ભેંસાણ તાલુકો

ગુજરાતના જુનાગઢ જિલ્લાનો તાલુકો

ભેંસાણ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો તાલુકો છે.

ભેંસાણ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોજુનાગઢ
મુખ્ય મથકભેંસાણ
વિસ્તાર
 • કુલ૪૩૮.૦૬ km2 (૧૬૯.૧૪ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૭૯૭૧૨
 • ગીચતા૧૮૦/km2 (૪૭૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૫૮
 • સાક્ષરતા
૭૪.૮૨%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ભેંસાણ તાલુકાનું મુખ્ય મથક છે અને તે જિલ્લા મથક જુનાગઢથી ૩૪ કિ.મી.ના અંતરે આવેલું છે. તાલુકાનો વિસ્‍તાર ૪૩૮.૦૬ ચો.કિ.મી છે. જેમાં ૪૫૩૬૧ હેકટર આરે. ખેતીની જમીન છે. ભેંસાણની પાસે, ડુંગરની ખીણમાં બંધ આવેલો છે, જે ઇ.સ. ૧૪૦૦ માં બંધાયેલ છે. તાલુકાની આબોહવા ડુંગરાળ પ્રદેશ અને જંગલ વિસ્‍તારને કારણે વિષમ પ્રકારની છે. હવામાન મુખ્યત્વે સુકું અને ઉનાળામાં ઉષ્‍ણતામાન ૪૫.પ ડીગ્રી સેન્‍ટીગ્રેડ સુધી અને શિયાળામાં ૫.૫ ડીગ્રી નોંધાયેલું છે. તાલુકાના મુખ્ય પાકોમાં ઘઉં, કપાસ, મગફળી, જુવાર, એરંડા છે. તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તથા પશુપાલન છે. તાલુકામાં એકમાત્ર મોટો ઉદ્યોગ પાટલા ગામ નજીક આવેલું ઓસ્ટિન એન્જીનિયરીંગ નામનું ખાનગી એકમ છે. તાલુકાની મુખ્ય નદીઓ ઉબેણ નદી અને ઓઝત નદી છે.[૨]

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

ભેંસાણથી ૪ કિ.મી.ના અંતરે આવેલાં પરબ વાવડી ગામે સતદેવીદાસ અમર દેવીદાસ બાપુની પરબની વર્ષો જુની પ્રસિદ્ધ જગ્‍યા આવેલી છે. જ્યાં કાયમી ધોરણે સદાવ્રત ચાલે છે. તેમજ અષાઢી બીજનો મેળો ભરાય છે જેમાં દેશવિદેશથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. આ ઉપરાંત, સાંકરોળા ગામે સાંકળેશ્‍વર મહાદેવનું જુનું મંદીર, ડમરાળા ગામે સંતશ્રી મુંડીયાસ્‍વામી નું જન્‍મ સ્‍થાન છે તેમજ ચણાકા ગામે ચ્યવન ઋષિનો આશ્રમ – મંદીર આવેલ છે. જયા પાંચ પાન વાળો વડ જોવાલાયક છે.

વસ્તી ફેરફાર કરો

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભેંસાણ તાલુકાની વસ્તી ૭૯૭૧૨ છે. દર હજાર પુરુષોએ સ્‍ત્રીઓનું પ્રમાણ ૯૫૮ છે.[૧] તાલુકામાં વસ્‍તીવાળા ૪૪ અને ઉજજડ ર ગામો આવેલા છે.[૨]

કુલ વસ્તી (૨૦૧૧) પુરુષો સ્ત્રીઓ બાળકો
(૬ વર્ષથી નાના)
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.થી
૭૯,૭૧૨ ૪૦,૭૧૧ ૩૯,૦૦૧ ૭,૯૯૨ ૭૪.૮૨ ૭૩.૧૯ ૬૧.૧૮ વધુ

ભેંસાણ તાલુકાનાં ગામો ફેરફાર કરો

ભેંસાણ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Bhesan Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૮.
  2. ૨.૦ ૨.૧ "ભેસાણ તાલુકા પંચાયત | તાલુકા વિષે | ઇતિહાસ". junagadhdp.gujarat.gov.in. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જાન્યુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો