બાલાશંકર કંથારીયા

ગુજરાતી કવિ

બાલાશંકર કંથારીયા[૨] એ જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં નડીઆદમાં સઠોદર નાગર કુળમાં થયો હતો.[૩][૪]

બાલાશંકર કંથારીયા
જન્મબાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા
(1858-05-17)17 મે 1858
નડીઆદ
મૃત્યુ1 April 1898(1898-04-01) (aged 39)
નડીઆદ
હૂલામણું નામક્લાન્ત કવિ, બાલ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
જીવનસાથીમણિલક્ષ્મી[૧]

અભ્યાસફેરફાર કરો

તેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા.[૩]

જીવનફેરફાર કરો

 
બાળાશંકરના જન્મસ્થળે (નડિયાદ) લગાડવામાં આવેલ તકતી

અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા.[૩]

અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.[૩]એમ કહેવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી.[૫]

તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે મરકીમાં નડિયાદ ખાતે અવસાન પામ્યા.[૬]

સાહિત્ય-સર્જનફેરફાર કરો

'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.[૪]તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.[૩]

'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે[૭]

સંદર્ભફેરફાર કરો

  1. Suhrud, Tridip (1999). "Love, Desire and Moksha: Manibhai Nabhubhai and the Loss of Svadharma" (PDF). Narrations of a Nation: Explorations Through Intellectual Biographies (Ph.D). અમદાવાદ: School of Social Sciences, ગુજરાત યુનિવર્સિટી. p. 106. hdl:10603/46631. Check date values in: |year= (મદદ)
  2. Sisir Kumar Das (૨૦૦૦). History of Indian Literature. . p. ૨૪૫. Check date values in: |year= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "બાલાશંકર કંથારીયા". ૩ જુલાઇ ૨૦૦૬. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ Jeṭhālāla Nārāyaṇa Trivedī (૧૯૮૭). Love Poems & Lyrics from Gujarati. p. ૧૪૫. Check date values in: |year= (મદદ)
  5. K. M. George (૧૯૯૨). Modern Indian Literature, an Anthology: Surveys and poems. p. ૧૨૪. Check date values in: |year= (મદદ)
  6. પટેલ, રણજિત 'અનામી' (ઑક્ટોબર ૨૦૧૮). "કંથારિયા, બાલાશંકર". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૪૬૩. ISBN 978-93-83975-34-1.
  7. Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra (૨૦૦૭). Gujarat. . Gujarat Vishvakosh Trust. Check date values in: |year= (મદદ)

પૂરક વાચનફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો