મહારેખા
વિગ્રહરેખા કરતાં મોટી રેખા
ગુરુરેખા કે મહારેખા[૧]નો વપરાશ:
— | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહારેખા | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
૧. અમુક પદાર્થો ગણાવ્યા પછી ઉપસંહાર કરતાં મહારેખા મુકાય છે. જેમકે,
- સરિતાનું સ્વચ્છ પાણી, વનનો શીળો પવન, અને આસપાસની ધરિત્રીમાંથી પાકતું ધાન્ય—એ જીવન નિભાવની ત્રણે વસ્તુઓ ઈશ્વરે છૂટે હાથે વેરી હોય ત્યાં પછી શાની મણા રહે ?
૨. અમુક વસ્તુના જુદા જુદા પ્રકાર છે એમ કહી તે પ્રકારો ગણાવતા પહેલાં આ ચિહ્ન મુકાય છે. જેમકે,
- નવીન રાજકીય શસ્ત્રો—સત્ય અને અહિંસા.
અહીં કેટલીક વખત મહાવિરામ અને મહારેખાનું સંયુક્ત ચિહ્ન :— પણ મુકાય છે. જેમકે,
- નવીન રાજકીય શસ્ત્રો :—સત્ય અને અહિંસા.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૫૯.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |