માગશર સુદ ૧૧
ગીતા જયંતિ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
માગશર સુદ ૧૧ ને ગુજરાતી માં માગશર સુદ એકાદશી કે માગશર સુદ અગીયારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો અગીયારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો અગીયારમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોમહત્વની ઘટનાઓ [૧]
ફેરફાર કરો- સંવત ૧૮૧૯ કચ્છના મહારાવ ગોડજી બીજા અને સિંધ પ્રદેશના બાદશાહ ગુલામશા કલોરો વચ્ચે લખપત તાલુકાના ઐતિહાસિક ઝારાના ડુંગર પર મા-ભોમની રક્ષા કાજે ખેલાયેલા માગશર સુદ નોમથી અગિયારસ ત્રણ દિવસ દરમિયાન યુદ્ધમાં દરેક જ્ઞાતિના લોકોએ શહિદી વહોરી હતી. આ વિગતો `વીરભૂમિ વિંઝાણ પુસ્તકમાં છે. તેમની સ્મૃતિમાં કચ્છમાં શહીદ દિન ઉજવાય છે.
- સં. ૧૯૮૨ રોજ ગાંધીજીએ 'સત્યનાં પ્રયોગો'ની પ્રસ્તાવના લખી.
- સંવત 1999માં માગશર સુદ અગિયારસના રોજ, ખેડાનાં ખંભાતમાં આવેલા ઐતિહાસિક શ્રી સોમચિંતાંમણિ પાર્શ્વનાથ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો.
જન્મ
ફેરફાર કરો- ઈ.પૂ. ૬૫૮૪૯૮૦ - મલ્લીનાથ, જૈન ધર્મનાં ૧૯માં તીર્થંકર. [૨] (જન્મ વર્ષ આપેલ સંદર્ભ આધારીત)
અવસાન
ફેરફાર કરો- સં.1575ના (ઈ.સ.1518) માગશર સુદ એકાદશીની સવારે જેમણે દેહ છોડી દીધો હતો તે સંત કબીર રામ અને રહીમની અભિન્નતાના છડીદાર હતા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
- ↑ મલ્લીનાથ