હરિપ્રસાદ ચૌરસિયા
પંડિત હરિપ્રસાદ ચૌરસિયા (જન્મ ૧ જુલાઈ ૧૯૩૮) સંગીત દિગ્દર્શક અને પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય વાંસળી વાદક છે.[૧]
પંડિત હરિપ્રસાદ ચૌરસિયા | |
---|---|
હરિપ્રસાદ ચૌરસિયા (૨૦૧૫) | |
પાર્શ્વ માહિતી | |
જન્મ | ૧ જુલાઈ ૧૯૩૮ અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ, ભારત |
શૈલી | ભારતીય શાસ્ત્રીય સંગીત, ફિલ્મી ગીત |
વ્યવસાયો | સંગીત દિગ્દર્શક, વાંસળી વાદક, સંગીતકાર |
વાદ્યો | વાંસળી |
સક્રિય વર્ષો | ૧૯૫૭-વર્તમાન |
સંબંધિત કાર્યો | શિવકુમાર શર્મા, બ્રિજ ભૂષણ કાબરા, ઝાકીર હુસેન, જૉન મૅકલેગ્લીન |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૧ જુલાઈ ૧૯૩૮ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના અલ્હાબાદમાં થયો હતો.[૨] તેમના પિતા પહેલવાન હતા. તેઓ જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેઓ પિતાની ઈચ્છા અનુસાર પહેલવાન બનવા માટે અખાડામાં નિયમિત જતા હતા પરંતુ તેમનું સંગીત તરફ આકર્ષણ હતું.[૩] સંગીત તરફના લગાવને કારણે શરૂઆતમાં તેમણે પિતાથી છુપાઈને મિત્રના ઘરે તબલા વાદનનો અભ્યાસ શરૂ કર્યો.
કારકિર્દી
ફેરફાર કરોતેમણે ૧૫ વર્ષની ઉંમરે પડોશી રાજારામ પાસેથી સંગીત શીખવાની શરૂઆત કરી હતી. બાદમાં આઠ વર્ષો સુધી વારાણસીના ભોલારામ પ્રસન્નના માર્ગદર્શનમાં વાંસળી શીખવાની શરૂ કરી હતી. ૧૯૫૭માં તેઓ કટક (ઓરિસ્સા) ખાતેના ઓલ ઈન્ડિયા રેડિયો સાથે સંગીતકાર અને કલાકાર તરીકે જોડાયા.[૨][૪] ઓલ ઈન્ડિયા રેડિયો સાથે કામ કરતાં તેઓ બાબા અલુદ્દીન ખાનની પુત્રી અને શિષ્યા અન્નપૂર્ણા દેવીના પરિચયમાં આવ્યા. અન્નપૂર્ણા દેવી સાર્વજનિક ગાયન-વાદન કરતાં નહોતા આથી અગાઉની તમામ સંગીત તાલીમ ભૂલીને નવેસરથી તાલીમ લેવાની શરતે ચૌરસિયાને અંગત માર્ગદર્શન આપવા તૈયાર થયા.[૫]
શાસ્ત્રીય સંગીત ઉપરાંત, તેઓએ શિવકુમાર શર્મા સાથે શિવ-હરિ નામનું એક સંગીતસમુહ બનાવ્યું. બન્નેની જોડીએ સિલસિલા, ડર, લમ્હેં અને ચાંદની જેવી કેટલીક લોકપ્રિય ફિલ્મોનું સંગીત તૈયાર કર્યું છે. આ જ પ્રમાણે તેમણે ઉડિયા સંગીતકાર ભુવનેશ્વર મિશ્રા સાથેના ભુવન-હરિ સંગીતસમુહ દ્વારા ઘણીબધી ઉડિયા ફિલ્મોમાં ઉત્કૃષ્ઠ સંગીત આપ્યું છે. ઉપરાંત તેઓ નેધરલેન્ડ ખાતેના વિશ્વ સંગીત વિભાગમાં કલાત્મક સંગીત નિર્દેશક તરીકે કાર્યરત છે. તેઓએ મુંબઈ અને ભુવનેશ્વરમાં ક્રમશ: વર્ષ ૨૦૦૬ અને ૨૦૧૦માં વૃંદાવન ગુરુકુલની સ્થાપના કરી હતી.[૬] તેમણે કેટલાંક પશ્ચિમી સંગીતકારો (ઉદા.જૉન મૅકલેગ્લીન) સાથે મળીને ભારતીય ફિલ્મોમાં સંગીત તૈયાર કર્યું છે.
અંગત જીવન
ફેરફાર કરોતેમના લગ્ન કમલા[૭] અને અનુરાધા[૩] સાથે થયા હતા. તેમને ત્રણ પુત્રો (વિનય, અજય અને રાજીવ) અને પાંચ પુત્રીઓ છે.[૮]
ફિલ્મોમાં સંગીત
ફેરફાર કરોશિવકુમાર શર્મા સાથે તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.
હિન્દી ફિલ્મો
ફેરફાર કરો- ચાંદની
- ડર
- લમ્હેં
- સિલસિલા
- ફાસલે
- વિજય
- સાહેબાં
ઉડિયા ફિલ્મો
ફેરફાર કરો- શ્રીવેન્નેલા (૧૯૮૬)
અંગ્રેજી ફિલ્મો
ફેરફાર કરો- 16 Days in Afghanistan.
પુસ્તક
ફેરફાર કરોઆલ્બમ
ફેરફાર કરોપંડિત હરિપ્રસાદ ચૌરસિયા દ્વારા બહાર પાડવામાં આવેલ મુખ્ય આલ્બમ આ પ્રમાણે છે.
- ૧૯૬૭
- કોલ ઓફ ધ વેલી શિવકુમાર શર્મા અને બ્રિજમોહન કાબરા સાથે
- ૧૯૭૮
- ક્રિષ્ણધ્વનિ ૬૦
- ૧૯૮૧
- પંડિત હરિપ્રસાદ ચૌરસિયા - ફ્લ્યુટ
- ૧૯૮૪
- પંડિત હરિપ્રસાદ ચૌરસિયા - ફ્લ્યુટ (આલ્બમનું નામ સમાન છે, રાગ અલગ અલગ છે)
- ૧૯૮૭
- મોર્નિંગ ટુ મિડનાઈટ રાગાઝ - મોર્નિંગ રાગાઝ
- ૧૯૮૮
- કોલ ઓફ ધ વેલી
- ૧૯૮૯
- વેણું
- લાઈવ ઇન અહમદાબાદ '૮૯
- ૧૯૯૦
- ઇમોર્ટલ સીરીઝ
- ૧૯૯૧
- મેઘ મલ્હાર
- ૧૯૯૨
- નાઈટ રાગાઝ
- લાઇવ ઇન આમ્સ્ટ્રેડમ'૯૨
- મોર્નિંગ ટુ મિડનાઈટ રાગાઝ - આફ્ટરનૂન રાગાઝ
- ઓલ ટાઈમ ફેવરિટ્સ
- લાઇવ ફ્રોમ સવાઈ ગંધર્વ મ્યુઝીક ફેસ્ટીવલ
- ઇમોર્ટલ સીરીઝ - ફ્લ્યુટ ફેન્ટાસીઆ
- ૧૯૯૩
- ઇન્ડિયન ક્લાસિકલ માસ્ટર્સ
- ડે લાઈટ રાગાઝ
- ફ્લ્યુટ - હરિપ્રસાદ ચૌરસિયા
- સાઉન્ડસ્કેપ્સ - મ્યુઝીક ઓફ ધ રિવર્સ -હરિપ્રસાદ ચૌરસિયા
- ૧૯૯૪
- ઠુમરી - ધ મ્યુઝીક ઓફ લવ
- ઇન અ મેલો મૂડ
- પઝેશન
- ઇમોર્ટલ સીરીઝ - ડિવાઇન દ્રુપદ
- ક્લાસિકલ ગ્રેટ્સ -આઇડિયા ઓન ફ્લ્યુટ્સ
સન્માન
ફેરફાર કરો- સંગીત નાટક અકાદમી ઍવોર્ડ
- કોણાર્ક સન્માન (૧૯૯૨)[૪]
- પદ્મ ભુષણ - ૧૯૯૨ 'હરિપ્રસાદ ચૌરસિયા'ને ભારત સરકાર દ્વારા ૧૯૯૨ના વર્ષમાં એમના સંગીતકલાના ક્ષેત્રમાં વિશિષ્ઠ યોગદાન બદલ પદ્મ ભૂષણ પુરસ્કાર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા[૧૧]
- યશ ભારતી સન્માન - ૧૯૯૪
- પદ્મ વિભુષણ - ૨૦૦૦ (ભારત સરકાર દ્વારા)[૧૧]
- પંડિત ચતુરલાલ એક્સલન્સ ઍવોર્ડ - ૨૦૧૫
- હાફિજ અલી ખાન ઍવોર્ડ - ૨૦૦૦
- દિનાનાથ મંગેશકર ઍવોર્ડ - ૨૦૦૦
- કલા અને સંગીત ફાઉન્ડેશન, પુના દ્વારા વર્ષ ૨૦૦૮નો પુને પંડિત એવોર્ડ
- અક્ષયા સન્માન - ૨૦૦-[૧૨]
- માનદ ડોક્ટરેટ પદવી , ઉત્તર ઓરિસ્સા યુનિવર્સિટી - ૨૦૦૮
- માનદ ડોક્ટરેટ પદવી, ઉત્કલ વિશ્વવિદ્યાલાય - ૨૦૧૧
- સુચના અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના ફિલ્મ વિભાગ દ્વારા ૨૦૧૩માં બાંસુરી ગુરુ નામની એક દસ્તાવેજી લઘુફિલ્મ બનાવવામાં આવી છે જે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના જીવન પર આધારિત છે અને તેમના સંગીત પ્રદાનને પ્રસ્તુત કરે છે. ફિલ્મનું નિર્દેશન તેમના સંગીતકાર પુત્ર રાજીવ ચૌરસિયા દ્વારા કરવામાં આવ્યું છે.[૧૩][૧૪]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Hariprasad Chaurasia performs in Hyderabad". The Times of India. 26 September 2009. મૂળ માંથી 2012-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-02. સંગ્રહિત ૨૦૧૨-૧૧-૦૪ ના રોજ વેબેક મશિન
- ↑ ૨.૦ ૨.૧ Datta, Madhumita (2008). Let's Know Music and Musical Instruments of India. Star Publications. પૃષ્ઠ 64. ISBN 978-1905863297.
- ↑ ૩.૦ ૩.૧ Kalidas, S (6 July 1998). "Flamboyant Flautist". India Today. મૂળ માંથી 16 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 2 નવેમ્બર 2019.
- ↑ ૪.૦ ૪.૧ Kumar, Raj (2003). Essays on Indian Music. Discovery Publishing House. પૃષ્ઠ 220. ISBN 978-8171417193.
- ↑ "Learning from the master: Corporate lessons from flute maestro Pandit Hariprasad Chaurasia". Firstpost.com. મેળવેલ 30 June 2017.
- ↑ Manjari Sinha (22 April 2016). "Blown away by the master". The Hindu. મેળવેલ 28 April 2016.
- ↑ "Pandit Hariprasad Chaurasia's first wife, sons left out of biopic". Timesofindia.indiatimes.com. મેળવેલ 15 January 2016.
- ↑ "A step forward in promotion of classical music". The Hindu. 22 March 2010. મૂળ માંથી 31 માર્ચ 2010 પર સંગ્રહિત. મેળવેલ 2 નવેમ્બર 2019. સંગ્રહિત ૨૦૧૦-૦૩-૩૧ ના રોજ વેબેક મશિન
- ↑ "Hariprasad Chaurasia, romance of the bamboo reed : a biography". worldcat.org.ISBN 8-1829-0042-5, 978-8-1829-0042-4
- ↑ "Hariprasad Chaurasia & the Art of Improvisation by Hariprasad Chausaria, Henri Tournierc". Amazon.co.uk. મેળવેલ 15 January 2016.
- ↑ ૧૧.૦ ૧૧.૧ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. મૂળ (PDF) માંથી 15 નવેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 21 July 2015.
- ↑ Satapathy, Rajaram (10 October 2009). "Hariprasad Chaurasia gets Akshaya Samman". The Times Of India. મૂળ માંથી 12 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2014. સંગ્રહિત ૨૦૧૪-૦૨-૧૨ ના રોજ archive.today
- ↑ Pau, Debjani (14 January 2013). "Real story of flute maestro now captured in reel". Indian Express. મેળવેલ 20 January 2013.
- ↑ "Weaving melody with the divine flute". The New Indian Express. 15 January 2013. મૂળ માંથી 23 નવેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 20 January 2013.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- HariJi.org સંગ્રહિત ૨૦૧૮-૧૧-૨૬ ના રોજ વેબેક મશિન
- website
- Interview with Choodie Shivaram
- Hariprasad Chaurasia by Mohan Nadkarni
- Interview with The Scholars' Avenue, IIT Kharagpur સંગ્રહિત ૨૦૧૧-૦૪-૨૪ ના રોજ વેબેક મશિન
- Interview with Know Your Star સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૭ ના રોજ વેબેક મશિન