મુંબઈના જળસ્ત્રોતો
મુંબઈ ના જળસ્ત્રોતો થાણા જિલ્લાના શાહપુર તાલુકાના ઘણાં બંધો પર આધાર રાખે છે. પશ્ચિમ ઘાટના કારણે આ સ્ત્રોતો પાણીથી સમૃદ્ધ રહે છે. હાલમાં, આ બંધો અંદાજીત ૩૪૦ કરોડ લીટર પાણીને મુંબઈને પૂરું પાડે છે. આ બંધોની યાદી નીચે પ્રમાણે છે:
બંધ [૧] | વર્ષ [૨] | ક્ષમતા (દસ લાખ લીટર) |
સ્તર (મીટર)[૩] |
---|---|---|---|
મોદક સાગર (નીચલી વૈતરણા) | ૧૯૫૭ | ૧,૨૮,૯૨૫ | ૧૬3.૧૫ |
તાન્સા તળાવ | ૧૮૯૨ થી ૧૯૨૫ | ૧,૪૪,૦૦૦ | ૧૨૮.૬૩ |
વિહાર તળાવ | ૧૮૬૦ | ૨૭,૦૦૦ | ૮૦.૪૨ |
તુલસી તળાવ | ૧૮૭૯ | ૮,૦૦૦ | ૧૩૯.૧૭ |
ઉપલી વૈતરણા | ૧૯૭૩ | ૨,૨૭,૦૪૭ | ૬૦૩.૫૧ |
ભાત્સા | ૧૯૮૩ | ૭,૧૦,૦૦૦ | ૧૪૨.૦૭ |
મધ્ય વૈતરણા[૪] | ૨૦૧૨ | ૧,૯૩,૦૦૦ | ૨૮૫.૦૦ |
ભાંડુપમાં આવેલો પાણીનો પ્લાન્ટ એશિયામાં સૌથી જૂનો અને સૌથી મોટો છે. તાન્સા અને વૈતરણા બંધ મુંબઈના દક્ષિણ વિભાગને પાણી પૂરું પાડે છે, જ્યારે બાકીના પરાં વિસ્તારને પાણી પૂરું પાડે છે. વાલકેશ્વરમાં આવેલી ભૂગર્ભ ટાંકી પાણીનો સંગ્રહ કરવા વપરાય છે.