ધ્રોળ રજવાડું

ભૂતપૂર્વ રજવાડું
(ધ્રોલ રજવાડું થી અહીં વાળેલું)

ધ્રોળ રજવાડું બ્રિટિશ રાજ દરમિયાન ચારે બાજુથી અન્ય રાજ્યોથી ઘેરાયેલ એવું ભારતનું એક રજવાડું હતું.

ધ્રોળ સ્ટેટ
ધ્રોળ રજવાડું
રજવાડું of બ્રિટિશ ભારત
૧૫૯૫–૧૯૪૮

ધ્રોળ રિયાસતનું સૌરાષ્ટ્રમાં સ્થાન
વિસ્તાર 
• ૧૯૦૧
732 km2 (283 sq mi)
વસ્તી 
• ૧૯૦૧
21906
ઇતિહાસ 
• સ્થાપના
૧૫૯૫
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પછી
ભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link)

ઐતિહાસિક એવા કાઠિયાવાડના હાલાર વિસ્તારનું ધ્રોળ શહેર તેનું પાટનગર હતું. ધ્રોળ સ્ટેટ બોમ્બે પ્રેસિડેન્સીની પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીનું ભાગ હતું.[] ધ્રોળ રજવાડાના કુટુંબ અને સ્થાપકના ગામો ધ્રોળ ભાયાત તરીકે ઓળખાતા હતા.[]

ધ્રોળ રજવાડાની સ્થાપના ૧૫૯૫માં નવાનગર સ્ટેટના સ્થાપક જામ રાવલના ભાઇ જામ હરધોલજીએ કરી હતી.[] રાજવી કુટુંબ જાડેજા વંશના સૌથી અગ્રણી શાખાના રાજપૂતો હતા, જેઓ શ્રીકૃષ્ણના વંશજ હોવાનો દાવો કરતા હતા.

૧૮૦૭માં ધ્રોળ રજવાડું બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. ૧૮૯૯-૧૯૦૦માં પડેલા દુષ્કાળથી રાજ્યની વસતી ૧૮૯૧માં ૨૭,૦૦૭ થી ૧૯૦૧માં ઘટીને ૨૧,૯૦૬ થઇ ગઇ હતી. ૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ રાજ્યના છેલ્લા શાસક ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી દિપસિંહજીએ ભારતમાં ભળી જવા માટેની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.[]

રાજ્યના શાસકોને 'ઠાકોર સાહેબ' બિરુદ મળેલું. તેમને ૯ તોપોની સલામીનો હક્ક મળેલો.[]

ઠાકોર સાહેબો
શાસન નામ જન્મ અવસાન
૧૫૯૫ - ... હરધોલજી
... - ... જસોજી હરધોલજી
... - ... બામણીયાનજી જસોજી
... - ... ધોલજી બામણીયાજી પ્રથમ
... - ૧૬૪૪ મોડજી હરધોલજી
૧૬૪૪ - ૧૭૦૬ કલાજી પ્રથમ પંચાણજી
૧૭૦૬ - ૧૭૧૨ જુણાજી પ્રથમ કાલોજી
૧૭૧૨ - ૧૭૧૫ ખેતોજી જુણાજી
૧૭૧૫ - ૧૭૧૬ કલોજી દ્વિતિય ખેતોજી ૧૭૧૬
૧૭૧૬ - ૧૭૬૦ વાઘજી ખેતોજી
૧૭૬૦ - ૧૭૮૧ જયસિંહજી પ્રથમ વાઘજી
૧૭૮૧ - ૧૭૮૯ જુણાજી દ્વિતિય જયસિંહજી
૧૭૮૯ - ... નાથોજી જુણાજી
... - ૧૮૦૩ મોડજી નાથોજી
૧૮૦૩- ૧૮૪૪ ભૂપતસિંહજી મોડજી ૧૮૨૪ ૧૮૮૬
૧૮૪૫- ૧૮૮૬ જયસિંહજી (જેસંગજી) દ્વિતિય ભૂપતસિંહજી ૧૮૪૬ ૧૯..
૨૬ ઓક્ટોબર ૧૮૮૬ – ૩૧ જુલાઇ ૧૯૧૪ હરિસિંહજી જયસિંહજી
૨ સપ્ટેમ્બર ૧૯૧૪ – ૩૧ ઓગસ્ટ ૧૯૩૭ દૌલતસિંહજી હરિસિંહજી ૧૮૬૪ ૧૯૩૭
૩૧ ઓગસ્ટ ૧૯૩૭ - ૧૯૩૯ જોરાવરસિંહજી દિપસિંહજી ૧૯૧૦ ૧૯૩૯
૧૦ ઓક્ટોબર ૧૯૩૯ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ચંદ્રસિંહજી દિપસિંહજી ૧૯૧૨ ...

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Dhrol State - Princely State (9 gun salute)". મૂળ માંથી 2018-05-28 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-22.
  2. [Yaduvansh prakash.book]
  3. Imperial Gazetteer of India, v. 11, p. 335.
  4. Princely States of India
  5. Rajput Provinces of India - Dhrol State (Princely State)