બોપલ-ઘુમા નગરપાલિકા
બોપલ-ઘુમા નગરની નગરપાલિકા
બોપલ-ઘુમા નગરપાલિકા એ બોપલ અને ઘુમા એ બન્ને ગ્રામપંચાયતોને ભેગી કરી ને બનાવવામાં આવેલી નગરપાલિકા છે. ૫૦,૦૦૦ કરતા વધારે વસ્તી ધરાવતા વિસ્તારને નગરપાલિકાની માન્યતા મળે છે એ નિયમ મુજબ બોપલની મતદારયાદીમાં ૩૭,૬૩૫ અને ઘુમાની મતદાર યાદીમાં ૧૫૦૦૦ કરતા પણ વધુ મતદારો નોંધાયેલા છે. બન્ને વિસ્તારોનાં મતદારોની સંખ્યા સાથે જોડતા ૫૦,૦૦૦ કરતા વધારે થાય છે અને કુલ જનસંખ્યા ૧,૫૦,૦૦૦ કરતા વધારે છે. આથી આ વિસ્તારોની ભેગી નગરપાલિકા ફેબ્રુઆરી-૨૦૧૫માં જાહેર કરવામાં આવેલી છે[૧][૨].
તારીખ ૧૮મી જુન ૨૦૨૦ના ગુજરાત રાજ્ય સરકારના એક જાહેરનામા પ્રમાણે બોપલ-ઘુમા નગરપાલીકા હેઠળના વિસ્તારનો હવેથી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે[૩].
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Bopal, Ghuma merged; new municipality takes birth". ટાઇમ્સ ઓફ ઇન્ડીયા. ૨૬-ફેબ્રુઆરી-૨૦૧૫. મૂળ સંગ્રહિત માંથી 2015-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૬-સપ્ટેમ્બર-૨૦૧૫. Check date values in:
|access-date=
and|date=
(મદદ) - ↑ સંદેશ ખબરદાતા (૦૬ ડિસેમ્બર ૨૦૧૪). "ઔડામાં નવું ટાઉન : બોપલ, ઘુમા પંચાયતોને 'પાલિકા'નું પ્રમોશન". વર્તમાનપત્ર. સંદેશ. મૂળ સંગ્રહિત માંથી 2015-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫. Check date values in:
|access-date=
and|date=
(મદદ) - ↑ "બોપલનો અમદાવાદમાં સમાવેશ". નવ ગુજરાત સમય. ૧૯ જુન ૨૦૨૦ – અમદાવાદ સમય વડે. Check date values in:
|date=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |