પાનમ નદી

ગુજરાત, ભારતની નદી

પાનમ નદી મહી નદીની ડાબા કાંઠાની ઉપનદી છે.

પાનમ નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીમહી નદી
બંધપાનમ બંધ

પાનમ નદી મધ્ય પ્રદેશના વિંધ્યાચલના ઉત્તરી ઢાળ નજીક ભદ્ર આગળ સમુદ્રથી ૩૦૦ મીટર ઊંચાઈએથી નીકળે છે અને ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વહી ગુજરાતના પંચમહાલ જિલ્લામાં લુણાવાડા તાલુકાના કાકચીયા ગામ પાસે મહી નદીને મળે છે.

આ નદી પર ૮૩ કિમીના અંતરે પાનમ બંધ આવેલો છે, જેનો સ્ત્રાવ વિસ્તાર ૨૩૧૨ ચોરસ કિલોમીટર જેટલો છે. હડફ નદી અને કોલિયારી નદી એમ બે ઉપનદીઓ પાનમ નદીમાં મળે છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. "ડેટાબેંક,નદીનો ડેટા,મહી નદી". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ મે ૨૦૧૬.