નાનાજી દેશમુખ
ચંડીકાદાસ અમ્રુતરાવ દેશમુખ કે જે નાનાજી દેશમુખના નામે જાણીતા હતાં તેઓ એક સમાજસેવક અને રાજકારણી હતા. તેઓ ભારતીય જનસંઘના સક્રીય કાર્યકાર ઉપરાંત લોકસભા અને રાજ્યસભાના સભ્ય હતાં.
ભારત રત્ન રાષ્ટ્ર ઋષી નાનાજી દેશમુખ | |
---|---|
![]() Nanaji Deshmukh on a 2017 stamp of India | |
સંસદીય સભ્ય, લોક સભા | |
પદ પર ૧૯૭૭ – ૧૯૭૯[૧] | |
પુરોગામી | ચંદ્રભાણ મણી તિવારી |
અનુગામી | ચંદ્રભાણ મણી તિવારી |
બેઠક | બલરામપુર, ઉત્તર પ્રદેશ |
Member of Parliament, રાજ્ય સભા | |
પદ પર ૧૯૯૯ – ૨૦૦૫ | |
બેઠક | નિયુક્ત |
અંગત વિગતો | |
જન્મ | ચંડીકાદાસ અમ્રુતરાવ દેશમુખ 11 October 1916 કડોલી, પરભણી જિલ્લો, હૈદરાબાદ રાજ્ય બ્રીટીશ ભારત (Present day: કડોલી, હિંગોલી જીલ્લો, મહારાષ્ટ્ર, ભારત ગણરાજ્ય) |
મૃત્યુ | 27 February 2010 ચિત્રકૂટ, સતના જીલ્લો, મધ્ય પ્રદેશ, [ભારત]] | (ઉંમર 93)
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનસંઘ |
માતૃ શિક્ષણસંસ્થા | BITS પિલાની |
પુરસ્કારો | ![]() ![]() |
બાળપણ અને શિક્ષણફેરફાર કરો
નાનાજીનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૧૬ના રોજ મહારાષ્ટ્રના હીંગોલી જીલ્લાના કંડોલી ગામમાં એક મરાઠીભાષી કુટુંબમાં થયો હતો. તેમને શાળાકીય શિક્ષણ સીકર અને કોલેજનું શિક્ષણ બીરલા કોલેજ ( હાલની બીટસ ,પિલાની)માં લીધુ હતું. કોલેજનું શિક્ષણ સમાપ્ત કરીને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઇને ઉત્તર્ પ્રદેશનાં ગોરખપુર જીલ્લામાં પુર્ણ સમયના પ્રચારક નિયુક્ત થયા હતાં.
સંઘપ્રચારક તરીકેની કારકિર્દીફેરફાર કરો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો.હેડગેવાર સાથેના નિકટના સંબધોને કારણે નાની ઉંમરથી દેશસેવા અને સમાજસેવામાં રસ ધરાવતા હતાં. ૧૯૪૦માં પોતાનો કોલેજનો અભ્યાસ પુરો કરીને ઉત્તર પ્રદેશના ગોરખપુર જીલ્લામાં પ્રચારક બનીને સમાજસેવાનું અને સંઘનું પ્રચાર કાર્ય શરુ કર્યુ હતું. નાનાજી અને અન્ય સ્વયંસેવક ના પ્રયાસોથી ગોરખપુર જીલ્લામાં ૨૫૦થી પણ વધારે શાખાઓ ખોલી હતી આ ઉપરાંત સૌપ્રથમ સરસ્વતી શિશુ મંદીરની પણ તેમણે સ્થાપના કરી હતી. ૧૯૪૭ બાદ તેઓ સંઘના મુખપત્ર "રાષ્ટ્ર્ધર્મ" અને "પાંચજન્ય"જેવા સામયિકોમાં મેનેજીંગ તંત્રીની નિમણુંક પામ્યા હતાં.
રાજકીય કારકિર્દીફેરફાર કરો
૧૯૫૧માં ભારતીય જનસંઘની સ્થાપના બાદ નાનાજીની ઉત્તર પ્રદેશના રાજ્ય મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ૧૯૬૭ની વિધાનસભાની ચૂંટણી બાદ નાનાજીના પ્રયત્નોથી જનસંઘ ડો.રામ મનોહર લોહીયાની આગેવાની હેઠળ રાજ્યની સૌપ્રથમ બિનકોંગ્રેસી સંયુક્ત વિધાયક દળની સરકાર બનાવવામાં સફળ રહી હતી. ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં નાનાજી નવનિર્મિત જનતા પક્ષના નેજા હેઠળ બલરામપુર મતવિસ્તારમાંથી સૌપ્રથમ વખતે સંસદ સભ્ય ચૂંટાયા હતાં. ૧૯૯૯માં તત્કાલીન રાષ્ટ્રીય જનતાત્રીંક જોડાણની સરકારે તેમને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતાં.
સમાજસેવાફેરફાર કરો
નાનાજી ૧૯૮૦ની સાલમાં સક્રિય રાજકારણમાંથી નિવ્રુત્તી લઈને પુર્ણ સમય માટે સમાજસેવાના કાર્યમાં જોડાયા હતાં. નાનાજીએ ક્રુષી,કુટીર ઉદ્યોગ,આરોગ્ય અને ગ્રામિણ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પોતાનુ યોગદાન આપ્યુ હતું. સમાજસેવાના ભાગ રુપે તેઓ 'મંથન'સામયિકનું પ્રકાશન કરતા હતાં. નાનાજી દ્વારા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના ૫૦૦ જેટલા ગામોમાં સામાજીક ઘડતરનું કાર્ય કર્યુ હતું. નાનાજીએ ચિત્રકૂટ માં ચિત્રકૂટ ગ્રામોદય વિદ્યાલયની સ્થાપના કરી હતી. આ ઉપરાંત બૂંદેલખંડ વિસ્તારનાં ૧૫૦થી વધારે ગામડાઓમાં એકાત્મ માનવવાદનો પ્રચાર કર્યો હતો. સમાજસેવા ના આ પ્રયાસો બદલ ભારત સરકાર ધ્વારા ૧૯૯૯માં પદ્મ વિભૂષણ અને ૨૦૧૯માં દેશનો સર્વોચ્ય ભારત રત્નનો ઇલ્કાબ મરણોત્તર આપવામાં આવ્યો હતો.
મૃત્યુફેરફાર કરો
નાનાજીનું મૃત્યુ ૨૭મી ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ ચિત્રકૂટ ખાતે થયુ હતું. તેમનાં અંતિમ સંસ્કાર તેઓની ઇચ્છા અનુસાર દેહદાન કરીને કરવામાં આવી હતી.
સંદર્ભફેરફાર કરો
- ↑ Lok Sabha condoles Nanaji Deshmukh's death. The Hindustantimes. મેળવેલ 10 March 2010.