તાડ બિલાડી
તાડ બિલાડી અથવા વનીયર નામે ઓળખાતું આ પ્રાણી કદમાં બિલાડી જેવડું હોય છે. દક્ષિણ-પૂર્વ એશિયા, દક્ષિણ ભારત, શ્રીલંકા અને દક્ષિણ ચીનમાં જોવા મળે છે. આ પ્રાણીને અંગ્રેજીમાં 'ટોડ્ડી કેટ' (Toddy Cat), ફિલિપાઇન્સમાં 'મોતિત' (Motit), મલયાલમમાં 'મારપત્તિ' (marapatti) (અર્થાત 'વૃક્ષ શ્વાન' કે 'કાષ્ટ શ્વાન') અને શ્રીલંકાની સિંહાલી ભાષામાં 'ઉગુડુવા' (Uguduwa) પણ કહે છે.
તાડ બિલાડી | |
---|---|
તાડ બિલાડી (ફિલિપાઇન્સ) | |
સ્થાનિક નામ | તાડ બિલાડી, તાડનું વનીયર |
અંગ્રેજી નામ | Asian Palm Civet, Common Palm Civet, Toddy Cat |
વૈજ્ઞાનિક નામ | Paradoxurus hermaphroditus |
આયુષ્ય | ૧૫ વર્ષ |
લંબાઇ | ૧૦૦ સેમી. |
વજન | ૪.૫ કિલો |
સંવનનકાળ | આખું વર્ષ, ૩ થી ૪ બચ્ચા |
ગર્ભકાળ | ૭૫ દિવસ |
પુખ્તતા | ૧૧ માસ |
દેખાવ | ભુખરો-કાળો રંગ, લાંબુ મોઢું, લાંબા વાળ અને શરીરની લંબાઇ જેટલીજ પુંછડી, પીઠ પર લંબાઇમાં હારબંધ કાળા ટપકાં. |
ખોરાક | ઉંદર, નાના પ્રાણી, પક્ષીઓ, ફળ અને તાડનો રસ. |
વ્યાપ | શૂલપાણેશ્વર અભયારણ્યમાં, ટુંકનેર, કાલવટ અને છોટાઉદેપુર વિસ્તારમાં, અન્ય ગીચ જંગલોમાં જોવા મળે છે. |
રહેણાંક | ગીચ જંગલો, આંબા અને નાળીયેરનાં વાવેતરોમાં. |
ઉપસ્થિતિ ના ચિન્હો | પગલાનાં નિશાન, રસ પીવા માટે તાડીનાં વૃક્ષ પર બાંધેલ રસ એકઠ્ઠો કરવાની મટકી ફોડી નાખે છે, તે પરથી. |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૨૧ ના આધારે અપાયેલ છે. |
વર્તણૂક
ફેરફાર કરોવૃક્ષ પર રહેતું આ પ્રાણી પ્રજનન માટે ઝાડની બખોલ કે પત્થરનું પોલાણ પસંદ કરે છે. આંબા તથા તાડનાં વૃક્ષ પર જોવા મળે છે. ક્યારેક માનવવસ્તીમાં પણ રહે છે. રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર Paradoxurus hermaphroditus વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |