મેકમર્ડોનો બંગલો

અંજારમાં આવેલો એક બંગલો

મેકમર્ડોનો બંગલો ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના અંજાર શહેરમાં આવેલો બંગલો છે. તે ઇ.સ. ૧૮૧૮માં કચ્છ રજવાડાના બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ રાજકીય નિવાસી પ્રતિનિધિ જેમ્સ મેકમર્ડો દ્વારા અંજારમાં તેના નિવાસ દરમિયાન બનાવવામાં આવ્યો હતો.[][]

મેકમર્ડોનો બંગલો, અંજાર

ભીંત ચિત્રો

ફેરફાર કરો

મેકમર્ડોને સ્થાનિક રીતરિવાજો અને ભાષામાં રસ હતો. તે સ્થાનિક ભીંત ચિત્ર કળાથી પ્રભાવિત થયો હતો. તેણે જ્યારે અંજારમાં બંગલો બંધાવ્યો ત્યારે ભીંત ચિત્રો માટે સ્થાનિક કલાકારોને આમંત્રણ આપ્યું હતું. આ ચિત્રો રામાયણ પર આધારિત ચિત્રો ધરાવે છે, જેમાં રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ, લંકાદહન, અશોકવાટિકામાં સીતા વગેરેનો સમાવેશ થાય છે. અન્ય ચિત્રોમાં ગોવર્ધન પર્વત ઉંચકતા કૃષ્ણ, કૃષ્ણ અને ગોપી વગેરેનો સમાવેશ થાય છે. પક્ષીઓ, છોડ, ફૂલો વગેરેના પણ ચિત્રો છે. એવું કહેવાય છે કે આ ચિત્રો મુસ્લિમ કલાકારો દ્વારા બનાવાયા છે. આ બંગલો અગાઉ નાયબ કલેક્ટરની કચેરી તરીકે વપરાતો હતો. આ ચિત્રોને કારણે હવે તે રાજ્ય રક્ષિત સ્મારક (S-GJ-46) છે, પરંતુ ઉપેક્ષિત પરિસ્થિતિમાં છે.[][][][]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Ward (૧ જાન્યુઆરી ૧૯૯૮). Gujarat–Daman–Diu: A Travel Guide. Orient Longman Limited. પૃષ્ઠ ૩૩૩. ISBN 978-81-250-1383-9.
  2. ૨.૦ ૨.૧ "અંજાર રાહ જુએ છે, ૨૧મી સદીના મેક મર્ડોની". ગુજરાત સમાચાર. June 2016. મૂળ માંથી ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬.
  3. "Warnu Dada Temple". Megalithic Portal Gallery. ૨૮ ઓક્ટોબર ૨૦૦૭. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૧૫.
  4. Virbhadra Singhji (૧ જાન્યુઆરી ૧૯૯૪). The Rajputs of Saurashtra. Popular Prakashan. પૃષ્ઠ ૨૦૭. ISBN 978-81-7154-546-9.