મૃણાલ સેન
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
મૃણાલ સેન, (બંગાળી: মৃনাল সেন, ૧૪ મે ૧૯૨૩ – ૩૦ ડિસેમ્બર ૨૦૧૮) બંગાળી ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને ભારતીય સંસદના નામાંકિત સભ્ય હતા.[૧] સેને મુખ્યત્વે બંગાળી અને હિન્દીમાં ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. સમકાલીન રિત્વિક ઘટક, તપન સિંહા અને સત્યજીત રે સાથે મળીને તેમણે ભારતમાં ન્યૂ વેવ સિનેમાની પહેલ કરી હતી. તેમને ૧૮ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક એવોર્ડ મળ્યા છે. ભારત સરકારે તેમને પદ્મભૂષણથી નવાજ્યા છે અને ફ્રાંસની સરકારે તેમને ઓર્ડ્રે ડેસ આર્ટસ એટ ડેસ લેટ્રેસથી નવાજ્યા છે, જ્યારે રશિયાની સરકારે તેમને ઓર્ડર ઓફ ફ્રેન્ડશિપથી સન્માનિત કર્યા છે. સેનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. તેઓ સત્યજિત રેની સાથે એકમાત્ર ભારતીય ફિલ્મ નિર્માતા હતા, જેમની ફિલ્મોને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ અને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ જેવા ત્રણ મોટા ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ આપવામાં આવ્યા છે.[૧][૨]
મૃણાલ સેન | |
---|---|
જન્મ | ૧૪ મે ૧૯૨૩ |
મૃત્યુ | ૩૦ ડિસેમ્બર ૨૦૧૮ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | દિગ્દર્શક |
પુરસ્કારો | |
વેબસાઇટ | http://mrinalsen.org |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૧૪મી મે ૧૯૨૩ના દિવસે, બાંગ્લાદેશમાં આવેલા ફરીદપુર શહેરમાં એક હિંદુ પરિવારમાં થયો હતો. તેમના માધ્યમિક શાળાના અભ્યાસ બાદ, ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે તેઓ પોતાનું ઘર છોડી કોલકતા આવ્યા, જ્યાં જાણીતા સ્કોટીશ ચર્ચ કોલેજ અને કોલકતાની વિદ્યાપીઠમાં એક વિદ્યાર્થી તરીકે તેમણે અભ્યાસ કર્યો. એક વિદ્યાર્થી તરીકે, તે સામ્યવાદી પક્ષની સાંસ્કૃતિક બાજુ સાથે જોડાયા. જોકે તેઓ ક્યારેય પક્ષના સભ્ય બન્યા ન હતા, તેમનું જોડાણ સમાજવાદી ઇન્ડીયન પીપલ્સ થિયેટર એસોસિયેશન આઇપીટીએ (IPTA) સાથે હતું, જેણે તેમને, તેમના જેવા સંસ્કૃતિક રીતે જોડાયેલા લોકોની નજીક લાવ્યા.
ફિલ્મ સૌંદર્ય શાસ્ત્ર પર એક પુસ્તકને ઓચિંતા વાંચ્યા બાદ તેમને ફિલ્મોમાં રસ પડ્યો હતો. જોકે ફિલ્મો અંગે તેમનો રસ મોટેભાગે બૌદ્ઘિક રહ્યો હતો, અને તેમના પર ચિકિત્સા પ્રતિનિધિ (મેડિકલ રિપ્રેજન્ટેટીવ) તરીકેની નોકરી કરવાનું દબાણ કરવામાં આવ્યું જેના લીધે તેમને કોલકતા છોડવું પડ્યું. જોકે તે લાંબો સમય ના ચાલ્યું, અને તે શહેરમાં પરત ફર્યા અને કોલકતાના ફિલ્મ સ્ટુડિયોમાં ઓડિયો ટેક્નિશીયન તરીકે તેમણે નોકરી લીધી, જેણે છેવટે તેમની ફિલ્મી કારકિર્દી શરૂ કરી.
તેમનો પ્રથમ દિગ્દર્શક તરીકેનો પ્રયાસ
ફેરફાર કરોમૃણાલ સેનની પહેલી મુખ્ય ફિલ્મ રાતભોર હતી, જે તેમણે ઇ. સ. ૧૯૫૫માં બનાવી હતી. જેમાં પ્રસિદ્ધ કલાકાર ઉત્તમ કુમારે કામ કર્યું હતું, જે ત્યારે સ્ટાર નહતા બન્યા.આ ફિલ્મને ઓછી સફળતા મળી. તેમની બીજી ફિલ્મ નીલ આકાશેર નીચે (વાદળી આકાશની નીચે) બનાવી, જેણે સ્થાનિક ઓળખ પ્રાપ્ત કરી, જ્યારે તેમની ત્રીજી ફિલ્મ, બિશે શ્રવણ (રવિન્દ્ર ટાગોરનું જે દિવસે મૃત્યુ થયું તે દિવસે બહાર પાડવામાં આવી હતી) તેમની તેવી પહેલી ફિલ્મ હતી જેને આંતરાષ્ટ્રીય સ્તરે બહાર આવવાનો અવકાશ મળ્યો.
સેન અને ભારતનું નવું સિનેમા
ફેરફાર કરોપાંચ વધુ ફિલ્મો બનાવ્યા બાદ, તેમણે ભારતીય સરકાર દ્વારા ઓછા ખર્ચે બનતી એક ફિલ્મ બનાવી. ભુવન શોમે (મિ. શોમે), નામની આ ફિલ્મે તેમને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે એક મોટા ફિલ્મમેકર બનાવ્યા. ભુવન શોમે એ ભારતમાં "નવા સિનેમા"ની ફિલ્મી ચળવળની શરૂઆત કરી.[૩]
સામાજિક સંદર્ભ અને તેની રાજકીય અસર
ફેરફાર કરોતે પછી જે ફિલ્મ તેમણે બનાવી તેમાં ખૂબ જ રાજકારણ હતું, જેને તેમને માર્ક્સવાદી કલાકારની પ્રતિષ્ઠા મેળવી.[૪] આ એક તેવો સમય હતો જ્યારે ભારતમાં મોટા પાયે રાજકીય અશાંતિ વ્યાપેલી હતી. આ અશાંતિ ખાસ કરીને કોલકતા અને તેની આસપાસના વિસ્તારમાં વધુ હતી, આ સમય જેને હવે નક્સલી ચળવળ તરીકે ઓળખાય છે તેનો હતો. આ તબક્કાને તેમણે તરત જ તેમની શ્રેણીબદ્ધ ફિલ્મોમાં અનુસરી, જ્યાં તેમણે પોતાનું ધ્યાન, મધ્યવર્ગના સમાજની અંદર રહેલા દુશ્મનો પર લગાવ્યું, નહીં કે તેવા દુશ્મનો જે બહારની બાજુએ હતા. આ તબક્કો દાવાપૂર્વક રીતે તેમનો સૌથી રચનાત્મક તબક્કો હતો.
કોલકતાનું નિરૂપણ
ફેરફાર કરોમૃણાલ સેનની અનેક ફિલ્મો પુનાસાથી લઇને મહાપ્રથીબીમાં કોલકત્તાની લાક્ષણિકતાઓ નજરે પડે છે. તેમણે કોલકત્તાને એક ચરિત્ર અને પ્રેરણા તરીકે દર્શાવ્યું છે. તેમણે સુંદર રીતે લોકો, મૂલ્ય પ્રણાલી, વર્ગના મતભેદ અને શહેરના રસ્તાને તેમની ફિલ્મોમાં વર્ણવ્યા છે, તેમના અલ ડોરાડો, કોલકતાને તેની આવનારી ઉંમર મુજબ દર્શાવ્યા છે.[૫]
અખતરા, ઓળખ અને આવકાર
ફેરફાર કરોઆ સમય દરમિયાન, તેમણે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા હતા. જો કે તેવી દલીલ થઇ શકે કે તેમની આ ફિલ્મો અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, માર્ક્સવાદ, જર્મન અભિવ્યકિતવાદ, ફેન્ચ નૌવેલ્લે અનિશ્ચિતતા અને ઇટાલીયન નિયોરીલીઝમ વિચારોમાંથી વિકાસ પામી હોય તેમ છતાં મોટેભાગે વુડી એલનના સિનેમાથી તે સમાંતર રહી હતી એલનના સિનેમાની જેમ જ, સેનના સિનેમામાં મોટેભાગે ફિલ્મનો અંત સુખદ નથી હોતો કે પછી એક નિર્ણાયક અંત રહે છે (સેનના સમકાલીન સત્યજીત રેની ફિલ્મોમાં તેવું ન હતું). સેનની ત્યારબાદની અનેક ફિલ્મોમાં, પ્રેક્ષકો કથાના વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બની જતા. દિગ્દર્શક અનેક અંતની રચના કરવાની પ્રક્રિયામાં ભાગીદાર થવા માટે પ્રેક્ષકોને આમંત્રિત અને ઉકસાવતા હતા, જે તે સમય અલગ અને અનન્ય વાત હતી. અહીં દિગ્દર્શક ભગવાનનું પાત્ર નથી ભજવતા, પણ તેના પ્રેક્ષકો ભજવે છે. ખરેખરમાં આશ્ચર્યમાં મૂકે તેવી વાત તો તે છે કે એક તરફ જ્યાં એલનને પશ્ચિમી સાક્ષરો અને પ્રશંસકોના રૂપમાં સારા દર્શકો મળતા હતા, ત્યાં બીજી તરફ સમાંતર સિનેમા પર પ્રયોગો કરનાર સેનને કોલકતાના પશ્ચિમી બુદ્ધિજીવીવર્ગ પર આધારિત સમર્પિત દર્શકોથી વધુ કંઇ ખાસ દર્શક વર્ગ પ્રાપ્ત નહતો.
ઇ. સ. ૧૯૮૨માં, તેઓ ૩૨મા બર્લીન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવમાં જૂરી સભ્ય બન્યા હતા.[૬] મૃણાલ સેને ક્યારેય પણ પોતાના માધ્યમ જોડે પ્રયોગો કરવાનું બંધ નહતું કર્યું. તેમની પાછળની ફિલ્મોમાં તેમણે કથાના માળખાથી અલગ જઇને ખૂબ જ ટૂંકી વાર્તા જોડે કામ કરવાનો પ્રયત્ન કર્યો. આઠ વર્ષના લાંબા ગાળા બાદ, એંશી વર્ષની ઉંમરે, તેમણે ઇ. સ. ૨૦૦૨માં અમાર ભુવન નામની તેમની છેલ્લી ફિલ્મ બનાવી.
તેમની કારકીર્દી દરમિયાન, મૃણાલ સેનની ફિલ્મોએ લગભગ તમામ ફિલ્મ ઉત્સવો દ્વારા પુરસ્કારો મેળવ્યા, જેમાં કાન્સ, બર્લીન, વેનિસ, મોસ્કો, કાર્લોવી વેરી, મૉન્ટ્રિયલ, શિકાગો અને કીરો જેવા ફિલ્મ ઉત્સવોનો સમાવેશ થાય છે. પાછળથી તેમની ફિલ્મો વિશ્વના તમામ મોટા શહેરોમાં બતાવવામાં આવી તેમને અનેક વિદ્યાપીઠો દ્વારા માનદ ડોક્ટરેટની પદવી (ડી.લીટ હોનરીસ કાસા) પ્રાપ્ત થઇ છે. મૃણાલ સેન ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ધ ફિલ્મ સોસાયટીના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. ઇ. સ. 2008માં તેમણે તાજ ઇન્લાઇટન તારીફ પુરસ્કાર મેળવ્યો, જે વિશ્વમાં સિનેમા પર કરવામાં આવતા જીવનભરના ફાળા માટે આપવામાં આવે છે. ઇ. સ. 2008ના ઓસિયાન્સ સીનેફેસ્ટ ફિલ્મ ફેસ્ટિવલની 10મી આવૃતિમાં તેમને લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.
પુરસ્કારો
ફેરફાર કરોરાષ્ટ્રિય પુરસ્કારો
ફેરફાર કરોBest Director
1969 Bhuvan Shome
1979 Ek Din Pratidin
1980 Akaler Sandhane
1984 Khandhar
Best Screenplay
1974 Padatik
1983 Akaler Sandhane
1984 Kharij
Critics Award for Best Film
1976 Mrigayaa
Best Screenplay
1984 Khandhar
આંતરરાષ્ટ્રીય પુરસ્કારો
ફેરફાર કરોMoscow International Film Festival - Silver Prize
1975 Chorus
1979 Parashuram
Karlovy Vary International Film Festival - Special Jury Prize
1977 Oka Oori Katha
બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ
Interfilm Award
1979 Parashuram
1981 Akaler Sandhane
Grand Jury Prize[૭]
1981 Akaler Sandhane
Cannes Film Festival - Jury Prize
1983 Kharij
Valladolid International Film Festival - Golden Spike
1983 Kharij
Chicago International Film Festival - Gold Hugo
1984 Khandhar
Montreal World Film Festival - Special Prize of the Jury
1984 Khandhar
Venice Film Festival - Honorable Mention
1989 Ek Din Achanak
Cairo International Film Festival - Silver Pyramid for Best Director
2002 Aamaar Bhuvan
રાજ્ય દ્વારા બહુમાનો
ફેરફાર કરોતેમણે અનેક રાજ્યોના માનદ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.
- 1981માં, ભારત સરકારે તેમને પદ્મ ભૂષણના પુરસ્કારથી સન્માનિત કર્યા.
- ફ્રાન્સના પ્રમુખ ફ્રાસ્વા મીટ્ટરાન્ડે 1985માં, મૃણાલને કમાન્ડેયુર ડે આર્ડે ડેસ આર્ટ એટ ડેસ લેટર્સ (કળા અને સાહિત્યને વિહિત કરનાર કમાન્ડર )નો પુરસ્કાર આપ્યો હતો. તે આ દેશની સર્વોચ્ચ નાગરિક પદવી છે, જે તેમને કળા, સાહિત્ય કે આ ક્ષેત્રોમાં પ્રચાર કરવા માટે કરવામાં આવેલા મહત્વપૂર્ણ ફાળાને ઓળખના રૂપમાં આપવામાં આવે છે.[૮]
- ઇ. સ. 2005માં, ભારત સરકાર દ્વારા તેમને દાદા સાહેબ ફાલકે પુરસ્કાર આપવામાં આવ્યો, જે ભારતીય ફિલ્મમેકર માટે સર્વોચ્ચ પુરસ્કાર ગણવામાં આવે છે.
- ઇ. સ. 1998 થી ઇ. સ. 2003 સુધી તે ભારતીય લોકસભાના માનનીય સભ્ય બન્યા હતા.
- ઇ. સ. 2000માં, રશિય સંઘરાજ્યના પ્રમુખ વ્લાદિમીર પુતિનને તેમને ઓર્ડર ઓફ ફેન્ડશીપની માનદ પદવી આપી હતી.
સામાન્ય બાબતો
ફેરફાર કરો- મૃણાલ ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝના સારા મિત્ર છે અને તેમને અનેકવાર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોમાં નિર્ણાયક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
- ઇ. સ. 2004માં, મૃણાલ સેન તેમની આત્મકથા ઑલ્વેઝ બીઇંગ બોર્ન પૂર્ણ કરી.
http://www.buybooksonline24x7.com/product_details.asp?pid=812910198X સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૮ ના રોજ વેબેક મશિન http://www.buybooksonline24x7.com/product_details.asp?pid=9788172238353 સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૮ ના રોજ વેબેક મશિન
કોટેશન્સ (ઉતારેલો ફકરો)
ફેરફાર કરો- એક ફિલ્મ સંસ્થા દ્વારા તમારી માવજત થયા બાદ, જ્યારે તમે જગતમાં ચાલો, ત્યારે હું ઇચ્છું કે તે તમારો કપરો સમય હોય.
- તમામ ફિલ્મ નિર્માણકારોને સામાજિક વૈજ્ઞાનિકો હોવું જરૂરી છે.
- તમારે અનેક વસ્તુઓ જોવાની હોય છે...
તમારે હંમેશા પોતાને સુધારતા રહેવું પડશે..અકલેર સાન્ધનેમાં, લગભગ 60% જેટલી છેલ્લી કથાને સુધારવી પડી હતી.
- તમારે પ્રત્યેક વસ્તુ માટે લડત લડવી પડશે...મોટેભાગે તમામ ફિલ્મ નિર્માતાઓ કહેતા હોય છે તે યથાર્થવાદી છે, પણ ખરેખરમાં તેઓ હંમેશા કલ્પનામાં રહેતા હોય છે.
- મને ગમે છે જ્યારે મારી ફિલ્મની કદર કરવામાં આવે છે. જો તેને લોકો દ્વારા પસંદ કરવામાં આવે તો તે વ્યાપારિક રીતે ફાયદા કારક બની જાય છે.જો તેમ ના થાય તો તે મારી જેમ તૂટી પડે છે કે પછી તમે કહે છે કે મને કોઇ ફરક નથી પડતો. આ એક સંરક્ષણ તંત્ર છે.
- એક ફિલ્મ એક તેવો અનુભવ હોવો જોઇએ જે અનુભવી શકાય, તે ખાલી એક દલીલ બનીને ના રહેવી જોઇએ.
ફિલ્મોગ્રાફી[૯]
ફેરફાર કરોફિચર ફિલ્મો
ફેરફાર કરો- રાતભોર (પરોઢ) (1955)
- નીલ આકાશેર નીચે (વાદળી આકાશની નીચે) (1958)
- બિશે શ્રવણ (લગ્ન દિવસ) (1960)
- પુનશ્ચયા (ફરીથી) (1961)
- અબોશેશે (અને છેવટે) (1963)
- પ્રતિનિધિ (પ્રતિનિધિ) (1964)
- આકાશ કુસુમ (વાદળની ઉપર) (1965)'
- માટીરા મનિષા (માટીનો માણસ) (1966)
- ભુવન શોમ (મિસ્ટર ભુવન) (1969)
- ઇન્ટરવ્યૂ (1971 ફિલ્મ) (1971)
- એક અધૂરી કહાની (એક અપૂર્ણ વાર્તા) (1971)
- કોલકતા 71 (1972)
- પદતીક (એક ગોરિલ્લા યોદ્ધા) (1973)
- કોરસ (1974 ફિલ્મ) (1974)
- મૃગયા (રાજવી શિકાર) (1976)
- ઓકા ઓરી કથા (બહારવાળાઓ) (1977)
- પરશુરામ (કુહાડી વાળો માણસ) (1978)
- એક દીન પ્રતિદીન (અને શાંતિ સવાર સુધી રહી) (1979)
- અકાલેર સન્ધાને (દૂકાળની તલાશમાં) (1980)
- ચલચિત્ર (એક બહુરૂપદર્શક (ક્લાઇડસ્કોપ)) (1981)
- ખારિઝ (મુકદ્દમો પતી ગયો) (1982)
- કંન્ધાર (પતન) (1983)
- જેનિસિસ (1986)
- એક દીન અચાનક (અચાનક જ એક દિવસ) (1989)
- મહાપૃથ્વી (વિશ્વની અંદર, વિશ્વ વગર)(1991)
- અંતરીન (સીમિત)(1993)
- આમાર ભુવન (આ, મારી જમીન)(2002)
ટૂંકી ફિલ્મો
ફેરફાર કરો- ઇચ્છાપુરન (ઇચ્છા પૂરી કરનાર) (1970)
- તસવીર અપની અપની (એક સામાન્ય માણસની છબી) (1984)
- અપારાજીત (જેને પરાસ્ત ન કરાય તે) (1986–87)
- કભી દૂર કભી પાસ (ક્યારેક દૂર, ક્યારેક પાસે) (1986–87)
- સ્વયંવર (પ્રણયયાચન) (1986–87)
- આયના (અરીસો) (1986–87)
- રવિવાર (રવિવાર) (1986–87)
- આજકાલ (આજકાલના દિવસો) (1986–87)
- દો બહેને (બે બહેનો) (1986–87)
- જીત (જીત) (1986–87)
- સાલગીરા (વર્ષગાંઢ) (1986–87)
- સવાલ (1986–87)
- અજનબી (અજાણ્યો) (1986–87)
- દસ સાલ બાદ (દસ વર્ષ બાદ) (1986–87)
દસ્તાવેજીઓ
ફેરફાર કરો- મુવીંગ પર્સપેક્ટિવ્સ (1967)
- ત્રિપુરા પ્રસંગ (1982)
- સીટી લાઇફ - કોલકતા માય અલ ડોરાડો (1989)
- એન્ડ ધ શો ગો ઓન - ભારત પ્રકરણ (1999)
મૃણાલ સેન અને ફિલ્મો
ફેરફાર કરો- ટેન ડેય્સ ઇન કોલકતા - એ પૉર્ટ્રિટ ઓફ મૃણાલ સેન (રેનઇહાર્ડ હાફ દ્વારા નિદેશિત) (1984)
- વીથ મૃણાલ સેન (રાહુલ બોઝ અને સંજય ભટ્ટાચાર્ય દ્વારા નિદેશિત) (1989)
- પૉર્ટ્રિટ ઓફ ફિલ્મમેકર (રોમેશ શર્મા દ્વારા નિદેશિત) (1999)
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Memories from Mrinalda". Rediff. Rediff.com. 1 February 2005. મેળવેલ 27 January 2010.
- ↑ "Mrinal SEN - Festival de Cannes 2021". festival-cannes.com. મેળવેલ 25 February 2022.
- ↑ Vasudev, Aruna (1986). The New Indian Cinema. Macmillan India. ISBN 0333909283. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ Thorval, Yves (2000). Cinemas of India. Macmillan India. પૃષ્ઠ 280–282. ISBN 0333934105. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ);|access-date=
requires|url=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ "Mrinal Sen movies and Kolkata". મૂળ માંથી 2010-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-23.
- ↑ "Berlinale 1982: Juries". berlinale.de. મૂળ માંથી 2013-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
- ↑ "Berlinale 1981: Prize Winners". berlinale.de. મૂળ માંથી 2013-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-22.
- ↑ ધ ઇન્ટરનેશનલ વુસ વુ 2004
- ↑ "Mrinal Sen". IMDb. મેળવેલ January 27, 2010.