ભેંસાણ, જૂનાગઢ જિલ્લો

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ભેંસાણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ભેંસાણ
—  નગર  —
ભેંસાણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°33′29″N 70°42′15″E / 21.557939°N 70.70406°E / 21.557939; 70.70406
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
વસ્તી ૧૧,૩૫૮[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૧૭ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨૦૨૦
    • ફોન કોડ • +૯૧૨૮૭૩
    વાહન • જીજે-૧૧

ઇતિહાસ ફેરફાર કરો

લોકવાયકા મુજબ આ નગર નાનું નેસ હતું. કેટલાક રાજપૂતોને અહીં તેમની ખોવાયેલી ભેંસો મળી આવી હતી અને તેમણે આ સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું અને ભેંસ પરથી આ સ્થળનું નામ ભેંસાણ પડ્યું હતું.[૨]

૧૮૩૦ના દાયકામાં હમીર મેહરે નગર પર આક્રમણ કર્યું હતું. ભેંસાણ નજીક ટીંબડી પર મળેલ તામ્રપત્ર આ સ્થળનું નામ ભાસંત હતું તેવું દર્શાવે છે, જે કદાચ ભેંસાણનું પ્રાચીન નામ હશે.[૨]

બ્રિટિશ શાસન સમયે તે મહાલનું મુખ્ય મથક હતું અને વહીવટદાર તેમજ પ્રથમ દરજ્જાના જજ અહીં રહેતા હતા.[૨]

ભૂગોળ ફેરફાર કરો

ભેંસાણ જિલ્લા મથક જુનાગઢથી પૂર્વ દિશામાં ૩૪ કિ.મી. દૂર ઉબેણ નદીના કાંઠા પર પર ઉબેણીયા ટીંબા તરીકે ઓળખાતા ઉંચાણ વાળા વિસ્તારમાં આવેલું છે (જે ગામથી 3 miles (4.8 km) દૂર છે).

વસ્તી ફેરફાર કરો

ભેંસાણની વસ્તી ૧૮૭૨માં મુખ્યત્વે વાણિયા, બ્રાહ્મણ, લોહાણા અને કણબી જ્ઞાતિઓ અને ૩૦૨૯ વ્યક્તિઓની હતી. ૧૮૭૮-૭૯માં પડેલા દુષ્કાળને કારણે ૧૮૮૧માં વસ્તી ઘટીને ૧૬૩૧ વ્યક્તિઓની થઇ ગઇ હતી.[૨]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભેંસાણની વસ્તી ૧૧,૩૫૮ વ્યક્તિઓની છે.[૧]

અર્થતંત્ર ફેરફાર કરો

ભેંસાણ તાલુકાનું કપાસ ઉત્તમ કક્ષાનું ગણાય છે.[૨]

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

દેવીદાસ નામના સ્થાનિક અહીં વસતા હતા, જે તેમની ચમત્કારિક અને દૈવી શક્તિઓને કારણે સત્ય દેવીદાસ તરીકે ઓળખાય છે. તેમની સમાધિ ભેંસાણથી ઇશાન ખૂણે 2 miles (3.2 km) દૂર આવેલી છે. અષાઢ સુદ બીજના દિવસે અહીં મેળો ભરાય છે અને સાધુઓ લોકોને અન્ન વહેંચે છે. અહીંના પવિત્ર સ્થળે કુષ્ઠરોગનું નિવારણ થાય છે એવું કહેવાય છે, જેથી ઘણાં લોકો અા સ્થળની મુલાકાત લે છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Bhesan Population - Junagadh, Gujarat". મેળવેલ ૧૫ ઓક્ટોબર ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,

  આ લેખ હવે પબ્લિક ડોમેનમાં પ્રકાશિત પ્રકાશન ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે, માંથી લખાણ ધરાવે છે.