માઝમ બંધ

ગુજરાત રાજ્યની એક સિંચાઈ યોજના

માઝમ બંધ ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં મોડાસાથી ૯ કિમીના અંતરે મોડાસા તાલુકાના વોલવા ગામ નજીક વાત્રક નદીની ઉપનદીઓ પૈકીની મુખ્ય એવી માઝમ નદી પર આવેલો છે.

માઝમ બંધ
માઝમ બંધનું જળાશય
માઝમ બંધ is located in ગુજરાત
માઝમ બંધ
માઝમ બંધનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°29′16″N 73°21′06″E / 23.487701°N 73.3515453°E / 23.487701; 73.3515453
હેતુપૂર નિયંત્રણ, સિંચાઇ
બાંધકામ શરુઆત૧૯૭૯
ઉદ્ઘાટન તારીખ૧૯૮૪[૧]
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારપાળિયારો
નદીમાઝમ નદી
લંબાઈ૨૪૦૨ મી.[૧]
સરોવર
નામમાઝમ જળાશય
કુલ ક્ષમતા૧૯૧૬ TMC[૧]

આ બંધનો મુખ્ય હેતુ સિંચાઇ છે. આ બંધમાંથી નીકળતી નહેરની લંબાઈ ૧૨.૦૬ કિલોમીટર જેટલી છે, જેની જળવહન ક્ષમતા ૩.૫૦ ઘન મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે. આ નહેર વડે એકંદરે ૮૦૦૦ હેક્ટરમાં સિંચાઇ કરી શકાય છે. આ બંધની મહત્તમ ઊંચાઇ ૨૮.૭૫ મીટર જેટલી અને બંધની કુલ લંબાઇ ૨૪૦૨ મીટર જેટલી છે. આ બંધના નિર્માણમાં કોંક્રીટ ૦.૦૨૯ મિલિયન ઘન મીટર, ચણતર કામ ૦.૦૭૭ મિલિયન ઘન મીટર તેમ જ માટીકામ ૧.૮૧ મિલિયન ઘન મીટર જેટલું કરવામાં આવેલ છે. આ બંધમાં રેડિયલ પ્રકારના ૯.૧૫ મીટર x ૬.૧ મીટર કદના કુલ નવ દરવાજા લગાવવામાં આવેલ છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Mazam Dam". India-WRIS. મૂળ માંથી 28 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 27 December 2018. CS1 maint: discouraged parameter (link)
  2. "માઝમ જળાશય યોજના". નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (જળ સંપત્તિ વિભાગ). મેળવેલ ૧૯ ઓગસ્ટ ૨૦૧૭.