ભંડારીયા (તા. ભાવનગર)
ભંડારીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, ઉચચતર માધયમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ભંડારીયા (તા. ભાવનગર) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 21°35′13″N 72°07′53″E / 21.586981°N 72.131493°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ભાવનગર | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 66 metres (217 ft) | ||
કોડ
|
ઇતિહાસ
ફેરફાર કરોભંડારીયા મૂળ કામળીયા આહીરોનું રજવાડું હતું.[૧]
જાણીતા વ્યક્તિઓ
ફેરફાર કરોગુજરાતી ભાષાના સાહિત્યકાર દિનકર જોષીનો જન્મ આ ગામમાં થયો હતો.
મહત્વના સ્થળો
ફેરફાર કરોભંડારીયા તેના પથ્થરો માટે જાણીતું છે. ભંડારીયામાં આ પથ્થરોથી માલેશ્રી નદી પર એક પુલ બાંધવામાં આવેલો છે જે ભાવનગર થી મહુવા વચ્ચેના માર્ગ પર આવેલો છે.[૨]
નજીકની ટેકરીઓ જે ખોખરા પર્વતમાળાનો ભાગ છે, તેને માળનાથની ટેકરીઓ કહે છે. તેના પર માળનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં પાણીનો કુંડ આવેલો છે. ભંડારીયાની નજીકની ટેકરીઓના નામ કલવીરા, રોજમાળ, ભીનમાળ, કાન ફાટા અને કુર્મા છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Imperial Gazetteer2 of India, Volume 15, page 165 -- Imperial Gazetteer of India -- Digital South Asia Library". dsal.uchicago.edu. મેળવેલ 2020-09-03.
- ↑ ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨.
આ લેખ પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૮૨. માંથી લખાણના અંશો ધરાવે છે.
|
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |