ફતેહપુર સિક્રી (ઉર્દૂ: فتحپور سیکری) એક નગર છે જે આગ્રા જિલાની એક નગરપાલિકા છે. આ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. મોગલ સામ્રાજ્યમાં અકબરના રાજ્યમાં ૧૫૭૧ થી ૧૫૮૫ સુધી આ શહેર રાજધાની રહ્યું હતું અને પછી તેને પાણીની તંગીને કારણે ખાલી કરી દેવાયું. ફતેહપુર સિક્રી હિંદુ અને મુસ્લિમ વાસ્તુશિલ્પના મિશ્રણનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. ફતેહપુર સિક્રી મસ્જિદના વિષે કહેવાય છે કે આ મક્કાની મસ્જિદની નકલ છે અને આની રચના હિંદુ અને પારસી વાસ્તુશિલ્પથી લેવાઈ છે. મસ્જિદનો પ્રવેશ દ્વાર ૫૪ મીટર ઊંચો બુલંદ દરવાજો છે, જેનું નિર્માણ ઇ.સ. ૧૫૭૦માં કરવામાં આવ્યું. મસ્જિદની ઉત્તરમાં શેખ સલીમ ચિશ્તીની દરગાહ છે જ્યાં નિ:સંતાન મહિલાઓ દુઆ માંગવા માટે આવે છે.

ફતેહપૂર સિક્રી
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

આંખ મિચૌલી, દીવાન-એ-ખાસ, બુલંદ દરવાજો, પાંચ મહલ, ખ્વાબગાહ, અનૂપ તાળાવ ફતેહપુર સિક્રી ના પ્રમુખ સ્મારક છે.

ઇતિહાસ ફેરફાર કરો

મોગલ બાદશાહ બાબરે રાણા સાંગાને સિક્રી નામક સ્થાન પર હરાવ્યાં હતાં, જે વર્તમાન આગ્રાથી ૪૦ કિ.મિ. દૂર છે. પછી અકબરે આને મુખ્યાલય બનાવવા હેતુ અહીં કિલ્લો બનાવડાવ્યો, પરંતુ પાણીની ઉણપને કારણે રાજધાની ને આગ્રાના કિલ્લામાં સ્થાનાંતરિત કરવી પડી. આગ્રાથી ૩૭ કિમી. દૂર ફતેહપુર સિક્રીનું નિર્માણ મહાન મોગલ સમ્રાટ અકબરે કરાવડાવ્યું હતું. એક સફળ રાજા હોવા સાથે-સાથે તે કલાપ્રેમી પણ હતો. ૧૫૭૦-૧૫૮૫ સુધી ફતેહપુર સિક્રી મોગલ સામ્રાજ્યની રાજધાની પણ રહ્યું. આ શહેરનું નિર્માણ અકબરે સ્વયં પોતાની દેખરેખમાં કરાવડાવ્યું હતું. અકબર નિ:સંતાન હતો. સંતાન પ્રાપ્તિ ના બધા ઉપાય અસફળ હોવાથી તેણે સૂફી સંત શેખ સલીમ ચિશ્તીને પ્રાર્થના કરી. આ બાદ પુત્ર જન્મથી ખુશ અને ઉત્સાહિત અકબરે અહીં પોતાની રાજધાની બનાવવાનો નિશ્ચય કર્યો. પણ અહીં પાણીની બહુ ઉણપ હતી માટે કેવળ ૧૫ વર્ષ બાદ જ રાજધાની ને પુન: આગ્રા લઈ જવી પડી.

આ કિલ્લો ૨૭°૦૫'ઉ અક્ષાંસ અને ૭૭°૩૯'પૂ રેખાંશ પર સમુદ્ર સપાટી થી ૭૦૮મી ઉંચાઈ પર આવેલ છે.

ફતેહપુર સિકરી રાજધાનીની ફરજો આગરા સાથે વહેંચતું હતું જ્યાં શસ્ત્રો, ખજાનો અને અન્ય સરંજામ લાલ કિલ્લામાં રાખવામાં આવતાં. સંકટ સમયે દરબારનો ખજાનો આદિ સામગ્રી ૨૬ માઈલ દૂર આવેલા આગ્રામાં ૧ દિવસની કૂચ થી ખસેડી શકાતી.

જમીન મહેસૂલ, ચલણ, સૈન્ય પ્રશાસન અને સુબાઓના કારભારમાં નવીનતા ફતેહપુર સીક્રીના કાલ દરમ્યાન કરવામાં આવી.

આને અકબરના વાસ્તુપ્રેમનું શીર્ષ મનાય છે અવશય જ તેના મહેલો, ખંડો, મસ્જીદો મોગલ સંસ્કૃતિના રચનાત્મક અને સુંદરતાના સંતોષે છે.

ફતેહપુર સીક્રી એક વિશ્વ ધરોહર સ્થળ છે. અર્વાચીન કાળના ભારતીય વાસ્તુવિશારદ (આર્કીટેક્ટ) ખાસકરી બી વી દોશી આને એક મહત્ત્વપૂર્ણ પ્રેરણા સ્ત્રોત્ર માને છે. આર્કીટેક્ટ હોય કે આમ આદમી આ શહેર તેને જોનારા દરેકનું મન મોહીત કરે છે. ચાર્લ્સ અને રે ઈમ્સએ પોતાના સીમાચિન્હ સમા 'ઈંડીયા રીપોર્ટ (India Report)'માં આનો ઉલ્લેખ કર્યો જેના થકી આગળ જતા ભારતીય ડીઝાઈન સંસ્થાનની સ્થાપના થઈ.

 
શ્રોતા ખંડ, ડાબી તરફ અનુપ તળાવ, કહે છે કે તાનસેન દિવસના વિવિધ સમયે અહીં બેસી ગાતા.

આ એ જ સ્થળ છે જ્યાં અકબર અને તેના નવરત્નનો ઉદય થયો. મહાન ગાયક તાનસેન અહીંના અનુપ તળાવની વચ્ચે બનેલ ટાપુ પર બેસી ગાયન કરતાં.

કહે છે કે છેવટે પાણીના સ્ત્રોત સુકાઈ ગયાં અને આ કિલ્લાને છોડવો પડ્યો.

વર્ણન ફેરફાર કરો

આ શહેરનું આયોજન બતાવે છે કે રસપ્રદ રીતે મકાનોની સ્થાન રચના એવી રીતે કરાઈ હતી જેથી ખુલાસો બની રહે. ખાસ વાત તો એ છે કે કેવી રીતે ધરી બદલાય છે અને ચોતરાઓનું સ્થળ અને તેમની પૃષ્ઠ ભૂમિ માં દેખાતી ઈમારતો. અન્ય મોગલ શહેરો (જેવા કે શહાજહાનાબાદ) જે ખૂબ પરંપરાગત રીતે આયોજીત કરાતા તેમના મુકાબલે ફતેહપુર સીક્રીના આયોજનમાં અપરંપરાગતતા અને સુધારો જોવા મળે છે. અવશ્ય, આ નવું શહેર અકબરના શાહી કબિલા સાથે ઘણું સામ્ય રાખે છે.

મુખ્ય ઇમારતો ફેરફાર કરો

ફતેહપુર સીક્રીની ઈમારતો ઘણી વાસ્તુ પરંપરાના મિલનનું પ્રદર્શન કરે છે જેમકે ગુજરાતી, બંગાળી વગેરે. એ કારણે થયું કે વિવિધ પ્રાંતના ઘણાં કારીગરો બાંધકામ મટે બોલાવાયા હતાં. ઈસ્લામીક વસ્તુઓ સાથે હિંદુ અને જૈન વાસ્તુકળાનું મિશ્રણ જોવા મળે છે. મોટા પાયે વપરાયેલ બાંધકામનો પદાર્થ લાલ રેતીખડક છે જેને તે જ ટીંબામાંથી ખોદાયો હતો જેના પર તે ઊભો છે.

આ શહેરની અમુક ધાર્મિક અને ધર્મનિર્પેક્ષ ઈમારતો:

  • નોબત ખાના: નગારા ઘર પ્રવેશ નજીક, જ્યાં મહત્ત્વપૂર્ણ આવાગમન ની ઘોષણા થતી.
  • દિવાન-એ-આમ: જન અદાલત: એવી ઈમારત જે મોટાભાગના મોગલ શહેરોમાં જોવા મળે છે જ્યાં રાજા પ્રજાની ફરિયાદ સાંભળતો પ્રજાને મળતો. આ ઈમારત એક ખુલ્લું લંબચોરસ માળખું હતું જેની સામે મોટું મેદાન રહેતું.
  • દિવાન-એ-ખાસ: નિજી વાર્તાલાપ કક્ષ: ૩૨ પાંખીયા સાથેનો કેન્દ્રીય સ્થંભ જેના પર અકબર ની બેઠક રહેતી.
  • બીરબલનું ઘર: અકબરના ખાસ મંત્રીનું ઘર, જે હિંદુ હતાં. આ ઘરની ખાસ વાત એ ઢળતાં છાંપરાં અને તેમને આધાર આપતાં ખૂંટા હતા.
  • જોધાબાઈનો મહેલ: આ ઈમારતમાં ગુજરાતી વાસ્તુકલા ની છાપ જોવા મળે છે. વચ્ચે આંગણું અને તેની આસપાસ ઈમારત ચણાઈ છે. જેને લીધે એકાંત મળી રહે.
  • પચીસી કોર્ટ: સોગઠા બાજીની ગેમ જેમાં મોટા ચોરસ જમીન પર આંકેલા હોય જે સાચા સિક્કા કે સાચા માનવીય પ્યાદા દ્વારા રમાતી.
  • ચાર ચમન તળાવ: કેન્દ્રીય મંચ વાળું તળાવ. મંચ પર પહોંચવા ચાર પુલ હતાં.
  • પંચ મહલ: એક પાંચ માળ ની ઈમારત. જેના ભોંયતળીયે ૧૭૬ કોતરણી વાળી થાંભલા છે.
  • બુલંદ દરવાજા: 'બુલંદીનો દ્વાર'. જામા મસ્જીદનો એક દરવાજો, વાસ્તુકળાના બાહ્ય દેખાવનો એક ઉત્તમ નમુનો, જે બહારથી તોતિંગ છે અને અંદર જતા માનવ આકૃતીના અનુમાપનમાં પરિણમે છે.
  • જામા મસ્જીદ: ભારતીય શૈલી પ્રમાણે બાંધેલ મસ્જીદ, જેમાં કેન્દ્રીય મેદાન ફરતે ગલિયારા હોય છે. આની ખાસ વાત છત્રીઓની હારમાળા છે સંકુલને ઘેરે છે.
  • સલીમ ચીશ્તિની દરગાહ: જામા મસ્જીદના પટાંગણમાં સફેદ આરસનો મકબરો.

છબીઓ ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો