩૬ વીર ચક્ર એક વીર ચક્ર અને બાર
એક પદ્મભૂષણ
૧૧ ઉત્તમ યુદ્ધ સેવા મેડલ
પાંચ પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક
૧૩ અતિ વિશિષ્ટ સેવા મેડલ
૧૭ શૌર્ય ચક્ર
૧૧૯ સેના મેડલ
૨૧ વિશિષ્ટ સેવા મેડલ
સેનાપતિઓ
નોંધપાત્ર
સેનાપતિઓ
જનરલ નિર્મલ ચંદર વિજ
Insignia
રેજિમેન્ટલ ચિહ્નદુર્ગા માતાના વાહન તરીકે વાઘની પૂજા મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

રેજિમેન્ટમાં સૈનિકો જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબના ડોગરા પ્રજાતિના લોકોમાંથી ભરતી કરવામાં આવે છે. હાલની રેજિમેન્ટ ૧૯૨૨માં ત્રણ અલગ અલગ રેજિમેન્ટને વિલિન કરી અને ૧૭મી ડોગરા રેજિમેન્ટ તરીકે બનાવવામાં આવી. તે આ પ્રમાણે હતી: ૧લી પલટણ-અગાઉ ૩૭મી ડોગરા
૨જી પલટણ-અગાઉની ૩૮મી ડોગરા
૩જી પલટણ-અગાઉની ૧લી પલટણ, ૪૧મી ડોગરા
૧૦મી તાલીમ પલટણ-અગાઉની ૨જી પલટણ, ૪૧મી ડોગરા

૪૧મી ડોગરા બ્રિટિશ ભારતની સેનામાં પાયદળ સેના તરીકે નિયુક્ત હતી. તેની સ્થાપના બંગાલ પાયદળ સેનાના ભાગરૂપે થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ, ભારત સરકારે સૈન્યના માળખામાં ફેરફાર કર્યો અને એક પલટણ ધરાવતી રેજિમેન્ટને એક કરતાં વધુ પલટણ ધરાવતી રેજિમેન્ટમાં રૂપાંતર કરી.[] ૧૯૪૫માં તેના નામમાંથી ૧૭ હટાવવામાં આવ્યું અને ૧૯૪૭માં આઝાદી સમયે તે ભારતને હિસ્સે આવી.

ડોગરા પ્રજાતિ માટે સેનામાં જોડાવું એ ગર્વની વાત ગણાય છે અને સ્થાનિક અર્થતંત્રનો મોટો હિસ્સો સૈનિકોના પગારમાંથી બને છે. હાલમાં રેજિમેન્ટમાં ૧૮ પલટણ છે. ૧૯૮૧માં પ્રથમ પલટણને યાંત્રિક પાયદળ રેજિમેન્ટમાં સાતમી પલટણ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

રેજિમેન્ટમાંથી એક સૈન્ય વડા જનરલ નિર્મલ ચંદર વિજ પણ બન્યા છે. જનરલ વિજ ડોગરા રેજિમેન્ટ અને ડોગરા સ્કાઉટ્સના દસમા કર્નલ ઇન ચીફ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. []

આઝાદી પહેલાંના કાર્યકાળમાં ડોગરા રેજિમેન્ટને ત્રણ વિક્ટોરિયા ક્રોસ, ૪૪ મિલિટરી ક્રોસ સહિત ૩૧૨ પુરસ્કાર મળ્યા છે. તેની બે પલટણ મલાયા ખાતે પણ લડી હતી અને સિંગાપુરની શરણાગતિ બાદ મોટી સંખ્યામાં તેના સૈનિકો આઝાદ હિંદ ફોજનો ભાગ બન્યા હતા.[]

યુદ્ધ સન્માનો

ફેરફાર કરો

આઝાદી પહેલાં: ધ ગ્રેટ વોર: લા બસ્સે, ફેસ્ટ્યુબર્ટ, ગિવેન્ચે, ઔબર્સ, ફ્રાન્સ, મેગિડ્ડો, પેલેસ્ટાઈન, ટિગ્રિસ, કુત અલ અમારા, બગદાદ, મેસોપોટેમિયા, એડન, નેફા
અફઘાનિસ્તાન ૧૯૧૯
બીજું વિશ્વયુદ્ધ: કોટા બાહરુ, મલાયા, ડોનાબૈક, નુનશિગુમ, મગવે, કેનેડી શિખર, બર્મા

આઝાદી પછી: ઝાંગર, રાજૌરી, જમ્મુ અને કાશ્મીર, હાજીપીર, રાજા પિકેટ-ચાંદ ટેકરી, ઓપી હિલ, જમ્મુ અને કાશ્મીર ૧૯૬૫, અસલ ઉત્તર, ડોગરાઈ, પંજાબ ૧૯૬૫, સુઆધી, સિરામણી, ચૌદાગ્રામ, પૂર્વ પાકિસ્તાન ૧૯૭૧, ડેરા બાબા નાનક, પજાબ ૧૯૭૧ જ્યાં લેફ્ટ કર્નલ નરિન્દર સિંઘ સંધુને અદમ્ય સાહસ, બહાદુરી અને નેતૃત્વનું પ્રદર્શન કરી અને મહાવીર ચક્ર મેળવ્યું.
ડોગરા રેજિમેન્ટને આઝાદી બાદ મળેલ સર્વોચ્ચ સન્માન અશોક ચક્ર છે જે મેજર સંદીપ સાંકલાને મરણોપરાંત ૧૯૯૨માં મળેલ.

  1. Sumner, Ian (2001). The Indian Army 1914-1947. Osprey Publishing. ISBN 1-84176-196-6.
  2. Dogra Regiment
  3. Fay 1993, p. 137

બાહ્ય કડીઓ

ફેરફાર કરો