માળનાથ (મંદિર)

ભારતનું ગામ

ભાવનગર જિલ્લા આવેલા ભંડારિયા પાસેના ખોખરા વિસ્તારની રમણીય માળનાથ ડુંગરમાળા છે. આ ટેકરીઓની વચ્ચે માળનાથ મહાદેવનું પુરાતન શિવ મંદિર છે. મંદિર પાસે જ પાણીનો આવેલો છે. જ્યારે મંદિરે પહોંચવા માટે પગપાળા ડુંગર ચડી-ઉતરીને જવું એ એક માત્ર રસ્તો હતો, ત્યારે ત્રંબક ગામના જળ-ધોધ પાસેની પગદંડી એ માળનાથ પહોચવા માટેનો સૌથી ટુંકો રસ્તો હતો.

શ્રી માળનાથ મહાદેવ
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોભાવનગર
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનત્રંબક ગામ નજીક
રાજ્યગુજરાત
દેશભારત
માળનાથ (મંદિર) is located in ગુજરાત
માળનાથ (મંદિર)
શ્રી માળનાથ મહાદેવનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°36′15″N 72°06′01″E / 21.6040985°N 72.100252°E / 21.6040985; 72.100252
સ્થાપત્ય
આર્થિક સહાયભાવનગર રાજ કુટુંબ
પૂર્ણ તારીખ૧૩૫૪, ૧૯૪૯ ‍‍(જીર્ણોદ્ધાર)

આ ટેકરીઓ પર હાલમાં પવનચક્કીથી વિદ્યુત ઊત્પન કરવાનું કાર્ય ચાલુ છે.

પહોચવા માટેના રસ્તાઓ

ફેરફાર કરો
  1. ત્રંબક ગામનાં જળ-ધોધ પાસેની પગદંડી એ આ જગ્યાએ પહોચવાનો ટુંકામાં ટુંકો રસ્તો છે. પણ ચઢાણ થોડું આકરૂ અને બે-ત્રણ ડુંગરા ઓળંગવાના હોવાથી ઓછા લોકો આ રસ્તે જાય છે. જળ-ધોધ જોવા માટે અને ટ્રેકિંગ કરવા માટે સરસ રસ્તો છે.
  2. ભંડારીયા ગામની સીમમાંથી જતી પગદંડી એ સરળતાથી ચાલી શકાય એવો રસ્તો છે. મોટાભાગનું ચાલવાનું પ્રમાણમાં સમથળ વિસ્તારમાંથી છે. આથી ઘણા લોકો આ રસ્તો પસંદ કરે છે. આ રસ્તે એક સુંદર પાણીની વાવ પણ આવે છે. થોડો ભાગ માલેશ્રીના કાંઠાને સમાંતર જતો હોવાથી ચોમાસામાં જ્યારે માલેશ્રીમાં પાણી હોય ત્યારે ખુબ સુંદર કુદરતી દૃષ્યો જોવા મળે છે.

વાહન દ્વારા

ફેરફાર કરો
  1. પવનચક્કી બાંધવા માટેનો ઠેકો અપાયો ત્યારે ત્યાં પહોચવા માટે પાકા રસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું. થોડા ડુંગર કાપીને બનાવેલો છેક મંદિર સુધી વાહન લઇને જઇ શકાય તેવો રસ્તો હાલમાં અસ્તિત્વ ધરાવે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો