ધ્રોળ રજવાડું
ધ્રોળ રજવાડું બ્રિટિશ રાજ દરમિયાન ચારે બાજુથી અન્ય રાજ્યોથી ઘેરાયેલ એવું ભારતનું એક રજવાડું હતું.
ધ્રોળ સ્ટેટ ધ્રોળ રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૫૯૫–૧૯૪૮ | |||||||
ધ્રોળ રિયાસતનું સૌરાષ્ટ્રમાં સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૦૧ | 732 km2 (283 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૦૧ | 21906 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૫૯૫ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
ઐતિહાસિક એવા કાઠિયાવાડના હાલાર વિસ્તારનું ધ્રોળ શહેર તેનું પાટનગર હતું. ધ્રોળ સ્ટેટ બોમ્બે પ્રેસિડેન્સીની પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીનું ભાગ હતું.[૧] ધ્રોળ રજવાડાના કુટુંબ અને સ્થાપકના ગામો ધ્રોળ ભાયાત તરીકે ઓળખાતા હતા.[૨]
ઇતિહાસ
ફેરફાર કરોધ્રોળ રજવાડાની સ્થાપના ૧૫૯૫માં નવાનગર સ્ટેટના સ્થાપક જામ રાવલના ભાઇ જામ હરધોલજીએ કરી હતી.[૩] રાજવી કુટુંબ જાડેજા વંશના સૌથી અગ્રણી શાખાના રાજપૂતો હતા, જેઓ શ્રીકૃષ્ણના વંશજ હોવાનો દાવો કરતા હતા.
૧૮૦૭માં ધ્રોળ રજવાડું બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. ૧૮૯૯-૧૯૦૦માં પડેલા દુષ્કાળથી રાજ્યની વસતી ૧૮૯૧માં ૨૭,૦૦૭ થી ૧૯૦૧માં ઘટીને ૨૧,૯૦૬ થઇ ગઇ હતી. ૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ રાજ્યના છેલ્લા શાસક ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી દિપસિંહજીએ ભારતમાં ભળી જવા માટેની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.[૪]
શાસકો
ફેરફાર કરોરાજ્યના શાસકોને 'ઠાકોર સાહેબ' બિરુદ મળેલું. તેમને ૯ તોપોની સલામીનો હક્ક મળેલો.[૫]
શાસન | નામ | જન્મ | અવસાન |
---|---|---|---|
૧૫૯૫ - ... | હરધોલજી | ||
... - ... | જસોજી હરધોલજી | ||
... - ... | બામણીયાનજી જસોજી | ||
... - ... | ધોલજી બામણીયાજી પ્રથમ | ||
... - ૧૬૪૪ | મોડજી હરધોલજી | ||
૧૬૪૪ - ૧૭૦૬ | કલાજી પ્રથમ પંચાણજી | ||
૧૭૦૬ - ૧૭૧૨ | જુણાજી પ્રથમ કાલોજી | ||
૧૭૧૨ - ૧૭૧૫ | ખેતોજી જુણાજી | ||
૧૭૧૫ - ૧૭૧૬ | કલોજી દ્વિતિય ખેતોજી | ૧૭૧૬ | |
૧૭૧૬ - ૧૭૬૦ | વાઘજી ખેતોજી | ||
૧૭૬૦ - ૧૭૮૧ | જયસિંહજી પ્રથમ વાઘજી | ||
૧૭૮૧ - ૧૭૮૯ | જુણાજી દ્વિતિય જયસિંહજી | ||
૧૭૮૯ - ... | નાથોજી જુણાજી | ||
... - ૧૮૦૩ | મોડજી નાથોજી | ||
૧૮૦૩- ૧૮૪૪ | ભૂપતસિંહજી મોડજી | ૧૮૨૪ | ૧૮૮૬ |
૧૮૪૫- ૧૮૮૬ | જયસિંહજી (જેસંગજી) દ્વિતિય ભૂપતસિંહજી | ૧૮૪૬ | ૧૯.. |
૨૬ ઓક્ટોબર ૧૮૮૬ – ૩૧ જુલાઇ ૧૯૧૪ | હરિસિંહજી જયસિંહજી | ||
૨ સપ્ટેમ્બર ૧૯૧૪ – ૩૧ ઓગસ્ટ ૧૯૩૭ | દૌલતસિંહજી હરિસિંહજી | ૧૮૬૪ | ૧૯૩૭ |
૩૧ ઓગસ્ટ ૧૯૩૭ - ૧૯૩૯ | જોરાવરસિંહજી દિપસિંહજી | ૧૯૧૦ | ૧૯૩૯ |
૧૦ ઓક્ટોબર ૧૯૩૯ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ | ચંદ્રસિંહજી દિપસિંહજી | ૧૯૧૨ | ... |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Dhrol State - Princely State (9 gun salute)". મૂળ માંથી 2018-05-28 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-22.
- ↑ [Yaduvansh prakash.book]
- ↑ Imperial Gazetteer of India, v. 11, p. 335.
- ↑ Princely States of India
- ↑ Rajput Provinces of India - Dhrol State (Princely State)