મણિપુરી ભાષા

સિનો-તિબેટિયન ભાષા

મણિપુરી ભાષા (মিণপূির),મૈતેઇ-લોન (ৈমৈতেলান্),મૈતેઇ-લોલ (ৈমৈতেলান্),(અને ૧૯ મી સદીની બ્રિટિશ પ્રથા મુજબ મૈથેઇ (ৈমৈত),જે લોકોનું નામ છે,ભાષાનું નહીં) એ ભારતનાં ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરનીં મુખ્ય અને સામાન્ય ભાષા છે.તે રાજ્યની અધિકૃત ભાષા પણ છે. આ ભાષા મણિપુર ઉપરાંત ભારતનાં આસામ અને ત્રિપુરા તેથા બાંગ્લાદેશ અને બર્મા(હવે મ્યાનમાર)માં પણ બોલાય છે.

"મૈતેયિ-લોન" ભાષાને ભારતમાં "મણિપુરી" તરીકે ઓળખાવવામાં આવે છે,અને તેનો બંધારણનાં ૮ માં પરિચ્છેદમાં ૧૯૯૨નાં ૭૧ માં સુધારા દ્વારા ભારતની અધિકૃત ભાષાઓમાં સમાવેશ કરવામાં આવેલ છે. મણિપુરી ભાષાનો ભારતના વિશ્વવિધાલયોમાં અનુસ્નાતક (Ph.D)સ્તરે અભ્યાસ કરાવવામાં આવે છે, મણિપુર રાજ્યમાં સ્નાતક સ્તર સુધી માધ્યમની ભાષા તરીકે તેનો અભ્યાસ થાય છે.

"મૈતેયિ-લોન" ભાષાને મણિપુરી તરીકે ઓળખાવવાને કારણે તેનો, મણિપુરમાંજ વપરાતી અન્ય ઇન્ડો-આર્યન ભાષા "વિષ્ણુપ્રિયા મણિપુરી" સાથે,ઐક્ય હોવાનો ગોટાળો ન કરવો.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો