માંધાતા બેટ
ટાપુ
માંધાતા બેટ એ નર્મદા નદીમાં આવેલ એક ટાપુ છે, જે શિવપુરી અથવા ઓમકારેશ્વર તરીકે પણ ઓળખાય છે. ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં સ્થિત છે. ટાપુના દક્ષિણ ભાગમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ આવેલ છે. ઓમકારેશ્વર નર્મદાના કિનારે સ્થિત માંધાતા ટેકરીઓ પર આવેલ છે. ઓમકારેશ્વર નામ આ ટાપુનો આકાર ઓમ જેવો હોવાને કારણે કહેવાય છે. તે લગભગ ૨ કિ.મી. લંબાઈ અને ૧ કિ.મી. પહોળાઈ જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. આ સ્થળ અજમેર-ખંડવા રેલ માર્ગ પર આવેલ ઓમકારેશ્વર રેલ્વે સ્ટેશન થી લગભગ ૧૦ કિ. મી. જેટલા અંતરે આવેલું છે.[૧]
માંધાતા | |
---|---|
ટાપુ | |
ટાપુનો દક્ષિણ ભાગ, જ્યાં ઓમકારેશ્વર મંદિર (સફેદ) જોઈ શકાય છે. | |
અક્ષાંશ-રેખાંશ: 22°15′N 76°09′E / 22.25°N 76.15°E | |
દેશ | ભારત |
રાજ્ય | મધ્ય પ્રદેશ |
જિલ્લો | ખંડવા |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | ISO 3166-2:IN |
સ્થાનિક માન્યતા મુજબ રાજા માંધાતાએ શિવને અહીં અંજલિ અર્પણ કરી હતી અને આ પવિત્ર સ્થળને તેણે પોતાનું પાટનગર બનાવ્યું હતું.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Vijayendra Kumar Mathur. Aitihasik Sthanavali. પૃષ્ઠ ૧૧૫.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |