તીર્થ પટ (હિંદી तीर्थ पट) એ ધાર્મિક નકશો છે. શ્વેતાંબર જૈન પંથમાં તીર્થસ્થાનો દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તીર્થ પટએ સામાન્ય નકશાથી અલગ હોય છે અને પ્રમાણમાપ પ્રમાણે હોતો નથી. તીર્થ પટ એ અંતર,ઊંચાઇ અને દિશા દર્શાવતો નથી અને માત્ર જૈન તીર્થ સ્થાનો દર્શાવે છે. જૈન ધર્મમાં એવું માનવામાં આવે છે કે માત્ર તીર્થ પટના દર્શન કરવાથી યાત્રા જેટલું પુણ્ય મળી જાય છે.[][]

પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય, મુંબઈમાં રહેલ તીર્થ પટ

માન્યતા

ફેરફાર કરો

શ્વેતાંબર જૈનોમાં પાંચ સ્થળો યાત્રા માટે મહત્વના છે. આ સ્થળોમાં ગુજરાતમાં શેત્રુંજય અને ગિરનાર, રાજસ્થાનમાં માઉન્ટ આબુ, બિહારમાં સમ્મેત શિખર અને હિમાલયમાં અષ્ટપદનો સમાવેશ થાય છે. જે લોકો યાત્રાએ જઇ શકે તેમ ન હોય તેઓ તીર્થ પટ પર દર્શાવેલ સ્થળોના દર્શન કરીને યાત્રા જેટલું પુણ્ય મેળવી શકે છે. દર વર્ષે (ઓક્ટોબર-નવેમ્બરમાં) જૈન દેરાસરોમાં અથવા નક્કી કરેલ સ્થળોએ તીર્થ પટ દર્શન માટે મૂકવામાં આવે છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Mental pilgrimages". ધ ટ્રિબ્ટુન (ચંદીગઢ). મેળવેલ નવેમ્બર ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  2. "Map of Jain sacred site Shatrunjaya". નેશનલ ગેલેરી ઓફ ઓસ્ટ્રેલિયા. મેળવેલ નવેમ્બર ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)