બાબરીયાવાડ જુનાગઢ રાજ્યના તાબા હેઠળની નાની જાગીર હતી. બ્રિટિશ શાસન સમયે દક્ષિણ મધ્ય કાઠિયાવાડમાં બાબરીયાવાડ જુનાગઢની સૌથી પૂર્વમાં આવેલી જાગીર હતી. બાબરીયાવાડ નામ બાબરીયા રાજપૂતો પરથી પડેલું હતું. તેમાં ૫૧ ગામોનો સમાવેશ થતો હતો.[]

૧૯૪૭માં ભારતના ભાગલા વખતે, કાઠીયાવાડના અન્ય પ્રાંતોની જેમ બાબરીયાવાડના જાગીરદારો બાબરીયા રાજપૂત હતા. તેમણે માંગરોળ અને અન્ય જાગીરદારો સાથે જુનાગઢથી સ્વતંત્રતાની જાહેરાત કરીને ભારતીય સંઘમાં ભળી ગયા.[][] જુનાગઢના નવાબે આ જોડાણ સ્વીકાર્યુ નહી અને માંગરોળના શેખ પર આ જોડાણ પાછું ખેંચવા પર દબાણ કરીને બાબરીયાવાડ કબ્જે કરવા માટે પોતાનું સૈન્ય મોકલ્યું.[] સરદાર પટેલે આને ભારત પર આક્રમણ તરીકે જોયું અને સૈન્યને બોલાવ્યું.[] જોકે, જવાહરલાલ નહેરુ પ્રથમ બાબરીયાવાડ જાગીર ભારતમાં ભળી શકે કે કેમ તે ચકાસવા માંગતા હતા.[] લોર્ડ માઉન્ટબેટન સાથે આ બાબત ચકાસ્યા પછી ૨૨ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ તેમણે જુનાગઢના દિવાનને ટેલિગ્રામ મોકલી બાબરીયાવાડમાંથી સૈન્યને હટાવી લેવા કહ્યું.[] વધુમાં, ભારતીય સૈન્યને બાબરીયાવાડ જઇને ભારતની સરહદો પરત મેળવવા જણાવવામાં આવ્યું.[] જુનાગઢના નવાબે બાબરીયાવાડ અને માંગરોળમાંથી પોતાનું સૈન્ય હટાવવાની ના પાડી.[] ઓક્ટોબર ૧૯૪૭માં જુનાગઢનો નવાબ પોતાના કુટુંબ સહિત પાકિસ્તાન નાસી છુટ્યો. ભારતીય સૈન્ય નવેમ્બર ૧૯૪૭માં બાબરીયાવાડમાં દાખલ થયું અને જુનાગઢ અને માંગરોળની સરહદ પર ગોઠવાયું.[] ત્યારબાદ આરઝી હકૂમત વડે જુનાગઢ ભારતમાં ભળી ગયું.

  1. "Babariawad". મૂળ માંથી 2016-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-18.
  2. "Junagadh History". મૂળ માંથી 2012-03-26 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-18.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-03-26 પર સંગ્રહિત. મેળવેલ 2016-05-18.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ [૧] Jammu and Kashmir war, 1947-1948: political and military perspective By Kuldip Singh Bajwa