નિનાઈ (હિંદી: नीनाई; અંગ્રેજી: Ninai Fallsધોધ ભારત દેશના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આવેલા ડેડિયાપાડા તાલુકામાં આવેલ છે.

નિનાઈ ધોધ
નિનાઈ ધોધ is located in ગુજરાત
નિનાઈ ધોધ
નિનાઈ ધોધ
સ્થાનસગાઈ, નર્મદા જિલ્લો, ગુજરાત, ભારત
અક્ષાંસ-રેખાંશ21°40′0″N 73°49′20″E / 21.66667°N 73.82222°E / 21.66667; 73.82222
કુલ ઉંચાઇ30 feet (9.1 m)
નદીનર્મદા નદીની ઉપશાખા

ભૂગોળ ફેરફાર કરો

શીશા ગામ નજીક આવેલ નિનાઈ ધોધ ખાતે રાજ્ય ધોરી માર્ગ નં. ૧૬૩ પર ડેડિયાપાડા-માલસામોટ વચ્ચે આવેલ કોકટી ગામથી ચાર કિલોમીટર જેટલા કાચા માર્ગ દ્વારા પહોંચી શકાય છે. આ સ્થળ ડેડિયાપાડા થી આશરે ૩૫ કિલોમીટર જેટલા અંતરે તેમ જ સુરત થી આશરે ૧૪૩ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ ૧૨૫ કિલોમીટર જેટલું દૂર છે અને નજીકનું વિમાનમથક સુરત ખાતે આવેલ છે. [૧][૨]

ધોધ ફેરફાર કરો

નિનાઈ ધોધ ૩૦ ફુટ કરતાં વધુ ઊંચાઈ પરથી પડે છે.

ભૌગોલિક મહત્વ ફેરફાર કરો

નિનાઈ ધોધની આસપાસ અત્યંત સુંદર દૃશ્ય જોવા મળે છે[૩]. આ સ્થળ ડેડીયાપાડાના રમણીય જંગલોમાં શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યના સુરક્ષિત વિસ્તારમાં આવે છે.

પર્યાવરણીય પ્રવાસન યોજના ફેરફાર કરો

નર્મદા જિલ્લાના સમાહર્તા કાર્યાલય (કલેક્ટર ઓફિસ) તરફથી સરદાર સરોવર બંધ અને તેની આસપાસના આદિવાસી પ્રદેશમાં જોવાલાયક સ્થળોને પર્યાવરણીય પ્રવાસન સ્થંળો તરીકે પ્રસિદ્ધ કરવાની યોજના દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજનામાં નિનાઈ ધોધ અથવા નિનાઈઘાટનો પણ સમાવેશ થાય છે.[૪]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. "Gujarat Tourism". મૂળ માંથી 2011-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-06.
  2. "Baroda Tourism". મૂળ માંથી 2013-11-05 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-06.
  3. "ગુજરાતમાં એક દિવસ ફરવાની મઝા માણવી હોય તો આ છે ઉત્તમ ધોધ". સંદેશ સમાચારપત્ર. ૨૬ ઓગસ્ટ ૨૦૧૬. મેળવેલ ૫ જુન ૨૦૧૮. Check date values in: |access-date= (મદદ)
  4. "Eco Tourism". મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-06-06.