તાત્યા ટોપે

તાત્યા ટોપે - 1857 સ્વતંત્રતા સંગ્રામ ના સેનાની

તાત્યા ટોપે []૧૮૫૭ની ભારતીય ક્રાંતિના એક સેનાપતિ અને તેના એક નોંધપાત્ર નેતા હતા. તેમનો જન્મ મરાઠી દેશસ્થ બ્રાહ્મણ[] કુટુંબમાં રામચંદ્ર પાંડુરંગ તરીકે થયો હતો અને ટોપે, એટલે કે સેનાપતિ અધિકારી તરીકે તેમણે પદવી લીધી હતી. તેમનું પહેલું નામ તાત્યા એટલે સેનાનાયક થાય છે. બિથુરના નાના સાહેબના તેઓ અંગત રક્ષક હતા, જ્યારે અંગ્રેજોએ કાનપુર ફરી તાબે કર્યું ત્યારે તેમણે ગ્વાલિયર ટુકડી સાથે પ્રગતિ કરી અને જનરલ વિન્ડહૅમને શહેરમાંથી છોડી પીછેહટ કરવાની ફરજ પડી હતી. પાછળથી તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સહાય કરવા આગળ આવ્યા અને તેમની સાથે ગ્વાલિયર શહેર કબજે કર્યું. જો કે, તેમને જનરલ નેપીઅરના બ્રિટિશ ભારતીય સૈન્યે રાણોદ ખાતે પરાજિત કરી દીધા હતા અને સિકર ખાતેની એક વધુ હાર બાદ તેમણે લડાઈ અભિયાન છોડી દીધું હતું. [] ૧૮ એપ્રિલ ૧૮૫૯ ના દિવસે શિવપુરી ખાતે બ્રિટીશ સરકાર દ્વારા તેમને ફાંસી આપવામાં આવી.

તાત્યા ટોપે
જન્મની વિગત૧૮૧૪
યેવલા, નાસિક જિલ્લો, બ્રિટિશ ભારત
મૃત્યુની વિગત૧૮ એપ્રિલ ૧૮૫૯
શિવપુરી, બ્રિટિશ ભારત (હાલનું મધ્ય પ્રદેશ)
મૃત્યુનું કારણફાંસી
જન્મ સમયનું નામરામચંદ્ર પાંડુરંગ

એક સત્તાવાર નિવેદન અનુસાર, તાત્યા ટોપેના પિતા હાલના મહારાષ્ટ્રના પાટોડા જીલ્લાના જોલા પરગણાના રહેવાસી પાંડુરંગ નામના વ્યક્તિ હતા.[] ટોપે જન્મ દ્વારા મરાઠા વશિષ્ઠ બ્રાહ્મણ હતા. [] એક સરકારી પત્રમાં, તેઓને બરોડાના પ્રધાન હોવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે એક અન્ય સંદેશાવ્યવહારમાં તેમને નાના સાહેબ ગણવામાં આવ્યા હતા.[] તેમના પર ચલાવાયેલા ખટલાના એક સાક્ષીએ તેમને 'મધ્યમ બાંધાનો, ઘઉં વર્ણી અને હંમેશાં સફેદ ચૂકરીદાર પાઘડી પહેરેલા માણસ તરીકે ગણાવ્યો હતો.

૧૮૫૭ની ભારતીય ક્રાંતિમાં ભૂમિકા

ફેરફાર કરો

કાનપુરમાં ક્રાંતિ સળગ્યા પછી ૫ જૂન ૧૮૫૭માં નાના સાહેબ ક્રાંતિસેનાના નેતા બન્યા. બ્રિટિશ સેનાએ ૨૫ જૂન ૧૮૫૭ ના રોજ આત્મસમર્પણ કર્યું અને જૂનના અંતમાં નાનાને પેશ્વા જાહેર કરાયા.[] જનરલ હેવલોક બે વખત યુદ્ધમાં નાનાની સેનાઓ સામે લડ્યા, પણ ત્રીજી વારના યુદ્ધમાં તેઓ પરાજિત થયા અને બિથુર પાછા ફર્યા, ત્યારબાદ તેઓ ગંગાને પાર કરી અવધ પાછા ગયા.[] તાત્યા ટોપેએ બિથુરથી નાના સાહેબના નામે કારભાર ચલાવવાનું શરૂ કર્યું.

૨૭ જૂન ૧૮૫૭ ના દિવસે થયેલા કાનપુરના ઘેરાના તાત્યા ટોપે એક નેતા હતા. ત્યારથી, ૧૬ ઑગસ્ટ, ૧૮૫૭ ના દિવસ સુધી તાત્યાએ કાનપુરમાં સારી રક્ષણાત્મક સ્થિતિ સંભાળી હતી પણ અંતે સર હેનરી હેવલોકની આગેવાની હેઠળના બ્રિટીશ દળ દ્વારા તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. તે પછી, તેમણે ૨૭ નવેમ્બર, ૧૮૫૭ થી ૨૮ નવેમ્બર ૧૮૫૭ દરમિયાન કાનપુરના બીજા યુદ્ધમાં જનરલ ચાર્લ્સ એશ વિન્ડહામને હરાવ્યા. જો કે, સર કોલિન કેમ્પબેલ હેઠળ અંગ્રેજોના પ્રતિક્રિયાત્મક આક્રમણ સમયે થયેલા કાનપુરના ત્રીજા યુદ્ધમાં ટોપે પરાજિત થયા. તાત્યા ટોપે અને અન્ય બળવાખોરોએ ત્યાંથી ભાગીને ઝાંસીની રાણી પાસે આશરો લીધો હતો, જ્યાં તેમણે રાણીને સહાય કરી હતી. []

પાછળથી તાત્યા અને રાવ સાહેબે ઝાંસી પરના અંગ્રેજ હુમલા દરમિયાન ઝાંસીની મદદ કરી અને રાણી લક્ષ્મીબાઈને આક્રમણથી બચાવવામાં સફળતાપૂર્વક મદદ કરી. રાણી લક્ષ્મીબાઈ સાથે મળીને તેઓ પાસેથી નાના સાહેબ પેશ્વાની નેતાગિરી હેઠળ ગ્વાલિયરના કિલ્લાનો તાબો મેળવી તેને હિંદવી સ્વરાજ (સ્વતંત્ર દેશ) જાહેર કર્યો. અંગ્રેજો સામે ગ્વાલિયર હાર્યા પછી, નાના સાહેબના ભત્રીજા, રાવ સાહેબ અને ટોપે રાજપૂતાના ભાગી ગયા. અને પોતાની સાથે જોડાવા માટે ટોંકની સેનાને પ્રેરિત કરવામાં સક્ષમ રહ્યા. તેઓ બુંદી શહેરમાં પ્રવેશ કરી શક્યા નહિ અને તે દક્ષિણ તરફ જશે તેવી ઘોષણા કરવા છતાં તેઓ પશ્ચિમમાં નિમાચ તરફ ગયા. કર્નલ હોમ્સ દ્વારા સંચાલિત બ્રિટીશ ટુકડી રાજપૂતાનામાં તેમનો પીછો કરી રહી હતી. તે અને રાજપૂતાનાના બ્રિટીશ કમાન્ડર, જનરલ અબ્રાહમ રોબર્ટે, તાત્યા સંગાનેર અને ભિલવાડા વચ્ચેની સ્થળે પહોંચ્યા ત્યારે તેમના દળ પર હુમલો કર્યો. ટોપે ફરીથી મેદાનમાંથી ઉદયપુર તરફ ભાગી ગયા અને, ૧૩ ઑગસ્ટના દિવસે હિન્દુ ધર્મસ્થાનની મુલાકાત લીધા પછી, તેણે બનાસ નદી પર પોતાની સેના રોકી. ફરી રોબર્ટ્સના દળો દ્વારા તેઓ પરાજિત થયા અને ટોપે ભાગવામાં સફળ રહ્યા. તેઓ ચંબલ નદીને પાર કરી અને ઝાલાવાડ રાજ્યના ઝાલારપટન શહેરમાં પહોંચ્યા. બ્રિટિશરો દ્વારા ક્રાંતિ ૧૮૫૭ની ક્રાંતિ દબાવી દેવાયા પછી પણ પણ, તાત્યા ટોપેએ જંગલોમાં રહી ગેરિલા લડવૈયા તરીકે પ્રતિકાર ચાલુ રાખ્યો. [] તેમણે રાજ્યના સૈન્યને રાજાની વિરુદ્ધ બળવો કરવા પ્રેરી અને બનાસ નદી પર ગુમાવેલા તોપખાનાઓને પાછો મેળાવ્યો. ત્યારબાદ ટોપે તેની સેનાને ઈંદોર તરફ લઈ જતા હતા, પરંતુ અંગ્રેજોએ જોન મિશેલની આગેવાની હેઠળ તેમનો પીછો કર્યો અને તેઓ સિરોંજ તરફ વધતા હતા. હજી પણ રાવ સાહેબ તેમનીની સાથે હતા અને તેઓએ તેમના સૈન્યને વિભાજિત કરવાનું નક્કી કર્યું જેથી ટોપે ચંદેરી જઈ શકે અને રાવ સાહેબ નાના દળ સાથે, ઝાંસી જઈ શકે. જો કે તેઓ ઓક્ટોબરમાં ફરીથી સથે જોડાયા પણ છોટાઉદેપુરમાં તેમને બીજી હારનો સામનો કરવો પડ્યો. જાન્યુઆરી ૧૮૫૯ સુધીમાં તેઓ જયપુર રાજ્યમાં રહ્યાં હતા અને તેમને વધુ બે પરાજયનો અનુભવ કરવો પડ્યો. ત્યારબાદ ટોપે એકલા પારોનના જંગલોમાં નાસી ગયા. આ સમયે તેઓ નરવરના રાજા માન સિંહ અને તેના ઘરવાળાને મળ્યા અને તેમની સાથે રહેવાનું નક્કી કર્યું. માનસિંહને ગ્વાલિયરના મહારાજા સાથે વિવાદ હતો અને અંગ્રેજોએ તેના જીવનના બદલામાં અને તેમના કુટુંબના રક્ષણ બાંહેધારી આપતા તે શરણે અંગ્રેજોને ગયો. આ પછી ટોપે એકલા હતા.[]

ટોપે તેમની સામે લાદવામાં આવેલા આરોપોને સ્વીકારતા કહ્યું હતું કે તે ફક્ત તેમના સ્વામી પેશવાને જ જવાબદાર છે. શિવપુરીમાં ૧૮ એપ્રિલ ૧૮૫૯ ના દિવસે તેમને ફાંસી આપવામાં આવી.[]

  1. "Tantia Tope". Encyclopædia Britannica. 19 December 2014. મેળવેલ 12 December 2014.
  2. Mahmud, Syed Jafar (1994). Pillars of modern India, 1757-1947. New Delhi: Ashish Pub. House. પૃષ્ઠ 14–15.
  3. Edwardes, Michael (1975) Red Year. London: Sphere Books; pp. 132-34
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Paul 2011.
  5. "Gale - Product Login". galeapps.galegroup.com. મેળવેલ 2019-02-13.
  6. "Jacket and a Lock of Tata Tope's Hair". Museums of India.
  7. Edwardes, Michael (1975) Red Year. London: Sphere Books; pp. 129-35
  8. "Tantia Tope | Indian rebel leader". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2019-02-03.

ગ્રંથસૂચિ

ફેરફાર કરો

પૂરક વાચન

ફેરફાર કરો