ભિલોડા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ભિલોડા ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લાના છ (૬) તાલુકા પૈકીના ભિલોડા તાલુકાનું નગર છે. આ નગર અરવલ્લીની પર્વતમાળાના ડુંગરોની તળેટીમાં વસેલું છે. મૂળ ભિલોડા ગામ હાથમતી નદીના તટ ઉપર વસેલું હતું. આ ગામ અત્યારે વિકસિત થઈને નગર-શહેરના સ્તર પર પહોચ્યું છે. અહીં પંચાયત, પ્રાથમિક, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ, કૃષિ બજાર, પોલીસ સ્ટેશન, બેંક અને કોટેજ હોસ્પિટલ આવેલી છે.

ભિલોડા
—  નગર  —
ભિલોડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°28′N 73°09′E / 23.46°N 73.15°E / 23.46; 73.15
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
વસ્તી

• ગીચતા

૧૬,૬૭૪[૧] (૨૦૧૧)

• 286/km2 (741/sq mi)

લિંગ પ્રમાણ ૯૪૧ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૩૨૪૫
    • ફોન કોડ • +૯૧ ૦૨૭૭૧
ISO 3166-2 IN-GJ

જાણીતી વ્યક્તિઓ ફેરફાર કરો

ભિલોડાની પ્રસિદ્ધ વ્યક્તિઓમાં અમર ઉપાધ્યાય છે, કે જેમણે ટી.વી. શ્રેણી 'કયું કી સાસ ભી કભી બહુ થી'માં મિહિર વિરાણીની ભૂમિકા ભજવી હતી.[સંદર્ભ આપો] આ ઉપરાંત ગામની યોગિની ચૌહાણે ગામમાંથી પ્રથમ આઈ.એ.એસ. થઈને અસંખ્ય યુવતીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.[સંદર્ભ આપો]

ઉદ્યોગો ફેરફાર કરો

ભિલોડામાં ૧૫ હેકટરમાં જી.આઈ.ડી.સી.ની ઔદ્યોગિક એસ્ટેટ આવેલ છે.

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

હાથમતી નદીના કિનારે આવેલ વૈજનાથ મહાદેવના મોટા મંદિર ઉપરાંત ગામની વચ્ચે લક્ષ્મીનારાયણ મંદિર અને રામજી મંદિર આવેલાં છે.

ચંદ્રપ્રભુ દિગંબર જૈન બાવન જિનાલય ૧૨મી સદીમાં બંધાયેલું છે અને આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુને સમર્પિત છે, જે ૭૦ ફીટ લંબાઇ, ૪૫ ફીટ પહોળાઇ અને ત્રીસ ફીટ ઉંચાઇ ધરાવે છે, તેનો મિનારો ચાર માળનો અને ૭૫ ફીટ ઉંચાઇ ધરાવે છે અને પ્રવેશદ્વારની જોડે આરામગૃહ ધરાવે છે.[૨]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Bhiloda Population, Caste Data Sabarkantha Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-02 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-02.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૩૩.

બાહ્ય કડીઓ ફેરફાર કરો