બ્રીજ ભુષણ કાબરા (૧૯૩૭ - ૧૨ એપ્રિલ ૨૦૧૮) એક ભારતીય સંગીતકાર હતા. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રમાં ગિટાર એક મહત્વના સાધન તરીકે લોકપ્રિયતા અપાવી હતી. [] તેમનો જન્મ બ્રિટિશ રાજ સમયમાં જોધપુર શહેરમાં થયો હતો. []

બ્રીજ ભુષણ કાબરા
દિલ્હી ખાતે એક સંગીત કાર્યક્રમ દરમિયાન બ્રીજ ભુષણ કાબરા
પાર્શ્વ માહિતી
જન્મ૧૯૩૭
જોધપુર, જોધપુર રજવાડું, બ્રિટીશ ભારત
મૃત્યુ૧૨ એપ્રિલ ૨૦૧૮ (૮૧ વર્ષ)
અમદાવાદ, ગુજરાત, ભારત
શૈલીહિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત
વાદ્યોગીટાર
સંબંધિત કાર્યોદેબાશિષ ભટ્ટાચાર્ય[]
વેબસાઇટwww.brijbhushankabra.com

બ્રીજ ભુષણ ગિટાર પર શાસ્ત્રીય રાગ વગાડનાર પ્રથમ ભારતીય સંગીતકાર બન્યા. તેમણે જાહેરમાં કાર્યક્રમો કર્યા અને ૧૯૬૦ના વર્ષમાં બાંસુરી વાદક હરિપ્રસાદ ચૌરસિયા અને સંતૂર વાદક શિવકુમાર શર્મા સાથે સફળતાપૂર્વક કોલ ઓફ ધ વેલી (૧૯૬૭) નામના આલ્બમનું રેકોર્ડીંગ કર્યું હતું.

તેમનું ૧૨ એપ્રિલ ૨૦૧૮ ના રોજ અમદાવાદ, ભારત ખાતે ૮૧ વર્ષની વયે વિવિધ અંગોના કાર્ય ન કરી શકવાને કારણે અવસાન થયું હતું. []

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Gilbert, Andrew (2008-04-06). "Sliding between cultures, instruments". The Boston Globe. મેળવેલ 2009-08-07.
  2. Somasundaram, Kannan (13 April 2018). "Sliding guitar gently weeps". The Times of India. The Times Group. મેળવેલ 13 April 2018.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો