પી. કક્કન
પી. કક્કન (૧૮ જૂન ૧૯૦૮ - ૨૩ ડિસેમ્બર ૧૯૮૧) અથવા કક્કનજી એક ભારતીય રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય, સંસદ સભ્ય, તામિલનાડુ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ૧૯૫૭ અને ૧૯૬૭ ની વચ્ચેના મદ્રાસ રાજ્યમાં કોંગ્રેસની સરકારોમાં વિવિધ પદે મંત્રી પણ રહ્યા હતા.
પી કક્કન | |
---|---|
ગૃહ મંત્રી (મદ્રાસ સ્ટેટ) | |
પદ પર ૩ ઑક્ટોબર ૧૯૬૩ – ૫ માર્ચ૧૯૬૭ | |
કૃષી મંત્રી (મદ્રાસ સ્ટેટ) | |
પદ પર ૧૩ માર્ચ ૧૯૬૨ – ૩ ઑક્રોબર ૧૯૬૩ | |
અંગત વિગતો | |
જન્મ | ૧૮ જૂન ૧૯૦૮ થુમ્બાપત્તી, મેલુર, મદ્રાસ પ્રેસીડેન્સી, બ્રિટિશ ભારત |
મૃત્યુ | 23 December 1981 ચેન્નઈ , ભારત | (ઉંમર 73)
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | સર્ણમ પાર્વતી કક્કન |
ક્ષેત્ર | રાજકારણી |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોકક્કનનો જન્મ ૧૮ જૂન ૧૯૦૮ ના દિવસે મદ્રાસ પ્રેસિડેન્સીના મદુરાઇ જિલ્લાના મેલુર તાલુકાના થુમ્બાપટ્ટી નામના ગામમાં તમિળ પરિવારમાં થયો હતો.[૧] તેના પિતા પૂસારી કક્કન ગામના મંદિરમાં પૂજારી હતા.[૨]
ભારતીય સ્વતંત્રતા ચળવળ
ફેરફાર કરોકક્કન તેમના જીવનના પ્રારંભિક તબક્કેથી સ્વતંત્રતા ચળવળ તરફ દોરાયા હતા. સ્કૂલમાં ભણતી વખતે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. ઈ. સ. ૧૯૩૯ માં જ્યારે રાજ્ય સરકાર ટેમ્પલ એન્ટ્રી ઓથોરાઇઝેશન ઍન્ડ ઇન્ડેમનિટી એક્ટ લાવી ત્યારે આ કાયદાથી પેરિયાર અને શનારોના મંદિરોમાં પ્રવેશવા પરનો પ્રતિબંધ દૂર થયો. કક્કને મદુરાઇમાં મંદિર પ્રવેશની આગેવાની લીધી. તેમણે ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો અને તેમને અલીપોર જેલમાં મોકલવામાં આવ્યા હતા. ઈ. સ. ૧૯૪૬ માં, તેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતા[૩] અને ૧૯૪૬ થી ૧૯૫૦ સુધી પદ પર રહ્યા હતા.
સ્વતંત્ર ભારતના રાજકારણમાં
ફેરફાર કરોકક્કન ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી લોક સભાના સભ્ય હતા.[૪] જ્યારે કે. કામરાજ મદ્રાસ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે તામિલનાડુ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું અને કક્કનને તામિલનાડુ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા.[૫] [૬] [૭] ૧૯૫૭ની ચૂંટણી બાદ જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મદ્રાસ રાજ્યમાં ફરીથી સત્તા પર ચૂંટાઈ આવી હતી, ત્યારે કક્કનને ૧૩ એપ્રિલ ૧૯૫૭ ના રોજ જાહેર બાંધકામ (વીજળી સિવાય), હરિજન કલ્યાણ, અનુસૂચિત ક્ષેત્ર અને જનજાતિ ના મંત્રી બનાવવામાં આવ્યા હતા.[૮] [૯] ૧૩ માર્ચ ૧૯૬૨ થી ૩ ઑક્ટોબર ૧૯૬૩ સુધી, કક્કને કૃષિ મંત્રી તરીકે સેવા આપી. ૨૪ એપ્રિલ ૧૯૬૨ ના રોજ, તેઓને બિઝનેસ એડવાઇઝરી કમિટી [૧૦] ના સભ્ય અને 3 ઑક્ટોબર ૧૯૬૩ દિવસે ગૃહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પરાજય થયો ત્યાંસુધી એટલે કે ઈ.સ. ૧૯૬૭ સુધી તેમણે સેવાઓ આપી હતી. [૧૧] તેઓ જ્યારે મદ્રાસના ગૃહ પ્રધાન હતા ત્યારે હિન્દી લાદવાના વિરોધમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
અંતિમ જીવન અને મૃત્યુ
ફેરફાર કરોઈ. સ. ૧૯૬૭ ની વિધાનસભાની ચૂંટણીમાં, કક્કન મેલુર (દક્ષિણ) મત વિસ્તારમાંથી ચૂંટણીમાં ઊભા હતા અને તે દ્રવિડ મુનેત્ર કળગમના ઉમેદવાર ઓ.પી. રમનથી હારી ગયા હતા.[૧૨] ૧૯૬૭ ની ચૂંટણીમાં તેમની હાર બાદ કક્કન રાજકારણમાંથી નિવૃત્ત થયા.
કામ
ફેરફાર કરોતેમના મંત્રી કાળ દરમ્યાન મેત્તુર અને વૈગઈ જેવા જલાશયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[૩] અને અનુસૂચિત જાતિ કલ્યાણ અને ઉત્કર્ષ માટે હરિજન સેવા સંઘ રચના કરવામાં આવી હતી. કૃષિ પ્રધાન તરીકે, તેમણે મદ્રાસ રાજ્યમાં બે કૃષિ વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરી. ઈ. સ. ૧૯૯૯ માં, ભારત સરકારે કક્કન અને તેમની રાષ્ટ્ર સેવાને બિરદાવતી એક ટપાલ ટિકિટ બહાર પાડી.
કુટુંબ
ફેરફાર કરોતેમના પત્ની,સ્વર્ણમ પાર્વતી કક્કન ખૂબ સરળ વ્યક્તિ હતા. તેઓ મદુરાઇમાં શાળાની શિક્ષિકા તરીકે કામ કરતા હતા. તેઓ તેમના સિદ્ધાંતોની ટેકેદાર હતા.
બાળકો: તેમને પાંચ પુત્રો અને એક પુત્રી હતા. પી. કે. પદ્મનાથન નામના તેમના પ્રથમ દીકરાએ સહકારી મંડળના પ્રમુખ અને રજિસ્ટ્રાર તરીકે તમિલનાડુ સરકારની સેવા આપી હતી. જ્યારે તેનો પુત્ર તમિલનાડુ જાહેર સેવા આયોગ ની પ્રવેશ ઇન્ટર્વ્યુમાં ગયો ત્યારે કક્કને કોઈ પણ ભલામણ કરવાનો ઇનકાર કર્યો હતો. તેમના લગ્ન પ્રો. કૃષ્ણકુમારી, બાળ ચિકિત્સક હતા અને ચેન્નઈના બાળ આરોગ્ય સંસ્થા, એગમોરના નિયામક તરીકે કામ કરે છે. તેની મોટી પૌત્રી મીનાક્ષી વિજયકુમાર હાલમાં તમિળનાડુ ફાયર સર્વિસીસમાં ડેપ્યુટી ડિરેક્ટર છે. તેઓ દેશમાં ફાયર સર્વિસમાં ભરતી થયેલી બે મહિલા ફાયર અધિકારીઓમાંની એક છે. તેમની બીજી પૌત્રી શાંતિ કૃષ્ણન, યુનાયટેડ કિંગડ્મમાં રાષ્ટ્રીય આરોગ્ય સેવા માટે કામ કરે છે.
તેમનો બીજો પુત્ર પી. કે. પક્કિયાનાથન સિમ્પ્સન્સ, ચેન્નઈમાં કામ કરતા હતો. તેમનો ત્રીજો પુત્ર, પી.કે. કાશીવિશ્વનાથન, આઈ પી એસ અધિકારી હતો જે મદુરાઇમાં સહાયક પોલીસ કમિશનર તરીકે કામ કરતો હતો. તેમના ચોથા અને પાંચમા પુત્રો અનુક્રમે પી. કે. સત્યનાથન અને પી. કે. નાદરાજમૂર્તિ, બંને ચેન્નાઇમાં ડોક્ટર હતા. તેમની પુત્રી કસ્તુરી શિવાસ્વામી રાજ્યના રાજકારણમાં સામેલ હતી. તેમના પતિ શિવાસમી પોર્ટ બ્લેર અંદમાનમાં નિવૃત્ત ચીફ ઇજનેર હતા. તેમની ત્રીજી પુત્રી રાજેશ્વરી આઈ પી એસ અધિકારી અને પોલીસ અધિક્ષક સીબી-સીઆઈડી છે.
કક્કનનો ભાઈ વિશ્વનાથન કક્કન, [૧૩] [૧૪] હિન્દુ મુન્નાની [૧૫] [૧૫] ના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને કાંચીના શંકરાચાર્યના જયેન્દ્ર સરસ્વતી હતા જાણીતા ભક્ત હતા. [૧૬] [૧૭] તેમણે તામિલનાડુમાં ૨૦૦૬ ની વિધાનસભાની ચૂંટણી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પેરમ્બુરથી લડ્યા હતા પણ જીતી શક્યા ન હતા.[૧૮] [૧૯]
નોંધો
ફેરફાર કરો- ↑ Chandra, Ramesh; Sangh Mittra (2003). Dalit Identity in the New Millennium. Commonwealth Publishers. પૃષ્ઠ 124. ISBN 978-81-7169-765-6.
- ↑ Chandra, Ramesh; Sangh Mittra (2003). Dalit Identity in the New Millennium. Commonwealth Publishers. પૃષ્ઠ 125. ISBN 978-81-7169-765-6.
- ↑ ૩.૦ ૩.૧ "24. SPECIAL POSTAGE STAMP ON FREEDOM FIGHTERS AND SOCIAL REFORMERS". Latest PIB Releases. Press Information Bureau, Government of India. મેળવેલ 29 October 2008.
- ↑ Who's who in India. Guide Publications. 1967. પૃષ્ઠ 64.
- ↑ Muthuswamy, M. S. (1988). K. Kamaraj: A Socio-political Study. Tamil Nadu Academy of Political Science. પૃષ્ઠ 101.
- ↑ Narasimhan, V. K. (1967). Kamaraj: A Study. Manaktalas. પૃષ્ઠ 71.
- ↑ "Kakkan is TNCC chief". The Hindu: This Day that Age. 30 December 2004. મૂળ માંથી 15 જાન્યુઆરી 2005 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2008.
- ↑ "The Cabinet" (PDF). Madras Legislative Assembly 1957 – 1962. Tamil Nadu Legislative Assembly. મૂળ (PDF) માંથી 16 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2008. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Allocation of Business Among Ministers" (PDF). Madras Legislative Assembly 1957 – 1962. Tamil Nadu Legislative Assembly. મૂળ (PDF) માંથી 16 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2008. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Resume of work done by the Madras Legislative Assembly from March 29 to May 7, 1962" (PDF). Madras Legislative Assembly 1962 – 1967. Tamil Nadu Legislative Assembly. મૂળ (PDF) માંથી 14 મે 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2008.
- ↑ Justice Party Golden Jubilee Souvenir, 1968. Justice Party. 1968. પૃષ્ઠ 68.
- ↑ "Statistical Report on General Election 1967 to the Legislative Assembly of Madras" (PDF). Election Commission of India. મૂળ (PDF) માંથી 27 મે 2006 પર સંગ્રહિત. મેળવેલ 30 October 2008.
- ↑ "Minister should go: Swamy". The Hindu:National. 19 February 2006. મેળવેલ 29 October 2008.[હંમેશ માટે મૃત કડી]
- ↑ Rao, K. Suryanarayana (2002). Race-Caste Untouchability RSS. Sakthi Pusthaga Nilayam. પૃષ્ઠ 22.
- ↑ ૧૫.૦ ૧૫.૧ Rao, K. Suryanarayana (2002). Race-Caste Untouchability RSS. Sakthi Pusthaga Nilayam. પૃષ્ઠ 21.
- ↑ Das, Swati (23 December 2004). "Dalit group to protest Seer's arrest". The Times of India. મેળવેલ 29 October 2008.
- ↑ Annamalai, S. (12 November 2002). "Kanchi Acharya worships at Dalit-run temple". The Hindu. મૂળ માંથી 23 જાન્યુઆરી 2008 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2008.
- ↑ "List of contestants of Janata Party in Tamil Nadu". State Elections 2006. Tamil Nadu Legislative Assembly. મૂળ માંથી 1 August 2008 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2008.
- ↑ "Results". State Elections 2006 Perambur – Tamil Nadu. Tamil Nadu Legislative Assembly. મૂળ માંથી 9 October 2008 પર સંગ્રહિત. મેળવેલ 29 October 2008.