તારો
તારો એ તેજસ્વી ઝગમગતાં ગરમ પદાર્થનો ખૂબ મોટો અવકાશી ગોળો છે. તે પદાર્થને પ્લાઝમા કહેવામાં આવે છે. તારાઓ ગુરુત્વાકર્ષણ દ્વારા એક સાથે જકડાયેલાં રહે છે. તેઓ ઉષ્મા અને પ્રકાશ આપે છે કારણ કે તેઓ ખૂબ જ ગરમ છે. એક અંદાજ અનુસાર દેખીતા બ્રહ્માંડમાં ૧૦૨૪ તારાઓ છે, પણ મોટા ભાગનાં પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાતાં નથી.[૧]
તારાઓ ગરમ છે કારણ કે તેમની અંદર પરમાણુ પ્રતિક્રિયાઓ થાય છે અને તે પ્રતિક્રિયાઓને અણુ સંમિશ્રણ કહેવામાં આવે છે. પરમાણુ ફ્યુઝન પ્રકાશ અને ગરમીની સાથે સાથે મોટા-મોટા રાસાયણિક તત્વો બનાવે છે. તારાઓમાં ઘણો હાઇડ્રોજન હોય છે. પરમાણુ ફ્યુઝન હાઇડ્રોજનને હિલીયમમાં બદલી નાખે છે. જ્યારે કોઈ તારો વૃદ્ધ થાય છે, ત્યારે તે હીલિયમને કાર્બન અને ઓક્સિજન જેવા અન્ય મોટા રાસાયણિક તત્વોમાં બદલવાનું શરૂ કરે છે. ફ્યુઝન ઘણી ઉર્જા બનાવે છે. આ ઉર્જા તારાને ખૂબ ગરમ બનાવે છે. તારાઓ તેમનાં દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા પ્રકાશ તરીકે છોડે છે. બાકીના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના અન્ય પ્રકારો તરીકે છોડે છે.[૨]
પૃથ્વીનો સૂર્ય
ફેરફાર કરોપૃથ્વીની સૌથી નજીકનો તારો સૂર્ય છે. સૂર્યની ઉર્જા વનસ્પતિ માટે પ્રકાશ પ્રદાન કરીને પૃથ્વી પરના લગભગ તમામ જીવનને ટેકો આપે છે. વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ નામની પ્રક્રિયામાં પ્રકાશને ઉર્જામાં ફેરવે છે.[૩] સૂર્યની ઉર્જા પૃથ્વી પર હવામાન અને ભેજનું કારણ પણ બને છે.
જ્યારે સૂર્ય નીચે આવે છે ત્યારે આપણે રાતના આકાશમાં અન્ય તારાઓ જોઈ શકીએ છીએ. સૂર્યની જેમ તેઓ મોટે ભાગે હાઇડ્રોજન અને થોડો હિલીયમ વત્તા અન્ય તત્વોથી બનાવવામાં આવે છે. ખગોળશાસ્ત્રીઓ ઘણીવાર તે અન્ય તારાઓની તુલના સૂર્ય સાથે કરે છે. ઉદાહરણ તરીકે તેમના દ્રવ્યમાન સૌર દ્રવ્યમાન (સોલર માસ)માં આપવામાં આવે છે. એક નાનો તારો ૦.૨ સોલર માસનો હોઈ શકે છે, એક મોટો તારો ૦.૪ સોલાર માસનો હોય છે.[૪]
સામાન્ય રીતે કોઈ તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશવર્ષ કે પછી ઍસ્ટ્રોનોમિકલ યુનિટમાં અપાતું હોય છે. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર કે જે અંદાજે ૯.૪૬ ટ્રીલિયન કીલોમીટર છે. તેમાં ઍસ્ટ્રોનોમિકલ યુનિટ (AU) નું મૂલ્ય પૃથ્વી અને સૂર્ય વચ્ચેનાં સરેરાશ અંતર જેટલું હોય છે; તેનું બરાબર મૂલ્ય ૧૪૯,૫૯૭,૮૭૦,૭૦૦ મીટર છે.[૫]
નજીકનો તારો
ફેરફાર કરોપ્રોક્સિમા સેંચ્યુરી એ તારો છે જે આપણા સૂર્યની સૌથી નજીક છે. તે ૩૯.૯ ટ્રિલિયન કીલોમીટર દૂર છે જેનો મતલબ ૪.૨ પ્રકાશવર્ષ દૂર છે. આનો અર્થ એ છે કે આ તારાનો પ્રકાશ પૃથ્વી પર પહોંચવામાં ૪.૨ વર્ષ લે છે.[૬]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ESA - How many stars are there in the Universe?". www.esa.int. મેળવેલ 2019-10-27.
- ↑ "Late stages of evolution for low-mass stars". spiff.rit.edu. મેળવેલ 2019-10-27.
- ↑ Simon A. 2001. The real science behind the X-Files: microbes, meteorites, and mutants. Simon & Schuster. પૃષ્ઠ 25–27. ISBN 0684856182.
- ↑ Forbes, George (1 મે, 2005). History of Astronomy. Check date values in:
|date=
(મદદ) - ↑ Prša, Andrej; Harmanec, Petr; Torres, Guillermo; Mamajek, Eric; Asplund, Martin; Capitaine, Nicole; Christensen-Dalsgaard, Jørgen; Depagne, Éric; Haberreiter, Margit (2016-08-03). "NOMINAL VALUES FOR SELECTED SOLAR AND PLANETARY QUANTITIES: IAU 2015 RESOLUTION B3". The Astronomical Journal. 152 (2): 41. doi:10.3847/0004-6256/152/2/41. ISSN 1538-3881.
- ↑ "NASA's Spitzer and WISE Telescopes Find Close, Cold Neighbor of Sun | NASA". web.archive.org. 2014-04-26. મૂળમાંથી અહીં સંગ્રહિત 2014-04-26. મેળવેલ 2019-10-27.CS1 maint: bot: original URL status unknown (link)