ભારતી ભૂષણ

ગુજરાતી ત્રિમાસિક સામયિક

ભારતી ભૂષણ એ ગુજરાતી સાહિત્યનું ત્રિમાસિક સામયિક હતું.[૧]

બાલાશંકર કંથારીયાની ગઝલો અને ઉર્મિકાવ્યો આ ત્રિમાસિકમાં જ પ્રગટ થયેલા. બલિહારી તારા અંગની ચંબેલીમાં દીઠી નહીં સખ્તાઈ તારા દિલની, મે વ્રજ માં દીઠી નહીં ગઝલ સામાયિકમાં પ્રથમ પ્રગટ થઈ હતી.[સંદર્ભ આપો]

ભારતી ભૂષણમાં ધર્મ, ઇતિહાસ, રાજકારણ વગેરે વિષયો ઉપર લેખો પ્રગટ થયા અને અનુવાદો પણ તેમાં જ પ્રગટ થતાં હતા. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' દ્વારા થયેલ મુચ્છકટિકાનો અનુવાદ પણ આ સામાયિકમાં છપાયેલો. કાન્તની કવિતાઓ અને લેખો પણ તેમાં પ્રગટ થયેલા.[૧]

કેશવ હ. ધ્રુવના અમરુશતકનું અવલોકન અને હાફિઝ વિશેના લેખો પણ આ સામાયિકમાં છે.[૧]

ઇતિહાસ ફેરફાર કરો

ભારતી ભૂષણની શરૂઆત ગુજરાતી ગઝલકાર બાલાશંકર કંથારીયાએ ઇ.સ ૧૮૮૭માં ભરૂચથી કરી હતી.[૨] તેના અઢાર અંક ઇ.સ ૧૮૯૫ સુધીમાં પ્રગટ થયા હતા.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ દેસાઇ, નલિની (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. ૧૪. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૦૬.
  2. Dr. Sanjay Kachot (14 May 2014). 19 Mi Sadinu Gujarati Patrakaratva Pravaho ane Prabhav (May,2014 આવૃત્તિ). આણંદ: RED'SHINE Publication. Inc. પૃષ્ઠ 27–. ISBN 978-93-84190-11-8.