નૌલખા મહેલ
નૌલખા મહેલ અથવા નવલખા મહેલ, ભારતના ગુજરાત રાજ્યમાં આવેલા ગોંડલ શહેરનો સૌથી પ્રાચીન મહેલ છે. આ મહેલનું બાંધકામાં ૧૮ મી સદીમાં (ઈ. સ. ૧૭૪૮)માં કરવામાં આવ્યું હતું. આ મહેલ દરબારગઢ કિલ્લા સંકુલનો એક ભાગ છે જે શિલ્પવાળા રવેશ (મહેલનો સામેનો ભાગ) ધરાવે છે. [૧] તે સમયે તેને બનાવવા માટેના ખર્ચ - રૂપિયા "નવ લાખ" (૯,૦૦,૦૦૦ રૂપિયા) - ઉપરથી તેનું નામ "નવલખા" રાખવામાં આવ્યું હતું. [૨] આ મહેલ પથ્થરની કોતરણીવાળા "ઝરુખા" (બાલ્કની), સ્તંભોવાળું એક આંગણું, નાજુક કોતરણી ધરાવતી કમાનો, અને એક અનન્ય સર્પાકાર દાદર ધરાવે છે. તે સાથે વિશાળ ઝુમ્મરથી પ્રકાશિત દરબાર હોલમાં મસાલા ભરેલા દિપડા, સોને મઢેલ લાકડાનું ફર્નિચર અને પ્રાચીન અરીસાઓ રાખવામાં આવેલા છે. [૧] [૩] [૪] [૨] "ખાનગી મહેલ સંગ્રહાલય"માં ગોંડલના શાસક તરીકે તેમની રજત જયંતિ પર મહારાજા ભાગવત સિંહજી માટે સંદેશા અને ભેટો વહન કરવા માટે ઉપયોગમાં લેવાયેલો ચાંદીનો થાળ પણ મુકવામાં આવેલો છે.
સ્થાન
ફેરફાર કરોઆ મહેલ ગોંડલ શહેરમાં આવેલું છે. ગોંડલ રસ્તા, રેલ્વે અને હવાઈ માર્ગે દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. તે રાજકોટથી ૩૮ કિ. મી. દૂર આવેલું છે, [૧] રાજકોટ [ગોંડલથી ૪૦કિમી દૂર] એક હવાઈ મથક છે અને તે એક રેલ્વે સ્થાનક પણ છે. [૪]
વિશેષતા
ફેરફાર કરોગોંડલ જાડેજા રાજપૂત કુળનું પાટનગર હતું. [૫] નૌલખા મહેલ ગોંડલ વિસ્તારનો સૌથી પ્રાચીન મહેલ હોવાનું કહેવાય છે. તેમાં આર્કેડ્સ, ઝરૂખા, એક શાહી સમારંભ હોલ (દરબાર હોલ) (જે હજી પણ મહારાજા દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે), સર્પાકાર દાદર, ઝળહળતો ઝુમ્મર, શણગારેલા અરીસાઓ અને પ્રાચીન સજાવટની ખૂબ જ વિશિષ્ટ સ્થાપત્ય સુવિધાઓ ધરાવે છે. [૪] તે પથ્થરની કોતરણીવાળા પ્રથમ માળ, ખુલ્લા આંગણા, મિનાર ધરાવતી એક અનન્ય ત્રણ માળ ધરાવતી ભવ્ય ઈમારત છે. આ માળના ઉપરના છજ્જા પર વાસ્તવિક અને પૌરાણિક પ્રાણીઓના શિલ્પો પથ્થરમાં કોતરવામાં આવ્યા છે. પ્રહેલા માળના એક ભાગમાં એક સંગ્રહાલય પણ છે, જેમાં દરવાજા ઉપર લાકડા અને પત્થરથી બનેલા બારસાખ રાખવામાં આવ્યા છે. આ સંગ્રહાલયના પ્રદર્શનોમાં મહારાજા દ્વારા મોટી સંખ્યામાં જમા કરવામાં આવેલ વસ્તુઓ રાખવામાં આવી છે જેમ કે રમકડાની ગાડી (કાર), ચિત્રો, પુસ્તકોની લાઇબ્રેરી, ટ્રોફીઓ વગેરે. સુશોભિત બાલ્કની ગોંડલ નગરના મનોહર દ્રશ્ય બતાવે છે. મહેલની ડાબી બાજુના ખંડમાં વાસણોનું પ્રદર્શન અને વિશાળ વજનકાંટાની જોડી છે; આ કાંટાનો ઉપયોગ મહારાજાના જન્મદિવસની વિશેષ ઉજવણીઓ પર કરવામાં આવતો હતો, જ્યારે તેમને સોનાના બરાબર વજન બરાબર તોળવામાં આવતા હતા અને પછી તે રકમ ગરીબોને દાન કરવામાં આવતી.[૨]
પ્રાંગણ
ફેરફાર કરોનૌલખા મહેલ દરબારગઢ સંકુલની અંદર આવેલો છે, જે ૧૮ મી સદી (૧૭૪૮ [૧] ) દરમિયાન બંધાવવામાં આવ્યો હતો, ત્યારબાદના વર્ષોમાં સંખ્યાબંધ વધારાના બાંધકામો ઉમેરવામાં આવ્યા હતા. સંકુલ તરફનો મુખ્ય માર્ગ ઘડિયાળ ધરવતા ટાવર નીચેથી પસાર થાય છે જે ત્રણ માળ જેટલું ઊંચુ છે. મહેલ દરવાજાથી વિરુદ્ધના છેવાડે આવેલો છે અને તેની આગળ લંબચોરસ બાગ છે. [૨] મહેલમાંથી ગોંડલ નદી દેખાય છે.
સંકુલની અંદર અન્ય ઘણી ઈમારતો છે, [૨] જેમ કે હુઝુર મહેલ (આ એક મોટી ઇમારત છે જે હાલમાં રાજવી પરિવારનું નિવાસસ્થાન છે); બાગ મહેલ (ઓચર્ડ પેલેસ); હુઝુર મહેલ વિંંગ જે બાગ મહેલ (ઓચર્ડ પેલેસ)નો એક ભાગ છે; અને નદીકિનારાનો મહેલ (જે નૈલખા મહેલથી ૧.૨૬ કિ. મી દૂર આવેલો છે). [૫] [૨] [૬] [૪] મહેલને અડીને આવેલી ઝનાના જર્જરિત અવસ્થામાં છે. તેના દ્વાર પર રક્ષકોની બે પ્રતિમાઓ છે. તેના ઉપરના માળે બારીઓમાં પથ્થરી માળખું (ટ્રેસેરી) જેવી સુવિધાઓ છે. મહેલના પ્રાંગણમાં ગોરી પીર નામના એક મુસલમાન પીરની દરગાહ છે. [૨] મહેલના બગીચામાં એક રેલ્વે સલૂન પ્રદર્શિત છે, જેમાં શયનખંડ, ભોજન ખંડ અને તે સમયના સરંજામ ધરાવતી બાથરૂમની મૂળભૂત સુવિધા છે. [૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Bradnock & Bradnock 2000.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ Miller 2012.
- ↑ handbooks, Footprint (2000). India Handbook. Trade & Travel Publications. પૃષ્ઠ 1241.
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ Chakraborty, Subhasish (4 October 2014). "The Palaces of Gondal A Tryst With Royal Gujarat". Wall Street International. મેળવેલ 30 June 2015.
- ↑ ૫.૦ ૫.૧ Abram 2013.
- ↑ Pandya 2007.
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- Abram, David (1 October 2013). The Rough Guide to India. London: Rough Guides. ISBN 978-1-4093-4267-0.CS1 maint: ref=harv (link)
- Bradnock, Robert W; Bradnock, Roma (2000). India Handbook. Trade & Travel Publications.CS1 maint: ref=harv (link)
- Miller, Sam (27 October 2012). Gujarat: Chapter from Blue Guide India. Blue Guides. ISBN 978-1-909079-68-7.CS1 maint: ref=harv (link)
- Pandya, Kaushik (2007). A journey to the glorious Gujarat. Akshara Prakashan.CS1 maint: ref=harv (link)
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Naulakha Palace સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર