૧૪ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
 
અવકાશ મથક 'સ્કાયલેબ'ને લઇ જતા 'સેટર્ન' રોકેટનું પ્રક્ષેપણ.
  • ૧૭૯૬ – એડવર્ડ જેનરે (Edward Jenner) પ્રથમ વખત શીતળા (Smallpox)ની રસીનો પ્રબંધ કર્યો.
  • ૧૮૭૯ – ૪૬૩ ભારતીય ગિરમિટિયા મજૂરોનો પ્રથમ સમુહ ફિજીનાં કાંઠે ઉતર્યો.
  • ૧૯૩૯ – લીના મેડિના પાંચ વર્ષની ઉંમરે તબીબી ઇતિહાસમાં સૌથી નાની વયે માતા બની.
  • ૧૯૪૮ – ઈઝરાયલને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું અને અંતરિમ સરકારનું ગઠન કરવામાં આવ્યું. આ ઘોષણા બાદ તરત જ પડોશી આરબ રાજ્યો દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો, પરિણામે ૧૯૪૮નું આરબ-ઇઝરાયલ યુદ્ધ શરૂ થયું.
  • ૧૯૭૩ – સ્કાયલેબ (Skylab), અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, નું 'સેટર્ન ૫' રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાયું.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો