બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ

બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ એ ભારતમાં અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને મરાઠા સામ્રાજ્ય વચ્ચે લડાયેલ બીજું યુદ્ધ હતું.

બીજું આંગ્લ-મરાઠા યુદ્ધ
આંગ્લ-મરાઠા યુદ્ધો નો ભાગ
તિથિ ૧૮૦૩થી ૧૮૦૫
સ્થાન મધ્ય ભારત
પરિણામ અંગ્રેજોનો વિજય
  • દેવગાંવની સંધિ (૧૮૦૩)
  • સુરજી-અંજનાગાંવની સંધિ (૧૮૦૩)
  • રાજઘાટની સંધિ (૧૮૦૫)
યોદ્ધા
અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની મરાઠા સામ્રાજ્ય
સેનાનાયક
United Kingdom of Great Britain and Ireland જેરાર્ડ લેક
  • United Kingdom of Great Britain and Ireland આર્થર વેલેસ્લી
  • United Kingdom of Great Britain and Ireland જેમ્સ સ્ટિવનસન
દૌલત સિંધિયા
  • રાઘોજી બીજા ભોંસલે
  • યશવંતરાવ હોલકર
  • પિઅરે કુલીએર-પેરોં
શક્તિ/ક્ષમતા
લેક, વેલેસ્લી અને સ્ટિવનસન:[]
  • ૪ યુરોપીય અશ્વદળ રેજિમેન્ટ
  • ૮ સ્થાનિક પાયદળ રેજિમેન્ટ
  • ૨ અંગ્રેજ પાયદળ રેજિમેન્ટ
  • ૧૭ સિપાઈ પલટણ
  • તોપખાનું

લેક, વેલેસ્લી અને સ્ટિવનસન:[]

૨૭,૩૧૩ (જેમાં તોપખાનું અને મદ્રાસ પાયોનિયર્સનો સમાવેશ નથી)
પાયદળ સૈન્ય

આશરે ૧,૦૦,૦૦૦ સૈનિકો

પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ 'ભાગેડુ' પેશ્વા રઘુનાથરાવનો પક્ષ લીધો હતો અને પાછળથી તેના પુત્ર બાજીરાવ બીજાને સહાય કરવી ચાલુ રાખી હતી. પુત્ર તેના પિતા જેટલો બહાદુર નહોતો પરંતુ તે કાવતરાં અને ષડયંત્રો રચવામાં માહેર હતો. વધુમાં, તેના ક્રુર સ્વભાવને કારણે બાજી રાવ બીજાએ મલ્હાર રાવ હોલકરના સંબંધીની હત્યા કરી અને તેમની દુશ્મની વહોરી લીધી હતી.[]

૧૭૯૯-૧૮૦૦માં મૈસુરના સામ્રાજ્યના પતન બાદ ભારતમાં મરાઠા સામ્રાજ્ય એકમાત્ર અંગ્રેજોના કાબુ બહાર હોય તેવું મોટું સામ્રાજ્ય હતું. તે સમયે મરાઠા સામ્રાજ્ય પાંચ બળવાન સરદારોનો સંઘ હતું જેમાં બરોડાના વડા ગાયકવાડ રાજવંશ, ગ્વાલિયરના વડા સિંધિયા, ઈંદોરના વડા હોલકર અને નાગપુરના વડા ભોંસલેનો સમાવેશ થતો હતો. આ સરદારો અરસ-પરસ ઝઘડાઓમાં વ્યસ્ત હતા. અંગ્રેજ કબ્જા હેઠળના ભારતના તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ મોર્નિંગટનએ પેશ્વા અને સિંધિયાને પેટા સરકાર બનાવવા માટે સંધિ કરવા વારંવાર અપીલ કરી પરંતુ નાના ફડણવીસ તેને સખ્ત રીતે નકારતા રહ્યા.

ઓક્ટોબર ૧૮૦૨માં પેશવા બાજી રાવ બીજા અને સિંધિયાના સંયુક્ત સૈન્યને ઈન્દોરના શાશક યશવંતરાવ હોલકર એ પૂનાની લડાઈમાં શિકસ્ત આપી. બાજીરાવ રક્ષણ મેળવવા અંગ્રેજો પાસે પહોંચી ગયા અને તે જ વર્ષે ડિસેમ્બરમાં અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે વસઈની સંધિ કરી. તે સંધિ હેઠળ તેમણે અંગ્રેજોને કેટલોક વિસ્તાર સોંપી અને સૈન્ય સહાય મેળવી તેમજ અન્ય કોઈ સત્તા સાથે સંધિ ન કરવા વચન આપ્યું. આ સંધિ જ અંતે મરાઠા સંઘ માટે ઘાતક સાબિત થઈ.[]

 
અસાઇની લડાઈ દરમિયાન સ્થાનિક પાયદળની ૧લી પલટણ, ૮મી રેજિમેન્ટનો તોપ પર કેપ્ટન હ્યુ મેકિન્ટોશના નેતૃત્વ હેઠળનો હુમલો હુમલો

મરાઠા સરદારોના પ્રતિકાત્મક નેતા એવા પેશ્વા દ્વારા લેવાયેલ આ પગલાંને કારણે મરાઠા સરદારોની લાગણી દુભાઈ અને ખાસ કરીને ગ્વાલિયરના શાશક સિંધિયા અને નાગપુરના શાશક ભોંસલે એ આ સંધિનો વિરોધ કર્યો.

અંગ્રેજ રણનીતિ અનુસાર વેલેસ્લીએ ડેક્કનના ઉચ્ચપ્રદેશ પર, લેકએ ગંગા-યમુનાના મેદાનો અને દિલ્હી, પોવેલે બુંદેલખંડ, મુરે એ બડોચ અને હારકોર્ટે બિહાર પર કબ્જો કરવાનો હતો. આ લક્ષ્યાંક હાંસલ કરવા અંગ્રેજો પાસે ૫૩,૦૦૦ સૈનિકો હતા.[]

સપ્ટેમ્બર ૧૮૦૩માં સિંધિયાનું સૈન્ય લોર્ડ જેરાર્ડ લેકના સૈન્ય સામે દિલ્હી ખાતે આર્થર વેલેસ્લીના સૈન્ય સામે અસાયે ખાતે હારી ગયું. ૧૮ ઓક્ટોબરના રોજ અંગ્રેજ સૈન્યએ અસિરગઢના કિલ્લાનો પટ્ટો મામુલી નુક્શાન સાથે કબ્જે કર્યો અને ૨૧મી તારીખે કિલ્લામાં રહેલ સૈન્યએ શરણાગતિ સ્વીકારી. અંગ્રેજોએ તોપમારો કરી અને પ્રાચીન કિલ્લો જેનો ઉપયોગ સિંધિયા સૈન્ય તેમના મથક તરીકે વાપરતું હતું તેનો નાશ કર્યો. નવેમ્બરમાં લેકએ વધુ એક સિંધિયા સૈન્યને લાસવારી પાસે શિકસ્ત આપી. ત્યારબાર ૨૯ નવેમ્બર ૧૮૦૩ના રોજ વેલેસ્લીના સૈન્યએ ભોંસલે સૈન્યને અડગાંવ પાસે હાર આપી. ઈન્દોરના શાશક હોલકર પાછળથી યુદ્ધમાં જોડાયા અને તેને કારણે અંગ્રેજોને વિષ્ટિ કરવા ફરજ પડી.[] મરાઠા સૈન્યને મોટા પ્રમાણમાં નુક્શાન વેઠવું પડ્યું હતું.

નિષ્કર્ષ

ફેરફાર કરો

ડિસેમ્બર ૧૭, ૧૮૦૩ના રોજ નાગપુરના રાઘોજી બીજા ભોંસલે એ ઓરિસ્સા ખાતે અડગાંવની લડાઈ બાદ દેવગાંવની સંધિ પર હસ્તાક્ષર કર્યા અને કટ્ટકનો પ્રદેશ (જેમાં મુઘલબંદી, ઓડિશાનો તટપ્રદેશ, ગરજત, બાલાસોરનું બંદર, મિદનાપુર જિલ્લો, પશ્ચિમ બંગાળનો સમાવેશ થતો હતો) જતો કરવો પડ્યો.[]

ડિસેમ્બર ૩૦, ૧૮૦૩ના રોજ દૌલત સિંધિયાએ અસાયેની લડાઈ અને લાસવારીની લડાઈ બાદ સુરજી-અંજનાગાંવની સંધિ પર હસ્તાક્ષર કર્યા અને રોહતક, ગુડગાંવ, ગંગા-યમુનાનો મેદાનપ્રદેશ, દિલ્હી, આગ્રા, બુંદેલખંડ, ભરુચ, ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને અહમદનગરનો કિલ્લો જતો કરવો પડ્યો.

અંગ્રેજોએ એપ્રિલ ૬, ૧૮૦૪ના રોજ યશવંતરાવ હોલકર સાથે સંઘર્ષની શરુઆત કરી. ડિસેમ્બર ૨૪, ૧૮૦૫ના રોજ હોલકરને રાજઘાટની સંધિ પર હસ્તાક્ષર કરવા ફરજ પડી અને ટોંક, રામપુરા અને બુંદી જતા કરવા પડ્યા.[]

માધ્યમોમાં

ફેરફાર કરો

જી. એ. હેન્ટી દ્વારા સર્જિત પુસ્તક એટ ધ પોઇન્ટ ઓફ ધ બેયોનેટ: અ ટેલ ઓફ ધ મરાઠા વોર કાલ્પનિક ઈતિહાસ દ્વારા યુદ્ધનું વર્ણન કરે છે.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Cooper, pp. 315–8.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Naravane, M.S. (૨૦૧૪). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. પૃષ્ઠ ૬૫–૬૬. ISBN 9788131300343.
  3. Wolpert, Stanley (૨૦૦૯). A New History of India (૮ આવૃત્તિ). New York, NY: Oxford UP. પૃષ્ઠ ૪૧૦–૪૧૧. ISBN 978-0-19-533756-3.

પૂરક વાચન

ફેરફાર કરો