બેસ્તાઇલ

ફ્રાન્સના પેરિસમાં આવેલો ભૂતપૂર્વ કિલ્લો

બેસ્તાઇલ અથવા બેસ્ટાઇલ (અંગ્રેજી: Bastille) એ પેરિસમાં રાજકીય કેદીઓ માટે જેલ તરીકે વપરાતો કિલ્લો હતો. ફ્રાન્સના રાજા ચાર્લ્સ પાંચમાંએ ૧૩૭૦માં આ કિલ્લો બંધાવ્યો હતો. સત્તરમી સદીથી રાજાના વિરોધી અમલદારો અને પ્રતિપક્ષીઓને પૂરવા માટે જેલ તરીકે તે વપરાવા લાગ્યો હતો.[૧]

બેસ્તાઇલનો કિલ્લો

૧૪ જુલાઈ ૧૭૮૯ના રોજ લૂઈ ૧૬માના શાસન દરમિયાન પેરિસના લોકોએ આ કિલ્લામાં રાખેલા શસ્ત્રો તથા દારૂગોળો કબજે કરવાના ઈરાદાથી તેને ઘેરી લીધો હતો, અને જેલના વડા અધિકારીઓને મારી નાખી રાજકીય કેદીઓને મુક્ત કર્યા અને કિલ્લો કબજે કર્યો હતો. ફ્રાન્સની ક્રાંતિ બાદ ક્રાંતિકારી સરકારના હુકમથી આ કિલ્લો તોડી નાખવામાં આવ્યો. ફ્રાન્સમાં બેસ્તાઇલના પતનને લોકશાહી સરકારની રચનાના પ્રતીક તરીકે જોવામાં આવે છે; તેથી ૧૪ જુલાઈનો દિવસ દેશમાં રાષ્ટ્રીય તહેવાર (બેસ્તાઇલ ડે) તરીકે ઉજવવામાં આવે છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ શુક્લ, જયકુમાર ર. (૨૦૦૦). "બેસ્તાઇલ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૩ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૨૫. OCLC 248968520.