લઘુરેખા કે વિગ્રહરેખા[૧] નો વપરાશ :

વિગ્રહરેખા
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

૧. સમાસનો વિગ્રહ કરતાં–છૂટા પાડતાં આવી નાની રેખા વપરાય છે. જેમકે,

ભક્તિભૂખ્યા–ભક્તિ માટે ભૂખ્યા.
ઉત્સાહમૂર્તિ–ઉત્સાહની મૂર્તિ.

૨. લખતાં લખતાં લીટીને અંતે શબ્દ અધૂરો રહે તે દર્શાવવા માટે પણ આવી રેખા મુકાય છે. જેમકે,

પાંડવો અને કૌરવો ભેગા મળ્યા. કુરુક્ષેત્રમાં મહા–
ભારત યુદ્ધ ખેલાયું.

નોંધ : લીટીને અંતે શબ્દો જેમતેમ છૂટા પડાતા નથી. શબ્દનો જે ભાગ જુદો ઉચ્ચારી શકાય ત્યાંથી જ શબ્દને છૂટો પડાય છે.

સંદર્ભોફેરફાર કરો

  1. "સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૫૮, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.૧૯૩૯