બાબા રામદેવ
સ્વામી રામદેવ (જ. ૧૯૬૫) તરીકે પ્રખ્યાત રામકિશન યાદવ, એ ભારતીય હિંદુ સ્વામી છે. યોગાસનો, રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય વિરોધ માટે તેઓ વિશેષ કરીને જાણીતા છે. તેઓ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટના સ્થાપકોમાંથી એક છે, જેનું મુખ્ય કાર્યાલય હરિદ્વારમાં આવેલું છે. જેનું કાર્ય યોગાસનને જનતામાં લોકપ્રિય બનાવવાનું તેમજ આયુર્વેદિક ચિકિત્સા આપવાનું છે. પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક ટાઇમ્સે તેમને "ભારતીય-જેણે રચ્યું યોગ સામ્રાજ્ય" કહી નવાજ્યાં છે.
બાબા રામદેવ | |
---|---|
જન્મ | ૨૫ ડિસેમ્બર ૧૯૬૫ |
વ્યવસાય | યોગી, વ્યાપારી |
વેબસાઇટ | http://www.divyayoga.com/ |
તેમની યોગ શિબિરોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હોય છે. સાડા આઠ કરોડથી વધુ લોકો ટીવી અને વિડિયો દ્વારા તેમનાં યોગ કાર્યક્રમોમાં હાજરી આપે છે. તેમની યોગ શિબિરો મોટા જનસમુહ માટે મફત હોતી નથી, પણ શુલ્ક લેવામાં આવે છે. બાબા રામદેવ અજબોની સંપત્તિના માલિક હોવાનું કહેવાય છે. રાજકારણમાં પણ તેઓ સક્રિય રસ લઈ રહ્યાં છે. તેઓ ભારતીય સંસ્કૃતિનો ફેલાવો, લોકોમાં દેશદાઝની ભાવના જગાડવી વગેરે ક્ષેત્રે પણ કાર્ય કરી રહ્યાં છે.
પ્રારંભિક જીવન
ફેરફાર કરોશ્રી સ્વામી રામદેવનો જન્મ ભારતનાં હરિયાણા[સંદર્ભ આપો] રાજ્યનાં મહેન્દ્રગઢ જિલ્લામાં એક ગરીબ ખેડુત શ્રી રામનિવાસ યાદવને ત્યાં થયો હતો, તેમની માતાનું નામ શ્રીમતી ગુલાબદેવી હતું. બાળપણમાં તેઓ લકવાથી પિડાતા હતાં. જેમાંથી તેઓ યોગની શ્વાસોચ્છ્વાસની ક્રિયાઓ દ્વારા શરીરની પૂર્ણ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શક્યા. તેઓએ ધોરણ આઠ સુધી શાહબાજપુરમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેમણે ખાનપુર ગામમાં એક ગુરુકુળમાં સંસ્કૃત અને યોગ શીખવા માટે પ્રવેશ લીધો. ત્યાં તેમણે આચાર્ય શ્રી પ્રદ્યુમનજીના હાથ નીચે અભ્યાસ કર્યો. દરમ્યાન તેમણે સંન્યાસ લઇ વર્તમાન નામ ધારણ કર્યુ. ત્યાર પછી તેઓ જિંદ જિલ્લામાં ગયાં, અને કાલવા ગુરુકુળમાં જોડાયા. તેમણે હરિયાણાનાં ગ્રામજનોને મફત યોગશિક્ષા આપવાનું શરુ કર્યુ. કાલવા ગુરુકુળમાં તેમણે આચાર્ય શ્રી બળદેવજી મહારાજ પાસે શિક્ષણ લીધું.
કાર્ય
ફેરફાર કરોઆ વિભાગ ખાલી છે. તમે તેમાં માહિતી ઉમેરીને મદદ કરી શકો છો. |
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |