ધોડીયા બોલી
ધોડીયા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા ધોડીયા જાતિના આદિવાસીઓની બોલી છે. આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષાના પણ એકસરખા હોય છે.
ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, સુરત જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જિલ્લામાં રહેતા ધોડીયા લોકો અંદરોઅંદરના સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે.
ધોડીયા બોલીના કેટલાક શબ્દાર્થો
ફેરફાર કરોગુજરાતી | ધોડિયા |
---|---|
મારું | માણા |
તારું | તુણા |
કેમ છે | કોહાંક આય |
સારું છે | હાજાં આય |
છોકરો | પોહો |
છોકરી | પોહી |
પિતા | બાહ |
માતા | આઇડી, આયા |
બેન | બણી |
ભાઈ | ભાયા |
ઢોર | ડોબાં |
દાદા | ઘડો બાહ |
હું આવું છું | મેં આવે તાંય |
વાઘ | ખડિયાં |
બનેવી | ભાવડ |
ખાધુ કે | ખાધાં કાહે |
ભાઈ | ભાહ |
ક્યાં જાવો છો? | કેધે ચાલનો? |
આ પણ જુઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |