નર્મદા જિલ્લો

ગુજરાતનો જિલ્લો

નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો વહિવટી જિલ્લો છે. આ જિલ્લાનું વડુ મથક રાજપીપળા છે.

નર્મદા
ગુજરાતમાં નર્મદા જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં નર્મદા જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 21°52′14″N 73°30′10″E / 21.87056°N 73.50278°E / 21.87056; 73.50278
દેશ ભારત
રાજ્યગુજરાત
રચના૨ ઓક્ટોબર ૧૯૯૭
વિસ્તાર
 • કુલ૨,૭૫૫ km2 (૧૦૬૪ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫,૯૦,૨૯૭
 • ગીચતા૨૧૦/km2 (૫૫૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીજીજે-૨૨
વેબસાઇટnarmada.nic.in
મધ્ય ગુજરાતના જિલ્લાઓ

નર્મદા જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૭૫૫ ચો. કિ.મી. છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે.

અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત આ જિલ્લાની બીજી મહત્વની કરજણ નદી પર પણ મોટો બંધ બાંધવામાં આવેલો છે.

આ જિલ્લાની રચના ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોડ, ડેડીયાપાડા અને સાગબારા દ્વારા નવો નર્મદા જિલ્લો રચવામાં આવ્યો હતો.[]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે નર્મદા જિલ્લાની વસ્તી ૫,૯૦,૩૭૯ વ્યક્તિઓની છે.[]૨૦૧૧માં વસ્તીના ૧૦.૪૪% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા.[]

નર્મદા જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ત્રીજા ક્રમે ડાંગ અને પોરબંદર જિલ્લાઓ પછી આવે છે.[]

આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે.

તાલુકાઓ

ફેરફાર કરો

જોવાલાયક સ્થળો

ફેરફાર કરો

રાજકારણ

ફેરફાર કરો

વિધાન સભા બેઠકો

ફેરફાર કરો
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૪૮ નાંદોદ (ST) ડો. દર્શના દેશમુખ (વસાવા) ભાજપ
૧૪૯ ડેડિયાપાડા (ST) ચૈતારભાઇ વસાવા આપ
  1. "About District". Narmada District Panchayat. મૂળ માંથી 2014-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-01.
  2. ૨.૦ ૨.૧ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-01.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો