વરણું (તા.રાપર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

વરણું ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ ગામ છે. વરણું ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ગામ કચ્છના નાના રણની નજીક આવેલું છે.

વરણું
—  ગામ  —
વરણુંનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°28′26″N 71°02′17″E / 23.474013°N 71.037962°E / 23.474013; 71.037962
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૭૨૧[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગામની વસ્તી આશરે ૭૨૧ લોકોની છે.[]

મહત્વના સ્થળો

ફેરફાર કરો
 
કચ્છના રણમાં વરણું નજીકનું દેરું

વરણેશ્વરદાદા મંદિર

ફેરફાર કરો

વેણુદાદા અથવા વરણેશ્વરદાદા મંદિર એ દેરાં સાથેનું નાનું મંદિર છે અને વિશાળ પ્રાંગણ સાથે ગામની નજીક આવેલું છે. આ મંદિરની સાથે દંતકથાઓ સંકળાયેલી છે અને આજુબાજુના ગામલોકો દ્વારા પૂજાય છે. મૂળ મંદિર અણહિલવાડ પાટણના મૂળરાજ સોલંકીએ (૯૪૨-૯૯૭) બંધાવ્યું હોવાનું મનાય છે અને ત્યારબાદ તેનું સમારકામ ૧૮૬૨માં થયું હતું. મંદિરની અંદર ત્રણ લાલ પથ્થરો વેણુ અને તેમના ભાઇ અને બહેનનું પ્રતિક છે.[]

દંતકથા

વેણુ એ પરમાર રાજપૂત જાતિનો લોક નાયક હતો.[] તે સૌરાષ્ટ્ર વિસ્તારના રજવાડા મુળીના ઠાકુરનો નાનો ભાઇ હતો. તેણે સિંધમાંથી આવતા આક્રમણો સામે લડત આપી અને કચ્છના લોકોની મદદ કરી. તે વરણું નજીક આ આક્રમણો સામે લડતા મૃત્યુ પામ્યો હતો. તેના કુટુંબના બ્રાહ્મણ રાજગોર તેની અંતિમ ક્રિયા કરવા અહીં આવ્યા અને પછી ગામમાં જ સ્થાયી થયા. ગામનું નામ વેણુ પડ્યું અને પછી અપભ્રંશ થઇને વરણું થયું.[][][]

દર મહિનાની સુદ બીજ ના ખુબ મોટા પ્રમાણમાં લોકો દર્શન કરવા માટે આવે છે અને મહા સુદ બીજના દિવસે મેળો ભરાય છે. એવું મનાય છે કે વેણુના મંદિરમાં ઢોલીયો (ખાટલો) રાખીને સૂવાનું પરિણામ મૃત્યુ નીવડે છે.[]

જેમ્સ મેકમર્ડોની કબર

ફેરફાર કરો

કેપ્ટન જેમ્સ મેકમર્ડો કચ્છ રજવાડાંનો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ પોલિટીકલ એજન્ટ હતો જે ૨૮ એપ્રિલ ૧૮૨૦માં મૃત્યુ પામ્યો અને મંદિરની નજીક દફન કરવામાં આવ્યો હતો. ગામના લોકો માને છે કે તે વેણુદાદાના મંદિરમાં ઢોલીયો (ખાટલો) રાખીને સૂઇ ગયો હતો જેથી તેનું મૃત્યુ થયું. જોકે તેની કબર પર તેનું મૃત્યુ કોલેરાથી થયું હોવાનું દર્શાવેલ છે.[][][][]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Varnun Village Population, Caste - Rapar Kachchh, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી ૨૭ જૂન ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જૂન ૨૦૧૮.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૫૩.
  3. Khare, Randhir (2004). Kutch, Triumph of the Spirit (અંગ્રેજીમાં). Rupa & Company. ISBN 978-81-291-0306-2. One story says that he was a Parmar Rajput of royal lineage who got into a spat with either the Moghuls or some local Jats whilst trying to save cows belonging to Charans of that area .
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "For over two centuries, village in Gujarat grieves over death of a Rajput chieftain : OFFTRACK". India Today. ૩૦ સપ્ટેમ્બર ૧૯૯૪. મેળવેલ ૩૧ જુલાઇ ૨૦૧૫.
  5. ૫.૦ ૫.૧ "Warnu Dada Temple". The Megalithic Portal. ૨૮ ઓક્ટોબર ૨૦૦૭. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૧૫.
રાપર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન