પંચાસરા પાર્શ્વનાથ મંદિર ગુજરાતના પાટણમાં આવેલું એક દેરાસર (જૈન મંદિર) છે.[૧]

પંચાસરા દેરાસર
ધર્મ
જોડાણજૈન ધર્મ
દેવી-દેવતાપાર્શ્વનાથ
સંચાલન સમિતિશ્રી પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્ર્સ્ટ
સ્થાન
સ્થાનપાટણ
અક્ષાંશ-રેખાંશ23°51′14.3″N 72°07′01.5″E / 23.853972°N 72.117083°E / 23.853972; 72.117083
સ્થાપત્ય
નિર્માણકારવનરાજ ચાવડા
સ્થાપના તારીખ૮મી સદી

ઈતિહાસ ફેરફાર કરો

વનરાજ ચાવડા (ઇ.સ. ૭૪૬થી ૭૮૦)[૨] ચાવડા વંશના સૌથી મહત્વના શાસક હતા તેમણે ઇ.સ. ૭૪૬માં પાટણમાં પ્રદેશની સ્થાપના કરી હતી.[૩][૪] પંચાસર ગામથી પાર્શ્વનાથની તેઓ મુખ્ય પ્રતિમા લાવ્યા અને તેમણે પંચાસરા પાર્શ્વનાથની સ્થાપના કરી.[૫]

સોલંકી વંશ (અથવા ચાલુક્ય રાજવંશ)ના શાસન દરમિયાન પાટણ જૈન ધર્મનું એક મુખ્ય તીર્થસ્થાન હતું. આ ક્ષેત્રમાં ૧૦૦થી વધુ મંદિરો છે.[૬] મુસ્લિમ આક્રમણકારો દ્વારા વિનાશ બાદ ૧૬ કે ૧૭મી સદીમાં મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું.[૭]

મંદિર ફેરફાર કરો

આ મંદિર પાટણના સૌથી મોટા મંદિરમાંનું એક છે.[૮] મંદિર જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયને સમર્પિત છે. આ મંદિર, સફેદ આરસપહાણની સૂક્ષ્મ કોતરણી ધરાવનારા સમૃદ્ધ પત્થરકામથી બનાવવામાં આવ્યું છે.[૯][૮][૧૦] આ મંદિરની પાર્શ્વનાથની કેન્દ્રીય મૂર્તિ ૧.૫ મીટર ઊંચી છે. આ મૂર્તિ આરસની બનેલી છે જે [૭] સંપૂર્ણ રીતે પરિકરમાં ઢંકાયેલી છે, [૫]. આ પરિકરમાં પદ્માવતીની છબી છે જેમના ઉપલા હાથમાં ૨ કમળ, જમણી બાજુના હાથમાં સરકણી ગાંઠ અને ડાબા હાથમાં પરોણી છે.[૧૧] શ્વેતામ્બર પરંપરામાં, મૂર્તિઓનું તેમના ભૌગોલિક ક્ષેત્રથી નામકરણ કરવાનું વલણ છે, "પંચાસરા પાર્શ્વનાથ" પાર્શ્વનાથની ૧૦૮ અગ્રણી મૂર્તિઓમાંની એક છે.[૧૨] મંદિરમાં લાંબી દાંડીવાળા મોટા કમળ પર પદ્માસનની સ્થિતિમાં બેઠેલા વાસુપુજ્ય સ્વામીની પ્રતિમા પણ છે. મૂર્તિમાં બંને બાજુ યક્ષ અને યક્ષિણીની છબીઓ છે અને વાસુપૂજ્યની તપશ્ચર્યાના સ્મરણાર્થે શિલ્પ ચૈત્યના ઝાડની પર્ણસમૂહથી ઢંકાયેલું છે.[૧૧] મંદિરમાં જૈન સાધુઓ ક્ક્કસુરી, દેવચંદ્રસૂરી અને યશોદેવસૂરિં) મૂર્તિઓ પણ છે.[૫]

હેમાચંદ્રયાચાર્ય જૈન જ્ઞાન મંદિર એ એક પ્રાચીન ગ્રંથાલય છે જેનું નિર્માણ હેમચંદ્રાચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે. સંગ્રહમાં અનેક પ્રાચીન તાડપત્રની હસ્તપ્રતો શામેલ છે.[૧૩][૬] મંદિરમાં પાર્શ્વનાથચારિત્રની કાગળની હસ્તપ્રત પણ છે.[૧૧]

સંદર્ભ ફેરફાર કરો

ગ્રંથસૂચિ ફેરફાર કરો