નીલમ સંજીવ રેડ્ડી

ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ
(નિલમ સંજીવ રેડ્ડી થી અહીં વાળેલું)

નીલમ સંજીવ રેડ્ડી (૧૯ મે ૧૯૧૩ – ૧ જૂન ૧૯૯૬) પૂર્વ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્યસેનાની હતા. આઝાદી બાદ તેઓ આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત, બે વાર લોકસભાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી બન્યા હતા.[૨]

નીલમ સંજીવ રેડ્ડી
૬ઠ્ઠા ભારતના રાષ્ટ્રપતિ
પદ પર
૨૫ જુલાઈ ૧૯૭૭ – ૨૫ જુલાઈ ૧૯૮૨
પ્રધાન મંત્રીમોરારજી દેસાઈ
ચરણ સિંઘ
ઈન્દિરા ગાંધી
ઉપ રાષ્ટ્રપતિબી. ડી. જત્તી
મોહમ્મદ હિદાયતુલ્લા
પુરોગામીબી. ડી. જત્તી(કાર્યકારી)
અનુગામીઝૈલસિંઘ
૪થા લોકસભાના અધ્યક્ષ
પદ પર
૧૭ માર્ચ ૧૯૬૭ – ૧૯ જુલાઈ ૧૯૬૯
ડેપ્યુટીઆર. કે. ખાંડીકર
પુરોગામીસરદાર હુકમ સિંઘ
અનુગામીગુરુદયાલ સિંઘ ધિલ્લોન
પદ પર
૨૬ માર્ચ ૧૯૭૭ – ૧૩ જુલાઈ ૧૯૭૭
ડેપ્યુટીગોદેય મુરારી
પુરોગામીબાલી રામ ભગત
અનુગામીકે. એસ. હેગડે
આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી
પદ પર
૧૨ માર્ચ ૧૯૬૨ – ૨૦ ફેબ્રુઆરી ૧૯૬૪
ગવર્નરભીમસેન સાચર
સત્યવંત શ્રીનાગેશ
પુરોગામીદામોદરમ સંજીવાય્યા
અનુગામીકે. બ્રહ્માનંદ રેડ્ડી
પદ પર
૧ નવેમ્બર ૧૯૫૬ – ૧૧ જાન્યુઆરી ૧૯૬૦
ગવર્નરચંદુલાલ માધવલાલ ત્રિવેદી
ભીમસેન સાચર
અનુગામીદામોદરમ સંજીવાય્યા
ગૂટ નિરપેક્ષ આંદોલનના મહાસચિવ
પદ પર
૭ માર્ચ ૧૯૮૨ – ૧૧ માર્ચ ૧૯૮૩
પુરોગામીફકરુદ્દીન અલી અહેમદ
અનુગામીજ્ઞાની જૈલ સિંઘ
અંગત વિગતો
જન્મ૧૯ મે ૧૯૧૩
અનંતપુર જિલ્લો, આંધ્ર પ્રદેશ, ભારત
મૃત્યુ1 June 1996(1996-06-01) (ઉંમર 83)
બેંગ્લોર, કર્ણાટક, ભારત
રાજકીય પક્ષજનતા પક્ષ (૧૯૭૭થી)
અન્ય રાજકીય
જોડાણો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૧૯૭૭ પહેલાં)
જીવનસાથીનીલમ નાગારત્નમ્મા
માતૃ શિક્ષણસંસ્થામદ્રાસ યુનિવર્સિટી
ધર્મહિંદુ[૧]

પ્રારંભિક જીવન ફેરફાર કરો

રેડ્ડીનો જન્મ ૧૯ મે ૧૯૧૩ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્યના અનંતપુર જિલ્લાના ઈલ્લુર ગામે એક તેલુગુ ભાષી હિંદુ પરિવારમાં થયો હતો.[૩][૪][૫]તેઓનું પ્રારંભિક શિક્ષણ થિઓસોફિકલ હાઈસ્કૂલ (મદ્રાસ)માં થયું હતું. ત્યારબાદ સ્નાતક અભ્યાસક્રમ માટે મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન અનંતપુર ગવર્મેન્ટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.[૬] ૧૯૫૮માં શ્રી વેંકટેશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેમના પ્રદાન બદલ માનદ ડૉક્ટર ઓફ લો ની પદવી એનાયત કરવામાં આવી હતી.[૭][૮]

સ્વાતંત્ર્ય ચળવળમાં ભૂમિકા ફેરફાર કરો

૧૯૨૯માં મહાત્મા ગાંધીની અનંતપુર જિલ્લાની મુલાકાત બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા અને ૧૯૩૧માં કોલેજનો અભ્યાસ અધૂરો છોડી ચળવળમાં સક્રીય બન્યા. તેઓ યુવા મોર્ચા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા અને વિદ્યાર્થી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ૧૯૩૮માં આંધ્ર પ્રદેશ પ્રાંતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા અને એક દશક સુધી આ પદ પર રહ્યા. ભારત છોડો આંદોલન દરમિયાન તેમણે જેલવાસ ભોગવ્યો હતો.[૯][૧૦]

રાજકીય કારકિર્દી ફેરફાર કરો

૧૯૪૬માં મદ્રાસ વિધાનસભામાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કોંગ્રેસ વિધાયક દળના સચિવ બન્યા.[૧૧]તેઓ મદ્રાસથી સંવિધાન સભાના સભ્ય પણ રહ્યા હતા.[૧૨][૧૩]એપ્રિલ ૧૯૪૯થી એપ્રિલ ૧૯૫૧ દરમિયાન તેઓ મદ્રાસ રાજ્યના નશાબંધી અને આબકારી તેમજ વન વિભાગના મંત્રી હતા.[૧૪]૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ૧૯૫૬-૬૦ અને ૧૯૬૨-૬૪ના સમયગાળામાં તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. આ દરમિયાન જ ૧૯૬૦-૬૨ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. ૧૯૬૪-૬૭ દરમિયાન લોકસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કેન્દ્રીય મંત્રી બન્યા. જેમાં તેમણે ખાણ-ખનીજ, પોલાદ, વાહનવ્યવહાર, વિમાન તેમજ પર્યટન ખાતાના મંત્રી તરીકે સેવાઓ આપી. ૧૯૬૯માં તેઓ પ્રથમ વાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા પરંતુ તેમાં તેમની હાર થઈ હતી. ૧૯૭૭માં તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સફળ રહ્યા હતા અને ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા હતા.[૧૫]

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી (૧૯૫૬-૬૦, ૧૯૬૨-૬૪) ફેરફાર કરો

૧૯૫૧માં એન. જી. રંગાને હરાવીને તેઓ આંધ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા હતા.[૧૬][૧૭]૧૯૫૩માં આંધ્ર રાજ્યની સ્થાપના થઈ ત્યારે ટી. પ્રકાશમ રાજ્યના મુખ્યમંત્રી અને નીલમ સંજીવ રેડ્ડી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.[૧૮]બાદમાં તેલંગાણાના વિસ્તારને ભેળવી જ્યારે આંધ્ર પ્રદેશ રાજ્ય બનાવવામાં આવ્યું ત્યારે તેઓ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.[૧૯]તેમનો કાર્યકાળ ૧ નવેમ્બર ૧૯૫૬ થી ૧૧ જાન્યુઆરી ૧૯૬૦ સુધીનો રહ્યો હતો.[૨૦]૧૨ માર્ચ ૧૯૬૨ થી ૨૦ ફેબ્રુઆરી ૧૯૬૪ના સમયગાળામાં તેઓ બીજી વાર મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા.[૨૧]મુખ્યમંત્રી પદ દરમિયાન રેડ્ડી ક્રમશઃ શ્રી કલાહસ્તી અને ધોન વિધાનસભા મતવિસ્તારના પ્રતિનિધિ તરીકે ધારાસભામાં ચૂંટાયા હતા.[૨૨][૨૩][૨૪]નાગાર્જુન સાગર બંધ અને શ્રીશૈલમ બંધ જેવી બહુહેતુક પરિયોજનાઓ તેમના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી.[૨૫]આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા રેડ્ડીના માનમાં શ્રીશૈલમ બંધ પરિયોજનાને નીલમ સંજીવ રેડ્ડી સાગર નામ આપવામાં આવ્યું છે..[૨૬]

કોંગ્રેસ અધ્યક્ષ (૧૯૬૦-૬૨) અને કેન્દ્રીય મંત્રી (૧૯૬૪-૬૭) ફેરફાર કરો

તેઓ ૧૯૬૦ થી ૧૯૬૨ દરમિયાન બેંગ્લોર, ભાવનગર અને પણજી ખાતે આયોજીત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનોમાં અધ્યક્ષ તરીકે ત્રણ વાર રહ્યા હતા.[૧૧]૧૯૬૨ના ગોવા ખાતેના અધિવેશનમાં તેઓએ ભારત-ચીન યુદ્ધ સમાપ્ત કરવાના સંકલ્પની અને ગોવાની મુક્તિની માંગને સુદૃઢ કરવાનીઘોષણા કરી હતી.[૨૭][૨૮]જૂન ૧૯૬૪માં તેઓ લાલબહાદુર શાસ્રી સરકારમાં ખાણ અને ખનીજ મંત્રી તરીકે નિયુક્ત થયા હતા. ૧૯૬૬-૬૭માં ઈન્દિરા ગાંધી સરકારમાં તેઓએ વાહનવ્યવહાર, વિમાન તેમજ પર્યટન ખાતાના મંત્રી તરીકે સેવાઓ આપી હતી.[૧૪][૨૯]

લોકસભાના સ્પીકર (૧૯૬૭-૬૯) ફેરફાર કરો

૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં તેઓ આંધ્ર પ્રદેશના હિંદપુર સંસદીય મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા.[૩૦]૧૭ માર્ચ ૧૯૬૭ના રોજ તેઓ ચોથી લોકસભાના અધ્યક્ષ (સ્પીકર) બન્યા હતા.[૩૧]અધ્યક્ષ પદની સ્વતંત્રતા પર ભાર મૂકવા તેમણે કોંગ્રેસ પક્ષના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.[૩૨][૩૩]અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જ સદનમાં સૌ પ્રથમ વાર અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.[૧૪]અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.[૧૪]સંસદમાં સ્પીકર તરીકેની તેમની ભૂમિકાને તેમણે સંસદના ચોકીદાર તરીકે વર્ણવી છે.[૩૪]

ભારતના રાષ્ટ્રપતિ ફેરફાર કરો

 
રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીની ૧૯૮૦ થી ૧૯૮૨ દરમિયાનની રશિયા, બલ્ગેરિયા, કેન્યા, ઝામ્બીયા, યુ.કે., આયર્લેન્ડ, ઈન્ડૉનેશિયા, નેપાળ, શ્રીલંકા અને યુગોસ્લોવેકિયાની વિદેશયાત્રાઓ.

૨૧ જુલાઈ ૧૯૭૭ના રોજ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને ૨૫ જુલાઈ ૧૯૭૭ના રોજ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંઘ અને ઇન્દિરા ગાંધીની સરકારો સાથે કામ કર્યું હતું.[૩૫]ભારતની આઝાદીની ૩૦મી વર્ષગાંઠની પૂર્વસંધ્યા પર તેમણે ભારતની ગરીબ જનતા સાથે એકાત્મતા પ્રદર્શિત કરતાં રાષ્ટ્રપતિભવનમાંથી એક સામાન્ય આવાસમાં રહેવાની અને પોતાના વેતનમાં ૭૦ પ્રતિશત કપાતની ઘોષણા કરી હતી.[૩૬][૩૭]

અવસાન ફેરફાર કરો

૧૯૯૬માં ૮૩ વર્ષની ઉંમરે ન્યૂમોનિયાના કારણે બેંગ્લોર ખાતે તેમનું અવસાન થયું હતું.[૩૮]

લેખન ફેરફાર કરો

  • ૧૯૮૯ વિધાઉટ ફીઅર ઓર ફેવર : રીમેન્સીઝ ઍન્ડ રિફ્લેક્શન્સ ઓફ અ પ્રેસિડેન્ટ [૩૯]

સન્માન ફેરફાર કરો

  • ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી છે.[૪૦]

સંદર્ભો ફેરફાર કરો

  1. "Reddys to piggyback on Kapus". Deccan Chronicle. 17 મે 2013. મૂળ માંથી 10 ડિસેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 10 ડિસેમ્બર 2014.
  2. "Speech by the President of India, Shri Pranab Mukherjee at the concluding function of the centenary celebrations of the former President of India, Dr.Neelam Sanjeeva Reddy". Press Information Bureau, Government of India. મૂળ સંગ્રહિત માંથી 4 મે 2014 પર સંગ્રહિત. મેળવેલ 4 મે 2014.
  3. Kalyani Shankar (1 January 2007). India & the United States: Politics of the Sixties. Macmillan India. પૃષ્ઠ 150–. ISBN 978-0-230-63375-9.
  4. "Former Speakers – N Sanjiva Reddy". The Office of the Speaker, Lok Sabha. મૂળ સંગ્રહિત માંથી 8 મે 2012 પર સંગ્રહિત. મેળવેલ 20 મે 2013.
  5. "Illur gets set for Neelam Sanjeeva Reddy fete". Deccan Chronicle. 1 જૂન 2013. મૂળ માંથી 4 મે 2014 પર સંગ્રહિત. મેળવેલ 4 મે 2014.
  6. "Take a bow to the 'grand old lady'". The Hindu. 5 ફેબ્રુઆરી 2011. મૂળ સંગ્રહિત માંથી 29 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 19 નવેમ્બર 2012.
  7. "SVU for Sanjeeva Reddy's statue in Parliament". The Hindu. 20 મે 2013. મૂળ સંગ્રહિત માંથી 29 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 19 નવેમ્બર 2014.
  8. "About SVU Alumni Association". Sri Venkateswara University Alumni Association. મૂળ માંથી 29 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 19 નવેમ્બર 2014.
  9. Dubey, Scharada (2009). First among equals President of India. Westland. પૃષ્ઠ 61–. ISBN 978-81-89975-53-1.[હંમેશ માટે મૃત કડી]
  10. Prakash Chander (1 જાન્યુઆરી 2003). India: Past and Present. APH Publishing. પૃષ્ઠ 283–. ISBN 978-81-7648-455-8. મૂળ સંગ્રહિત માંથી 26 ઓગસ્ટ 2017 પર સંગ્રહિત.
  11. ૧૧.૦ ૧૧.૧ "Past Presidents – N. Sanjiva Reddy". Indian National Congress. મૂળ માંથી 29 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 9 નવેમ્બર 2014.
  12. "LIST OF MEMBERS OF THE CONSTITUENT ASSEMBLY (AS IN NOVEMBER, 1949)". Parliament of India. મૂળ સંગ્રહિત માંથી 9 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 22 નવેમ્બર 2014.
  13. "Contribution of K. Subba Rao, Sanjeeva Reddy recalled". The Hindu. 27 જાન્યુઆરી 2011. મૂળ સંગ્રહિત માંથી 9 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 11 ડિસેમ્બર 2012.
  14. ૧૪.૦ ૧૪.૧ ૧૪.૨ ૧૪.૩ "Former Speakers – N Sanjiva Reddy". મૂળ સંગ્રહિત માંથી 8 મે 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 ડિસેમ્બર 2012.
  15. વ્યાસ, રક્ષા મ. (૨૦૦૪). "રેડ્ડી, નીલમ સંજીવ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૮ (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૨૧૨. OCLC 552367195.
  16. "The saga of Third Front". The Hindu. 19 ઓગસ્ટ 2006. મૂળ સંગ્રહિત માંથી 29 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 નવેમ્બર 2014.
  17. "REDDY, DR. NEELAM SANJIVA" (PDF). Rajya Sabha, Parliament of India. મૂળ સંગ્રહિત (PDF) માંથી 31 ઓક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 21 નવેમ્બર 2014.
  18. "… just as it hosted the first Assembly session in 1954". The Hindu. 10 જૂન 2014. મૂળ સંગ્રહિત માંથી 29 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 નવેમ્બર 2014.
  19. "First linguistic State gets split". The Hindu. 2 જૂન 2014. મૂળ સંગ્રહિત માંથી 29 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 નવેમ્બર 2014.
  20. "Seemandhra leaders set to dominate Andhra Pradesh now". Deccan Chronicle. 16 એપ્રિલ 2014. મૂળ સંગ્રહિત માંથી 29 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 નવેમ્બર 2014.
  21. "Kiran beats PV, Rosaiah, Anjaiah in tenure". The Hindu. 25 નવેમ્બર 2012. મૂળ માંથી 30 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 11 ડિસેમ્બર 2012.
  22. "Chittoor district erupts with joy". The Hindu. 26 નવેમ્બર 2010. મૂળ સંગ્રહિત માંથી 29 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 19 નવેમ્બર 2014.
  23. "Kotla Jaya Surya Prakash Reddy". મૂળ માંથી 4 જુલાઇ 2013 પર સંગ્રહિત. મેળવેલ 20 મે 2013.
  24. STATISTICAL REPORT ON GENERAL ELECTION, 1962 TO THE LEGISLATIVE ASSEMBLY OF ANDHRA PRADESH (PDF). Election Commission of India. 1962. પૃષ્ઠ 200. મૂળ સંગ્રહિત (PDF) માંથી 5 માર્ચ 2016 પર સંગ્રહિત.
  25. "Association of Sanjeeva Reddy with city recalled". The Hindu. 20 મે 2013. મૂળ સંગ્રહિત માંથી 31 ઓગસ્ટ 2014 પર સંગ્રહિત. મેળવેલ 20 મે 2013.
  26. "Project's new appellation confined to files". The Hindu. 23 ઓગસ્ટ 2005. મૂળ સંગ્રહિત માંથી 21 ઓક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 29 મે 2013.
  27. "Indians want Chinese out". Youngstown Vindicator. 4 January 1962. મેળવેલ 27 June 2013.
  28. "Invaders warned by India". The Gazette. Montreal. 5 January 1962. મેળવેલ 27 June 2013.
  29. Chander, Prakash (2003). India: Past and Present. New Delhi: A P H Publishing. પૃષ્ઠ 285. ISBN 9788176484558.
  30. Statistical Report on General Elections 1967 to the Fourth Lok Sabha (PDF). Election Commission of India. 1968. પૃષ્ઠ 109. મૂળ સંગ્રહિત (PDF) માંથી 18 જુલાઇ 2014 પર સંગ્રહિત. મેળવેલ 20 નવેમ્બર 2014.
  31. "Frequently Asked Questions on Lok Sabha (As on 21.12.2009)". Lok Sabha Secretariat. મૂળ માંથી 22 જૂન 2013 પર સંગ્રહિત. મેળવેલ 5 જૂન 2013.
  32. Taiabur Rahman (12 September 2007). Parliamentary Control and Government Accountability in South Asia: A Comparative Analysis of Bangladesh, India and Sri Lanka. Routledge. પૃષ્ઠ 139–. ISBN 978-1-134-13647-6.
  33. "Meira vows to be neutral, but mum on quitting Cong". The Indian Express. 3 જૂન 2009. મૂળ સંગ્રહિત માંથી 9 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 27 નવેમ્બર 2014.
  34. "Don't try to outsmart each other, Chandre Gowda tells Chief Minister, Speaker". The Hindu. 19 જૂન 2012. મૂળ સંગ્રહિત માંથી 9 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 11 ડિસેમ્બર 2012.
  35. Jai, Janak Raj (2003). Presidents of India: 1950–2003. New Delhi: Regency Publications. પૃષ્ઠ 141. ISBN 9788187498650.
  36. "India's President Shuns Mansion, Returns Pay". Pittsburg Post Gazette. 13 August 1977. મેળવેલ 27 June 2013.
  37. "India leader to cut his salary". St. Petersburg Times. 15 August 1977. મેળવેલ 27 June 2013.
  38. "Neelam Sanjeeva Reddy, Former President of India, 83". The New York Times. 3 જૂન 1996. મૂળ સંગ્રહિત માંથી 15 મે 2013 પર સંગ્રહિત. મેળવેલ 11 ડિસેમ્બર 2012.
  39. "Without Fear or Favour : Reminiscences and Reflections of a President". મૂળ સંગ્રહિત માંથી 24 ડિસેમ્બર 2013 પર સંગ્રહિત.
  40. "CM to seek Neelam, PV statues". Deccan Chronicle. 20 મે 2013. મૂળ સંગ્રહિત માંથી 21 માર્ચ 2018 પર સંગ્રહિત. મેળવેલ 20 મે 2013.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

Political offices
પુરોગામી
સરદાર હુકમ સિંહ
લોકસભાના અધ્યક્ષ
૧૯૬૭–૧૯૬૯
અનુગામી
ગુરદિયાલ સિંહ ઢિલ્લોન