માર્ચ ૩૦
તારીખ
30 માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૯મો(લિપ વર્ષ દરમ્યાન ૯૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૬૯૯ - શિખ ધર્મના દશમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાની સ્થાપના.
- ૧૮૫૮ - હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
- ૧૮૬૭ - અમેરિકાએ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) અલાસ્કા ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
- ૧૯૫૧ - 'રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ "યુનિવાક-૧" (UNIVAC I) કોમ્પ્યુટર, અમેરિકાનાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું.
- ૨૦૦૬ - "યુનાઇટેડ કિંગડમ ત્રાસવાદ કાનુન ૨૦૦૬", કાયદો બન્યો.
- ૨૦૧૧ - આઇ. સી. સી. વિશ્વકપ ૨૦૧૧ની દ્વિતિય સેમિફાયનલ મેચમાં પાકિસ્તાનના સંઘને ૨૯ રનથી હરાવીને ભારતના સંઘનો ફાયનલમાં પ્રવેશ.
જન્મ
ફેરફાર કરો- ૧૯૦૮ – દેવિકા રાણી, ભારતીય ચલચિત્ર અભિનેત્રી (અ. ૧૯૯૪)
અવસાન
ફેરફાર કરો- ૧૬૬૪ - ગુરુ હરકિશન, શિખ ધર્મનાં આઠમાં ગુરુ. (જ.૧૬૫૬)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- અમેરિકા- રાષ્ટ્રીય ડોક્ટર દિવસ
- ભુમિદિન